પૂણે: મહારાષ્ટ્રના મહાનગર પૂણેમાં (Pune City Maharashtra) રહેતા આઠ વર્ષના છોકરાએ પહેલા ઢીંગલીને ફાંસીના (Hangs doll like a Prisoner) માચડે ચડાવી અને પછી પોતે ગળેફાંસો ખાઈને આત્મહત્યા (Committed to Suicide) કરી લીધી છે. પહેલા બાળકે ઢીંગલીને ફાંસીના કેદીને બાંધે એવી રીતે બાંધી અને પછી એને લટકાવી દીધી. પછી એને એવું લાગ્યું કે, ઢીંગલી મરી ગઈ છે. પછી તેણે પોતાના મોઢા પર કપડું રાખી ગુંગળાવી નાંખ્યું. પૂણેમાં આવેલા થારેગાંવમાં આ ઘટના બની છે. આ કેસમાં પોલીસે (Pune police Investigation) ઊંડી તપાસ શરૂ કરી દીધી છે.
આ પણ વાંચો: બેંગ્લોરમાં બાઇક અને સ્કૂટીનો અકસ્માત, વિડીયો જોઈને તમારા રૂવાટા ઉભા થઇ જશે
શું કહે છે પોલીસ: આ કેસમાં પૂણે પોલીસે જણાવ્યું હતું કે, તેણે આવું એટલા માટે કર્યું કારણ કે, એક હોરર વીડિયોની એના પર માઠી અસર હતી. પોલીસે છોકરાના મોબાઈલ ફોનની તપાસ કરી હતી. એ મોબાઈલમાં હોરર વીડિયો હતો. પીંપરી ચિંચવડમાં જ્યારે આ છોકરો રમતો હતો ત્યારે તેમણે એક ઢીંગલીને લટકાવી દીધી હતી. પછી એને લાગ્યું કે, ઢીંગલી મરી ગઈ છે. એટલે તેણે પોતાના મોઢા પર કપડું નાંખી દીધુ. જ્યારે એની માતા કોઈ કામમાં વ્યસ્ત હતી ત્યારે તેમણે આ પગલું ભર્યું છે. જ્યારે આ કેસ સામે આવ્યો ત્યારે થોડા સમય માટે મોબાઈલ જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી.
આ પણ વાંચો: રેલવેની બેદરકારીને કારણે સરકારી ચોખાની હજારો બોરીઓ બગડી
ભયાનક વીડિયોનું પરિણામ: પોલીસ ઉચ્ચ અધિકારી સત્યવાન માનેએ કહ્યું હતું કે, છોકરાએ એના મોબાઈલ પર એક વીડિયો જોયો હતો. જે ખૂબ હોરર અને ભયાનક હતો. એની અસર એના દિમાંગ પર રહી હતી. હોરરર વીડિયો જોઈને તેમણે આ પગલું ભર્યું છે. બાળકોને મોબાઈલ આપીને કામ કરવા જતા માતા પિતા માટે આ એક ચેતવણી રૂપ કિસ્સો છે.