હૈદરાબાદઃ ફિંગરપ્રિન્ટની છેતરપિંડીનો એક નવો જ કિસ્સો સામે આવ્યો (Finger print Surgery gang) છે. રચાકોંડા પોલીસે ગુરુવારે સર્જિકલ પ્રક્રિયા દ્વારા યુવાનોના ફિંગરપ્રિન્ટ્સ દૂર કરવામાં સામેલ ગુનેગારોની ટોળકીનો પર્દાફાશ કર્યો હતો, જેમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ સામે વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ ગેંગ લોકોને ગલ્ફ દેશોમાં નોકરી માટે મોકલવામાં મદદ કરતી હતી. યુવકોને ગલ્ફ મોકલવામાં સામેલ એજન્ટોની ભૂમિકા અને આ રીતે કેટલા લોકો રાજ્ય છોડી ગયા છે તેની પોલીસ તપાસ કરી રહી છે. Police arrested Finger print Surgery gang
આ પણ વાંચો : Sidhu Moosewala Murder : પોલીસ ચાર્જશીટમાં ગોલ્ડી બ્રાર મુખ્ય કાવતરાખોર
આપતિજનક સામગ્રી જપ્ત : પકડાયેલા આરોપીઓ પાસેથી મેડિકલ કીટ, સર્જરી અને આપતિજનક સામગ્રી જપ્ત કરવામાં આવી છે. વિશ્વસનીય માહિતી પ્રમાણે, મલકાજગીરી ઝોનની ટીમે ઘાટકેસર પોલીસ સાથે મળીને અન્નોજીગુડામાં હોટલમાંથી ગજલકોંડુગરી નાગા મુનેશ્વર રેડ્ડી, સાગબાલા વેંકટા રમના, બોવિલા શિવશંકર રેડ્ડી રેંડલા રામા કૃષ્ણ રેડ્ડીની ધરપકડ કરી હતી. Harmful material
પોલીસે ચાર મોબાઈલ કર્યા કબજે : મલકાજગીરી ઝોનની ટીમે ઘાટકેસર પોલીસ સાથે મળીને અન્નોજીગુડામાં હોટલમાંથી ગજલકોંડુગરી નાગા મુનેશ્વર રેડ્ડી, સાગબાલા વેંકટા રમના, બોવિલા શિવશંકર રેડ્ડી રેંડલા રામા કૃષ્ણ રેડ્ડીની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી સર્જિકલ ગ્લોવ્સ, સર્જિકલ ટેપ, સર્જિકલ બ્લેડ અને દવાઓ ઉપરાંત અન્ય સામગ્રી મળી આવી છે. પોલીસે ચાર મોબાઈલ પણ કબજે કર્યા (foreign travel Scandal) છે.
આ પણ વાંચો : સોનાલી ફોગાટના ઘરે પહોંચી ગોવા પોલીસ, પ્રોપર્ટીના લેન્ડ લીઝ કેસની કરશે તપાસ
ફિંગરપ્રિન્ટ લેવાનું ફરજિયાત : આ અગાઉ સાયબરાબાદ પોલીસે એક ટોળકીનો પર્દાફાશ કર્યો હતો, જે પૈસા કાઢવા માટે પોલિમરનો ઉપયોગ કરીને ફિંગરપ્રિન્ટ્સનું ક્લોનિંગ કરતી હતી, પરંતુ શારીરિક ફિંગરપ્રિન્ટ્સ બદલવાની સર્જિકલ પ્રક્રિયા સાથે સંકળાયેલા આવા રેકેટથી પોલીસ ચોંકી ઉઠી હતી. અહેવાલો અનુસાર, જોબ ખાતર ખાડી દેશોમાં પ્રવાસ કરવાના હેતુસર ફિંગરપ્રિન્ટ લેવાનું ફરજિયાત છે. જો તેમને નકારવામાં આવે, તો તેઓ ત્યાં જવાની તક ગુમાવે છે. આમ છતાં લોકો વિદેશ જવા માટે અલગ-અલગ રસ્તાઓ શોધવાનો પ્રયાસ કરે છે.