મુરાદાબાદ : જિલ્લામાં મંગળવારે મોડી રાત્રે એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. ઝઘડા બાદ પતિએ પત્નીને ગળે લગાડીને પીઠ પર ગોળી મારી દીધી હતી. ગોળી બંનેને ચીરીને નીકળી ગઈ હતી. જેના કારણે બંનેના મૃત્યુ થયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ પહોંચી હતી. બંનેના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. જો કે બંને પાસેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. પતિ ચંદીગઢમાં મજૂરી કામ કરતો હતો.
શુું હતો સમગ્ર મામલો : પોલીસના જણાવ્યા અનુસાર, અનિક પાલ તેની પત્ની સુમન અને ચાર બાળકો સાથે મુરાદાબાદ જિલ્લાના બિલારી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ખાનપુર ગામમાં રહેતો હતો. અનિક પાલ ચંદીગઢમાં રહીને સખત મજૂરી કરતો હતો. પોતાના ગામ બિલારી ખાનપુર આવ્યા બાદ અનિક પાલ અને તેની પત્ની સુમન વચ્ચે કોઈના કોઈ વાતે અવારનવાર ઝઘડો થતો હતો. મંગળવારે મોડી રાત્રે બંને પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. થોડી વાર પછી અનિક પાલ તેની પત્ની પાસે આવ્યો અને તેને ગળે લગાવી હતી. પત્નીને ગળે લગાવ્યા બાદ અનિક પાલે તેની પત્નીને પીઠમાં ગોળી મારી હતી. બંનેની છાતી ફાડીને ગોળી નીકળી હતી. ગોળી વાગવાથી બંનેના મૃત્યુ નિપજયા હતા.
બાળકોનું શું કહેવું છે : તે જ સમયે ગોળીનો અવાજ સાંભળીને ગામ લોકો સ્થળ પર એકઠા થઈ ગયા હતા. ઘટનાની માહિતી પોલીસને આપવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચ્યા બાદ પોલીસે બંને મૃતદેહોને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. ફોરેન્સિક ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી. ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. મૃતકના બાળકોએ જણાવ્યું કે પિતા-માતા વચ્ચે કોઈને કોઈ વાતે અવારનવાર ઝઘડા થતા હતા. રાત્રે પણ બંને વચ્ચે ઝઘડો થયો હતો, ત્યારબાદ ગોળી મારી હતી.