નવી દિલ્હીઃ દિલ્હીના જહાંગરપુરીમાં એક કાશ્મીરી યુવકને હોટલમાં રૂમ ન અપાતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં હોટલના રિસેપ્શનમાં હાજર યુવતી યુવક સાથે વાત કરી રહી છે કે, પોલીસે કાશ્મીરી લોકોને હોટેલ આપવાની ના પાડી (Hotel room in Delhi not given to Kashmiri youth) દીધી છે. વીડિયો વાયરલ થયા બાદ (video went viral) પોલીસે આ દાવાને નકારી કાઢ્યો છે. પોલીસનું કહેવું છે કે, કાશ્મીરી લોકોને હોટલ ન આપવા માટે પોલીસ દ્વારા કોઈ સૂચના આપવામાં આવી નથી.
આ પણ વાંચો: LPG and oil prices hike : LPG અને તેલના વધતા ભાવ પર વિપક્ષના હુમલાનો સરકાર પાસે નથી કોઈ જવાબ
ઓયોથી હોટેલમાં એક રૂમ બુક કરાવ્યો: સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિને હોટલમાં રૂમ આપવામાં આવી રહ્યો નથી. કારણ કે, તેની પાસે જમ્મુ-કાશ્મીરનું આઈડી છે. તેણે ઓયોથી હોટેલમાં એક રૂમ બુક કરાવ્યો હતો, પરંતુ દિલ્હી પહોંચ્યા બાદ તેને રૂમ આપવામાં આવ્યો ન હતો.
કાશ્મીરી લોકોને જગ્યા આપવાની ના પાડી: યુવકે જાતે જ રિસેપ્શનમાં હાજર યુવતીનો વીડિયો બનાવ્યો અને તેને તેનું કારણ પૂછ્યું, જ્યારે છોકરી તેના બોસ સાથે વાત કરે છે પછી તેણી કહે છે કે, પોલીસે કાશ્મીરી લોકોને જગ્યા આપવાની ના પાડી દીધી છે, તેથી તમને હોટલમાં રૂમ આપવામાં આવશે નહીં.
આ વીડિયો વાયરલ થયા બાદ દિલ્હી પોલીસે પોતાનું નિવેદન જાહેર કર્યું છે. તેમનું કહેવું છે કે, પોલીસે એવું નથી કહ્યું કે કાશ્મીરી લોકોને દિલ્હીની કોઈપણ હોટલમાં રૂમ આપવામાં આવશે નહીં.
આ પણ વાંચો: CM યોગીના શપથ ગ્રહણ સમારોહના મંચ પર PM મોદી સાથે 62 VVIP નો સમાવેશ
પોલીસના નામે હોટેલના જુઠ્ઠાણા અને બહાના: દિલ્હી પોલીસની છબી ખરાબ કરવા માટે આ જુઠ્ઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે. દિલ્હી પોલીસ આ અંગે કાયદાકીય કાર્યવાહી કરી શકે છે. જાણવા મળ્યું છે કે, ઓયોની આ હોટલમાં રૂમ ન અપાતા કાશ્મીરી યુવક આ વિસ્તારની અન્ય હોટલમાં રોકાયો છે. તેણે પોલીસના નામે હોટેલના જુઠ્ઠાણા અને બહાનાની પણ ટીકા કરી છે. દિલ્હી પોલીસે હજુ સુધી હોટલ સામે કોઈ કાર્યવાહી કરી નથી.