ETV Bharat / bharat

પતિએ કરાવ્યા પત્નીના બીજા લગ્ન - પતિએ કરાવ્યા પત્નીના લગ્ન

બિહારના છપરામાં એક લગ્ન ચર્ચાના ચકડોળે ચડ્યા છે. જ્યાં પોતાની પત્નીના જીદને માન આપીને પતિએ તેને લગ્નના બંધનમાંથી આઝાદ કરી દીધી અને તેના પ્રેમી સાથે તેના લગ્ન કરાવી દીધા.

પતિએ કરાવ્યા પત્નીના બીજા લગ્ન
પતિએ કરાવ્યા પત્નીના બીજા લગ્ન
author img

By

Published : May 28, 2021, 8:14 PM IST

  • છપરાનો અનોખો કિસ્સો
  • પતિએ કરાવ્યા પત્નીના લગ્ન
  • ચર્ચાના ચકડોળે ચડી ઘટના

સારણ(છપરા): કહે છે કે જોડીઓ તો સ્વર્ગમાં નક્કી થાય છે આવું જ કંઇક બિહારના છપરામાં એવો જ કઇંક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક પતિએ પોતાની પત્નીના લગ્ન તેના પ્રેમી સાથે કરાવી આપ્યા હતાં. પત્નીની જીદ હતી કે પતિએ અંતે હારીને પ્રેમી સાથે લગ્ન કરાવી આપ્યા હતાં.

પતિએ કરાવ્યા પત્નીના લગ્ન

આ યુગલે પહેલાં પણ પ્રેમલગ્ન કર્યા હતાં. હવે જ્યારે પત્ની જ્યારે બીજા લગ્ન કરવા જઇ રહી છે ત્યારે પતિએ તેને મંજૂરી આપી છે. પ્રેમી પણ રાજી ખુશીથી પત્નીને પોતાના ઘરે લઇ ગયો હતો. પહેલા પતિએ જણાવ્યું હતું કે મેં રાજી ખુશીથી મારી પત્નીના લગ્ન કરાવી આપ્યા છે. અમારા પણ લવ મેરેજ હતાં. મારી પત્નીના બીજા લગ્નથી મને કોઇ જ વાંધો નથી. અમારી એક દિકરી છે જેનું હું ધ્યાન રાખીશ.

આ પણ વાંચો: લોકડાઉન ઇફેક્ટ: પુત્રીના લગ્ન કરાવવા માટે પિતા બન્યા ગોરમહારાજ

પતિ મારતો હોવાની પત્નીની ફરિયાદ

જો કે પોતાના આ બીજા લગ્ન અંગે પત્નીએ જણાવ્યું હતું કે તેનો પહેલો પતિ તેને ખૂબ મારતો હતો. જો કે તેના પ્રેમીએ તેને સહારો આપ્યો. પત્નીનું તો એવું પણ કહેવું છે કે જો તેનો પતિ તેને ફોન પણ કરશે તો તે તેને મારશે. જો કે છપરામાં આ લગ્ન ચર્ચાનો વિષય બન્યો છે કેમકે હિન્દુ મેરેજ એક્ટ મુજબ છૂટાછેડા લીધા વગર બીજા લગ્ન ન કરી શકાય. જો કે પતિ, પત્ની અને પ્રેમીની સ્વેચ્છાએ આ લગ્ન થતાં આ ઘટના ચર્ચાના ચકડોળે ચડી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.