- શખ્સે તેની પત્ની અને બે પુત્રીની હત્યા કરી
- માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી
- પોલીસે મૃતદેહોને કબજે કરી મામલાની તપાસ હાથ ધરી
બુલંદશહેર: ઉત્તરપ્રદેશના બુલંદશહેર જિલ્લામાં મંગળવારે રાત્રે એક શખ્સે તેની પત્ની અને ત્રણ પુત્રીઓ પર હુમલો કર્યો હતો. જેમાં પત્ની અને બે પુત્રીનું ઘટના સ્થળે પર જ મોત થયું હતું. જ્યારે ત્રીજી પુત્રીની હાલત નાજુક હોવાનું જણાવાયું છે. આ હત્યાથી વિસ્તારમાં સનસનાટી ફેલાઇ ગઈ છે. માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહોને કબજે કરી સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી હતી. ઘટના બુલંદશહેર જિલ્લાના શિકારપુર માજરા આંબેડકરનગરની છે. અહીં એક પાગલ વ્યક્તિએ તેની પત્ની અને બે પુત્રીની હત્યા કરી હતી. તેમજ ત્રીજી પુત્રીને ગંભીર હાલતમાં જિલ્લા હોસ્પિટલમાં ખસેડાઈ હતી.
હત્યાનું કારણ હજી અકબંધ
પ્રાપ્ત વિગતો મુજબ, આરોપીએ તે બધાને હથોડીથી મારી નાખ્યા હતા. હત્યાનું કારણ હજી જાણી શકાયું નથી. હત્યા કર્યા બાદ આરોપી ભાગી ગયો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તેમજેે ફોરેન્સિક્સની ટીમે પણ તપાસ શરૂ કરી છે. પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.