ETV Bharat / state

શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ઘટ સ્થાપન વિધિ પૂર્ણ, ભવ્ય લાઇટિંગથી અંબાજી મંદિર ઝળહળી ઉઠ્યું - Navratri 2024

આજે નવરાત્રિનો પહેલું નોરતું છે. ત્યારે અંબાજી મંદિરમાં માં અંબાની શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે મંદિર વહીવટદાર કૌશિક મોદીના હસ્તે ઘટ સ્થાપન કરાયું હતું. તેમજ માઁ અંબે સૌનું કલ્યાણ કરે તેવી પ્રાર્થના કરાઈ હતી. જાણો...ablution ceremony in ambaji tample

અંબાજી મંદિર
અંબાજી મંદિર (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 3, 2024, 5:16 PM IST

બનાસકાંઠા: માં શક્તિની આરાધનાનું પર્વ એટલે નવરાત્રિ. નવરાત્રિ પર્વ શરૂ થતાં જ શક્તિપીઠ અંબાજી ખાતે માં અંબાના દર્શન કરવા લોકોની ભીડ ઉમટી પડે છે. આજે અંબાજી મંદિરમાં નવરાત્રિના પ્રથમ દિવસે શાસ્ત્રોક્ત મંત્રોચાર સાથે ઘટ સ્થાપન વિધિ કરી નવરાત્રિનો પ્રારંભ કરવામાં આવ્યો.

શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ઘટ સ્થાપન વિધિ પૂર્ણ (ETV Bharat Gujarat)

અંબાજી મંદિરમાં ઘટ સ્થાપનની વિધિ કરાઈ: નવરાત્રિના પહેલા દિવસે જ અંબાજી મંદિરમાં ઘટ સ્થાપનની વિધિ કરવામાં આવી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિના પ્રારંભે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે માતાજીના સભા મંડપમાં ઘટ સ્થાપના કરવામાં આવ્યું. જેમાં મંદિરના વહીવટદાર કૌશિકભાઈ મોદી, અંબાજી મંદિર સ્ટાફ અને અંબાજી મંદિરના પૂજારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઘટસ્થાપના વિધિમાં સાત ધાન્યને કાંપની માટીમાં રોપવામાં આવ્યા છે. માન્યતા પ્રમાણે ઘટ સ્થાપન વિધિમાં તૈયાર થયેલા ધાન્યના વિકાસના આધારે આગામી વર્ષ કેવું રહેશે તે નક્કી કરવામાં આવે છે.

કૌશિક મોદીના હસ્તે ઘટ સ્થાપન વિધિ કરાઈ
કૌશિક મોદીના હસ્તે ઘટ સ્થાપન વિધિ કરાઈ (ETV Bharat Gujarat)

આજે ઘટ સ્થાપન પ્રસંગે અંબાજી મંદિરના વહીવટદાર કૌશિકભાઈ મોદીએ જણાવ્યું હતું કે આજે નવરાત્રિના પ્રારંભે શક્તિપીઠ અંબાજી મંદિરમાં ઘટ સ્થાપન થયું છે. શાસ્ત્રોક્ત વિધિ સાથે આજે ઘટ સ્થાપન કરવામાં આવ્યું છે. અંબાજીમાં માં શક્તિનું હૃદય બિરાજમાન છે ત્યારે માં શક્તિ સૌનું કલ્યાણ કરે તેવી આરાધના સાથે આજે મંદિરના સભામંડપમાં ઘટ સ્થાપન વિધિ પૂર્ણ કરાઈ છે.

અંબાજી મંદિર ખાતે ભક્તોની ભીડ: શક્તિપીઠ અંબાજી અનેક ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. આજે નવરાત્રિ પર્વનો પ્રારંભ થતા મોટી સંખ્યામાં લોકો માં અંબાના દર્શન કરવા માટે ઉમટ્યા હતા. દૂરદૂરથી નવરાત્રિ નિમિત્તે આવેલા ભકતોએ માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભક્તોની ભીડ વચ્ચે પણ માં અંબાના શાંતિપૂર્વક દર્શન થતાં ભાવિકોએ સુચારૂ વ્યવસ્થા બદલ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટનાનો આભાર માન્યો હતો.

નવરાત્રિ નિમિત્તે આગામી દિવસોમાં પણ અંબાજીમાં ભક્તોની ભીડ યથાવત રહેવાની છે. ત્યારે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ભક્તો માં અંબાના દર્શન શાંતિથી કરી શકે તે માટે તમામ તૈયારીઓ અને પૂરતા સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી છે. નવરાત્રિ નિમિત્તે મંદિરમાં ભવ્ય લાઇટિંગ તેમજ શણગાર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો:

  1. ખેલૈયાઓ મન ભરીને માણો નવરાત્રિ: હવે માત્ર દક્ષિણ ગુજરાતને બાદ કરતાં સંપૂર્ણ રાજ્યમાં વરસાદની આગાહી નહિવત - Gujarat Weather Update
  2. 'માડી તારો ગરબો, આ નવરાત્રીએ લાવો પરંપરાગત માટીનો ગરબો - traditional clay garba

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.