ETV Bharat / bharat

વિચિત્ર કિસ્સો, ખજાનો મેળવવાનું કહીને હત્યા કરી નાંખી

આ સમયમાં પણ દિવસે ને દિવસે અંધશ્રદ્ધા વધતી જાય છે. (Human sacrifice case in Krishnagiri)અત્યાર સુધી આપણે કંઈક મેળવવા માટે પશુ બલી વિશે સાંભળ્યુ હતુ,(Superstition in krishnagir) પરંતુ તમીલનાડુના ક્રિષ્નાગિરીમાં એક વીચિત્ર કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ખજાનો મેળવવા માટે માનવ બલિ આપવામાં આવી છે.

વીચિત્ર કિસ્સો, ખજાનો મેળવવા માટે અપાઈ માનવ બલી

author img

By

Published : Oct 1, 2022, 7:10 PM IST

ક્રિષ્નાગિરી(તમીલનાડુ): ખેડૂત લક્ષ્મણન (ઉંમર 52) કેલમંગલમ નજીકના પુધુર ગામના વતની છે.(tamilnadu) તેમની પત્ની લક્ષ્મીનું ચાર વર્ષ પહેલા અવસાન થયું હતું. તેમને નાગરાજ, શિવકુમાર અને થનલક્ષ્મી નામના ત્રણ બાળકો છે. આ દરમિયાન, 28મી સપ્ટેમ્બરે લક્ષ્મણન તેના ઘરની નજીક સોપારીના બગીચામાં રહસ્યમય રીતે મૃત હાલતમાં મળી આવ્યો હતો.(Human sacrifice case in Krishnagiri) જ્યા તેમનુ મૃત્યુ થયુ તે જગ્યાએ સોપારી, લીંબુ, હળદર, કુમકુમ, ચિકન અને કોદાળી સહિત પૂજાની વસ્તુઓ હતી.

1
1

ચોકીદાર મણિએ હત્યા કરી: આ અંગે કેલામંગલમ પોલીસે કેસ નોંધ્યો હતો અને લક્ષ્મણના મૃતદેહને કબજે કરીને તેને થેંકનીકોટાઈ સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. પોલીસે હાથ ધરેલી તપાસમાં જાણવા મળ્યું હતુ કે, ધર્મપુરીના ચોકીદાર મણિ (ઉંમર 65)એ લક્ષ્મણની હત્યા કરી હતી.

ચોકીદાર મણિની કબૂલાત: મણિએ કબુલાત કરતા જણાવ્યુ હતુ કે, લક્ષ્મણન અને મેં ભૂતકાળમાં સાથે કામ કર્યું હતું, 6 મહિના પહેલા લક્ષ્મણનની પુત્રીને દુષ્ટ આત્માની અસર થઈ હોવાથી,(Superstition in krishnagiri) ધર્મપુરીથી ચિરંજીવી નામના ઉપદેશકને નજર ઊતારવા માટે બોલાવવામાં આવ્યા હતા. એ ઘટના પછી ઉપદેશકે અમને કહ્યું હતુ કે, સોપારીના વાવેતરમાં ચોક્કસ જગ્યાએ ખજાનો છે.

આત્માથી બચાવવા માટે મદદ માંગી: લક્ષ્મણને મણિને કહ્યું હતુ કે, ઉપદેશકે તેમને કહ્યું હતું કે ,જો તેઓ કોઈનું બલિદાન આપે તો જ ખજાનો મેળવી શકાશે. જ્યારે તે કોને બલિદાન આપવાનું વિચારી રહ્યો હતો, ત્યારે પુધર ગામની રાણી નામની એક સ્ત્રી લક્ષ્મણ પાસે આવી હતી અને દુષ્ટ આત્માથી બચાવવા માટે મદદ માંગી હતી. ઘટનાના દિવસે લક્ષ્મણે રાનીને સોપારીના બગીચામાં આવવા કહ્યું હતુ. જેથી તે તેની બલી આપી શકે.

ખજાના માટે બલિદાન: પરંતુ રાની ત્યાં આવી ન હતી. તે સમયે ઉતાવળમાં આવેલા લક્ષ્મણે એકલા ખજાના સુધી પહોંચવા, તેણે ચોકીદાર મણિ પર હુમલો કરવાનું શરૂ કર્યું હતુ. બાદમાં પોલીસ તપાસમાં સામે આવ્યું હતુ કે, ઘટનાના દિવસે લડાઈ દરમિયાન ચોકીદાર મણિએ લક્ષ્મણની હત્યા કરી હતી અને ખજાનો મેળવવા માટેબલિદાનના નામે પૂજા કરી હતી. પરંતુ હવે મણિને તેની અંધશ્રદ્ધાને કારણે ધરપકડ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.