ન્યુઝ ડેસ્ક: ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણી (75th independence day) કરવા માટે સરકારે આઝાદી કા અમૃત મહોત્સવના (Azadi Ka Amrit Mahotsav) ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને તેમના ઘરોમાં ભારતીય ધ્વજ ફરકાવવા અથવા પ્રદર્શિત કરવા વિનંતી કરી છે અને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સના ડિસ્પ્લે પિક્ચર્સ (DPs) ને ત્રિરંગામાં બદલવા માટે પ્રોત્સાહિત કર્યા છે.
આ પણ વાંચો: શું તમે જાણો છો ? ભારતીય ત્રિરંગાનો 6 વખત બદલાયો છે રંગ
તિરંગા ઝુંબેશ માટે નોંધણી: જો તમે હર ઘર તિરંગા ઝુંબેશમાં ભાગ લેવા લઈ રહ્યા હોય તો તમે તમારા ફોટોઝ harghartiranga.com પર અપલોડ કરી શકો છો, જેમાં તેને પોર્ટલ પર દર્શાવવામાં આવે છે. તમે આ ઝુંબેશ માટે રજીસ્ટ્રેશન કરાવીને હર ઘર તિરંગા સર્ટીફીકેટ પણ મેળવી શકો છો. હર ઘર તિરંગા ઝુંબેશ માટે નોંધણી કરવા અને સર્ટીફીકેટ ડાઉનલોડ (Har Ghar Tiranga certificate) કરવા માટે આ સ્ટેપ ફોલો કરો.
હર ઘર તિરંગા નોંધણી લિંક: હર ઘર તિરંગા ઝુંબેશ માટે રજીસ્ટ્રેશન કરાવવા માટે, harghartiranga.com પર તમારા ફોટોઝ અપલોડ કરો અને પોર્ટલ પર દર્શાવો. અત્યાર સુધીમાં 1.3 કરોડથી વધુ ધ્વજ પિન કરવામાં આવ્યા છે અને ત્રિરંગા સાથેની 33 લાખથી વધુ સેલ્ફી પોર્ટલ પર અપલોડ કરવામાં આવી છે.
આ પણ વાંચો: ત્રિરંગાના રંગોથી ઝળહળ્યું વર્લ્ડ હેરિટેજ, VIDEO
હર ઘર તિરંગા સર્ટીફીકેટ: હર ઘર ત્રિરંગા સર્ટીફીકેટ ઓનલાઈન ઉપલબ્ધ છે, જેને ડાઉનલોડ કરવા માટે સત્તાવાર વેબસાઇટ- https://harghartiranga.com/ ની મુલાકાત લો. તમારો પ્રોફાઇલ ફોટો અપ્લોડ કરો. તમારુ નામ અને મોબાઈલ નંબર રજીસ્ટર કરો. આ તમે તમારા Google એકાઉન્ટ સાથે પણ ચાલુ રાખી શકો છો. harghartiranga.com પર તમારા લોકેશન ઍક્સેસની મંજૂરી આપો, ત્યાર બાદ તમારા લોકેશન પર ધ્વજ પિન કરો. તમારો ધ્વજ સક્સેસફુલી પિન થયા પછી, તમને તમારો સર્ટીફીકેટ પ્રાપ્ત થશે, જે બાદ તમારો સર્ટીફીકેટ ડાઉનલોડ કરી લો.