ETV Bharat / bharat

કોઈ પણ ચેનલ ક્રોસ ચેક કર્યા વગર મારા નિધનના સમાચાર કઈ રીતે ચલાવી શકેઃ સુમિત્રા મહાજન

author img

By

Published : Apr 23, 2021, 8:36 AM IST

કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂર ગુરુવારે ફેક ન્યૂઝના શિકાર થયા હતા. તેમણે ટ્વિટ કરી લોકસભાનાં પૂર્વ અધ્યક્ષ સુમિત્રા મહાજનનું નિધન થઈ ગયું હોવાની વાત કહી હતી. ત્યારબાદ સોશિયલ મીડિયા પર સુમિત્રા મહાજનના નિધનના સમાચાર વાયરલ થઈ રહ્યા હતા. જોકે, ત્યારબાદ ભાજપના નેતાઓએ સ્પષ્ટ કર્યું હતું કે, સુમિત્રા મહાજન સંપૂર્ણ સ્વસ્થ છે. આ તમામની વચ્ચે સુમિત્રા મહાજને પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, સમાચાર ચેનલ ક્રોસ ચેક કર્યા વગર આવા સમાચાર કઈ રીતે ચલાવી શકે છે.

કોઈ પણ ચેનલ ક્રોસ ચેક કર્યા વગર મારા નિધનના સમાચાર કઈ રીતે ચલાવી શકેઃ સુમિત્રા મહાજન
કોઈ પણ ચેનલ ક્રોસ ચેક કર્યા વગર મારા નિધનના સમાચાર કઈ રીતે ચલાવી શકેઃ સુમિત્રા મહાજન
  • પોતાના નિધનના સમાચાર વાયરલ થવા અંગે સુમિત્રા મહાજન મીડિયા પર થયા નારાજ
  • કોઈ પણ ચેનલ ક્રોસ ચેક કર્યા વગર આ સમાચાર કઈ રીતે ચલાવી શકેઃ સુમિત્રા મહાજન
  • કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે સોશિયલ મીડિયા પર સુમિત્રા મહાજનનું નિધન થયાની કહી હતી વાત
  • પોતાના નિધનના ફેક ન્યૂઝ અંગે સુમિત્રા મહાજને શશિ થરૂર અને મીડિયાને આપી સલાહ

નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે ગુરુવારે ટ્વિટ કરીને લોકસભાનાં પૂર્વ અધ્યક્ષ સુમિત્રા મહાજનનું નિધન થયું હોવાની વાત કહી હતી, પરંતુ ભાજપના નેતાઓએ સુમિત્રા મહાજન સંપૂર્ણ સ્વસ્થ છે તેવી માહિતી આપી હતી. જોકે, આ માહિતી મળ્યા બાદ શશિ થરૂરે પોતાનું ટ્વિટ ડિલીટ કરી નાખ્યું હતું.

આ પણ વાંચોઃ કેટલાક મીડિયા હાઉસ અને યૂ-ટ્યુબર્સ મારા વિશે ફેક ન્યૂઝ ચલાવી રહ્યાં છેઃ સૂરજ પંચોલી

સાચી માહિતી મળ્યા બાદ શશિ થરૂરે પોતાનું ટ્વિટ ડિલીટ કરી નાખ્યું હતું.

પુષ્ટિ કર્યા વગર આવા સમાચારની જાહેરાત કરવાની શું જલ્દી હતીઃ સુમિત્રા મહાજન

પોતાના નિધનના સમાચાર સાંભળીને સુમિત્રા મહાજને પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, ઈન્દોરના તંત્ર સાથે ક્રોસ ચેકિંગ કર્યા વગર સમાચાર ચેનલ મારા નિધનના સમાચાર કેવી રીતે ચલાવી શકે છે. મારી ભત્રીજીએ થરૂરના ટ્વિટરને વખોડી નાખ્યું હતું, પરંતુ કોઈ પુષ્ટિ કર્યા વગર આવા સમાચારની જાહેરાત કરવાની શું જલ્દી હતી.

આ પણ વાંચોઃ હેમા માલિનીની તબિયતને લઈ ઈશા દેઓલે સોશિયલ મીડિયા પર કરી સ્પષ્ટતા

સુમિત્રા મહાજન સ્વસ્થ છે તો મારા માટે ખુશીની વાત છેઃ શશિ થરૂર

પોતાના ટ્વિટ અંગે શશિ થરૂરે કહ્યું હતું કે, સુમિત્રા મહાજન સ્વસ્થ છે તેવી માહિતી મળતા મને રાહત મળી છે. ત્યારબાદ તેમણે ટ્વિટ કર્યું કે, જો સુમિત્રા મહાજન સ્વસ્થ છે તો મને રાહત છે. મને આ માહિતી ત્યાંથી મળી હતી, જેને હું વિશ્વાસપાત્ર સૂત્ર સમજતો હતો. જોકે, તે ટ્વિટને ડિલીટ કરવામાં હું ખુશી અનુભવુ છું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.