ઉતર પ્રદેશ: કાનપુર કમિશનરેટના નૌબસ્તા પોલીસ સ્ટેશન વિસ્તારમાં માનવ તસ્કરીનો મામલો સામે આવ્યો છે. કાનપુરના નૌબસ્તા રવીન્દ્ર નગરમાં રહેતો સુરેશ માંઝી 6 મહિના(human trafficking case in kanpur) પહેલા નોકરીની શોધમાં ભટકતો હતો, તેને તેના પરિચિત વિજયે, ઝકરકાટી પુલ નીચે બંધક બનાવી અને પછી માર માર્યો હતો. અને તેના હાથ અને પગના પંજા તોડી નાખ્યા હતા તથા આંખોમાં કેમિકલ નાખીને અંધ કરી નાખ્યો હતો. આ દરમિયાન શરીર પર ઘણી જગ્યાએ ડામ પણ આપ્યા હતા. ત્યારબાદ આરોપી વિજયે સુરેશને રાજ નામના યુવકને 70 હજાર રૂપિયામાં વેચી દીધો.
ઘા ફેલાવા લાગ્યા: એવું કહેવાય છે કે, રાજ નામનો યુવક દિલ્હીમાં આવા લોકો પાસે ભીખ મંગાવતો હતો. (Kanpur man delhi human trafficker )તે સુરેશ સાથે પણ આવું જ કરવાનો હતો, પરંતુ રાજે સુરેશને ઘણી જગ્યાએ એસિડથી સળગાવી દીધો હતો. જેના કારણે ઘણી જગ્યાએ ઘા ફેલાવા લાગ્યા હતા. જે વ્યક્તિને રાજે દિલ્હીમાં સુરેશને વેચ્યો હતો. જ્યારે તેણે સુરેશ માંઝીની હાલત જોઈ તો તેને સારવાર માટે ડોક્ટર પાસે લઈ ગયો હતો. જ્યાં ડોક્ટરે સુરેશની સારવારનો ખર્ચ 37 હજાર રૂપિયા જણાવ્યો હતો.
37 હજાર રૂપિયાનો ખર્ચ: જે બાદ દિલ્હીના વ્યક્તિએ રાજને ફોન કર્યો કે તમે જેને 70 હજાર રૂપિયામાં વેચી દીધો છે. તેની સારવારમાં 37 હજાર રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે, તેથી આ વ્યક્તિને (સુરેશ માંઝી) પાછા લઈ જાઓ અને મને અન્ય વ્યક્તિ આપો. ત્યારપછી રાજ તે વ્યક્તિને કાનપુર લઈ આવ્યો અને નાસી છુટ્યો હતો. જે બાદ સુરેશને રાહદારીઓએ મદદ કરી હતી અને તેને કોઈક રીતે ઘરે લઈ આવ્યો હતો.
આગળની કાર્યવાહી:ગુરુવારે, જ્યારે પ્રાદેશિક કાઉન્સિલર પ્રશાંત શુક્લાને આ ઘટનાની જાણ થઈ, ત્યારે તેમણે પરિવારના સભ્યો તરફથી નૌબસ્તા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. આ દરમિયાન હોબાળો પણ થયો હતો. એસીપી ગોવિંદ નગર વિકાસ કુમાર પાંડેએ જણાવ્યું હતું કે આ બાબતને ધ્યાનમાં લેવામાં આવી છે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે.