મહારાષ્ટ્ર: દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલના પતિ અને કોંગ્રેસના નેતા દેવીસિંહ શેખાવતનું અમરાવતીમાં નિધન થયું હતું. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્ય દેવીસિંહ શેખાવત 1985થી 1990 દરમિયાન વિધાનસભામાં અમરાવતી વિધાનસભામાંથી ધારાસભ્ય ચૂંટાઈ આવ્યા હતા. 1990 ની ચૂંટણીમાં પરાજય થતા તેઓ અમરાવતીના પ્રથમ મેયર બન્યા હતા. દેવીસિંહ શેખાવતને 1972 માં બોમ્બે યુનિવર્સિટીમાંથી રસાયણશાસ્ત્રમાં આચાર્યની ડિગ્રી આપવામાં આવી હતી.
શૈક્ષણિક સંસ્થાઓમાં આપી સેવા: દેવીસિંહ શેખાવત નેરપિંગલામાં શ્રી શિવાજી શિક્ષણ સંસ્થાનની શાળામાં શિક્ષક તરીકે સેવા આપી હતી. ત્યારબાદ તેઓ શ્રી શિવાજી કોલેજમાં રસાયણશાસ્ત્રના પ્રોફેસર તરીકે સેવા આપી હતી. 1969 માં તેમણે વિદ્યા ભારતી શિક્ષણ સંસ્થાની સ્થાપના કરી અને અમરાવતી શહેરના મૌર બાગ વિસ્તારમાં પ્રથમ શાળા શરૂ કરી હતી. સંસ્થાના સ્થાપના પછી બીજા વર્ષે શિવાંગાઓનમાં એક શાળા પણ ખોલવામાં આવી હતી.
આ પણ વાંચો DRDO: હનીટ્રેપમાં ફસાયા બાદ ગુપ્ત માહિતી લીક કરવા બદલ DRDO અધિકારીની કરાઈ ધરપકડ
-
My thoughts are with our former President Smt. Pratibha Patil Ji and her family on the passing away of Dr. Devisingh Shekhawat Ji. He made a mark on society through his various community service efforts. Om Shanti.
— Narendra Modi (@narendramodi) February 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">My thoughts are with our former President Smt. Pratibha Patil Ji and her family on the passing away of Dr. Devisingh Shekhawat Ji. He made a mark on society through his various community service efforts. Om Shanti.
— Narendra Modi (@narendramodi) February 24, 2023My thoughts are with our former President Smt. Pratibha Patil Ji and her family on the passing away of Dr. Devisingh Shekhawat Ji. He made a mark on society through his various community service efforts. Om Shanti.
— Narendra Modi (@narendramodi) February 24, 2023
વડાપ્રધાને પાઠવી શ્રદ્ધાંજલિ: દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેવીસિંહ શેખાવતના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમને ટ્વીટ કરીને શેખાવતના કામને યાદ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. દેવીસિંહ શેખાવત અને પ્રતિભા પાટિલ 7 જુલાઈ 1965 ના રોજ લગ્ન થયા હતા. દેવીસિંહ અમરાવતીના મેયર હોવા ઉપરાંત તેઓ ત્યાંથી ધારાસભ્ય પણ ચૂંટાયા હતા. આ ઉપરાંત શેખાવત શિક્ષણની દુનિયામાં પણ ખૂબ સક્રિય રહ્યો છે. તેઓના પુત્ર પણ 2009 થી 2014 દરમિયાન અમરાવતી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય ચૂંટાયા હતા.
આ પણ વાંચો Gujarat budget 2022-23: ગુજરાત બજેટ 2022-23 જોગવાઈઓની ઝલક
અંતિમ વિધિ પુણેમાં જ કરવામાં આવશે: દેવીસિંહ શેખાવત અને પ્રતિભા પાટીલના બે બાળકો છે. મળેલી માહિતી અનુસાર તેઓની અંતિમ વિધિ પુણેમાં જ કરવામાં આવશે. દેવીસિંહ શેખાવતના સગા સબંધીઓ અંતિમ વિધિ માટે પુણે રવાના થઇ ચુક્યા છે.આજે સાંજે 6 વાગ્યાની આસપાસ અંતિમવિધિ કરવામાં આવશે.