હૈદરાબાદ: ડાર્ક ચોકલેટ કોફી (Dark chocolate coffee) પસંદ કરનારા લોકોની કોઈ કમી નથી. ઉનાળા કે શિયાળામાં ડાર્ક ચોકલેટ કોફી પી શકાય છે. તમને પરંપરાગત કોફીના શોખીન એવા ઘણા લોકો મળશે, પરંતુ ડાર્ક ચોકલેટ કોફી પસંદ કરનારાઓની યાદી લાંબી છે. બાળકોથી લઈને વડીલો સુધી બધાને ડાર્ક ચોકલેટ કોફી ગમે છે. ઘણા લોકો ડાર્ક ચોકલેટ કોફી મિક્સ કર્યા પછી નવો ફ્લેવર ઉમેરીને કોલ્ડ ડ્રિંક પણ તૈયાર કરે છે.
સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ફાયદાકારક: જો તમને પણ ડાર્ક ચોકલેટ કોફીનો સ્વાદ ગમતો હોય અને આ રેસીપી ઘરે ટ્રાય કરવી હોય તો તમે અમારી દર્શાવેલ રેસીપીની મદદથી તેને સરળતાથી બનાવી શકો છો. ડાર્ક ચોકલેટ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ફાયદાકારક માનવામાં આવે છે. આવો જાણીએ ડાર્ક ચોકલેટ કોફી (An easy way to make dark chocolate coffee) બનાવવાની સરળ રીત.
ડાર્ક ચોકલેટ કોફી બનાવવા માટેની સામગ્રી
- દૂધ - 2 કપ
- ડાર્ક ચોકલેટ - 2 ટુકડાઓ
- કોફી પાવડર - 1 ચમચી
- એલચી પાવડર - 1/2 ચમચી
- ખાંડ પાવડર - 4 ચમચી
- આઇસ ક્યુબ્સ - 4-5
- ડાર્ક ચોકલેટ કોફી રેસીપી
ડાર્ક ચોકલેટ કોફી બનાવવા માટે: (Ingredients for making dark chocolate coffee) સૌપ્રથમ એક વાસણમાં દૂધ નાખો અને તેને મધ્યમ તાપ પર ગરમ કરવા માટે રાખો. ધ્યાન રાખો કે દૂધ થોડું ગરમ કરવાનું છે. દૂધ ગરમ થઈ જાય પછી ગેસ બંધ કરી દો અને એક વાસણમાં દૂધ નાખો અને તેમાં કોફી પાવડર નાખીને બરાબર મિક્ષ કરી લો. ઓછામાં ઓછા પાંચ મિનિટ માટે ચમચીની મદદથી દૂધ મિક્સ કરો.
આ પણ ઉમેરો: હવે આ દૂધને મિક્સર જારમાં નાખીને તેમાં ડાર્ક ચોકલેટનો ભૂકો નાખો. હવે તેમાં ઈલાયચી પાવડર અને ખાંડનો પાવડર ઉમેરો. આ પછી, મિક્સર જારનું ઢાંકણ મૂકો અને તેને એકવાર પીસી લો. આ પછી, ઢાંકણ ખોલો અને તેમાં 3થી4 બરફના ટુકડા નાખો અને ફરી એકવાર મિક્સર ચલાવો. આ પછી સર્વિંગ ગ્લાસમાં ડાર્ક ચોકલેટ કોફી નાંખો અને ઉપર 2-3 આઈસ ક્યુબ અને ક્રશ કરેલી ચોકલેટ ઉમેરી સર્વ કરો.