દૌસા: રાજસ્થાનના દૌસામાં રવિવારે મોડી રાત્રે જયપુર દૌસા નેશનલ હાઇવે નંબર 21 પર એક ગમખ્વાર અકસ્માત થયો હતો, જેમાં ચાર લોકોનાં મોત થયા હતા, જ્યારે 28 લોકો ઘાયલ થયાં હતાં. મળતી માહિતી અનુસાર બસ પુલ પરથી રેલવે ટ્રેક પર ખાબકી હતી. જેના કારણે બસમાં સવાર મુસાફરોની ચીસોથી વાતાવરણ તંગ બની ગયું હતું. અકસ્માતનું કારણ બસ ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી નિયંત્રણ ગુમાવ્યું હોવાનું જણાવાઈ રહ્યું છે. આ અકસ્માત દૌસાની કલેક્ટર કચેરી પાસેના સર્કલ પર થયો હતો.
-
#WATCH Rajasthan: Four people died, and several injured after a bus lost its control and fell on the railway track near Dausa Collectorate Circle. All the injured have been taken to the hospital. (05/11) pic.twitter.com/Xge5qLT9My
— ANI (@ANI) November 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH Rajasthan: Four people died, and several injured after a bus lost its control and fell on the railway track near Dausa Collectorate Circle. All the injured have been taken to the hospital. (05/11) pic.twitter.com/Xge5qLT9My
— ANI (@ANI) November 6, 2023#WATCH Rajasthan: Four people died, and several injured after a bus lost its control and fell on the railway track near Dausa Collectorate Circle. All the injured have been taken to the hospital. (05/11) pic.twitter.com/Xge5qLT9My
— ANI (@ANI) November 6, 2023
હરિદ્વારથી ઉદયપુર જઈ રહી હતી બસ: પોલીસ નાયબ અધિક્ષક બજરંગ સિંહ શેખાવતે જણાવ્યું હતું કે, જે બસ અકસ્માતનો ભોગ બની હતી તે હરિદ્વારથી ઉદયપુર જઈ રહી હતી. મોડી રાત્રે આશરે 2.15 કલાકે આ દૂર્ઘટના સર્જાઈ હતી. બસ કલેક્ટર કચેરી સર્કલ ખાતે પુબ્રીજની ROB દિવાલ તોડીને રેલવે ટ્રેક પર પડી હતી. બસ આશરે 50 ફૂટની ઊંચાઈએથી નીચે પડી હતી. પોલીસ અને રેસ્ક્યુ ટીમની મદદથી બસ સવાર મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. સાથે જ સાવચેતીના ભાગરૂપે બંને તરફથી રેલ્વે ટ્રાફિક પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એક વ્યક્તિનું પાછળથી મોત થયું હતું.
-
VIDEO | "The bus was travelling from Haridwar to Udaipur, but fell on a railway track in Dausa from an overbridge at 2.15 am. Three people were killed in the incident," says a police official. pic.twitter.com/WtuSJqqV1o
— Press Trust of India (@PTI_News) November 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">VIDEO | "The bus was travelling from Haridwar to Udaipur, but fell on a railway track in Dausa from an overbridge at 2.15 am. Three people were killed in the incident," says a police official. pic.twitter.com/WtuSJqqV1o
— Press Trust of India (@PTI_News) November 6, 2023VIDEO | "The bus was travelling from Haridwar to Udaipur, but fell on a railway track in Dausa from an overbridge at 2.15 am. Three people were killed in the incident," says a police official. pic.twitter.com/WtuSJqqV1o
— Press Trust of India (@PTI_News) November 6, 2023
ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા: દૌસા અકસ્માતમાં ઘાયલ થયેલા લગભગ એક ડઝન લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યારે અન્ય એક વ્યક્તિને જયપુર રિફર કરવામાં આવ્યો હતો. દૌસાના એસડીએમ રાજકુમાર કાસવાએ જણાવ્યું હતું કે અકસ્માત બાદ સબ ડિવિઝનલ ઓફિસરને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા અને અકસ્માત સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સાથે જ ઘાયલોની સારવાર માટે તબીબોને સૂચના આપવામાં આવી હતી. દુર્ઘટના બાદ કલેક્ટર કમર ઉલ ઝમાને પણ રાહત કાર્યની સમીક્ષા કરી હતી.
મૃતકોની ઓળખ થઈ ગઈઃ દૌસા અકસ્માતમાં મૃતકોની ઓળખ થઈ ગઈ છે. મૃતકોમાં મિશ્રીલાલના પુત્ર ચંદ્રશેખર અને નસીરાબાદના રહેવાસી તેની પત્ની રશ્મિ, ટીકુડા મહાવરના પુત્ર નંદરામ, તેમજ જયપુર અને પશ્ચિમબંગાળના નાદિયાના એક મૃતકનો સમાવેશ થાય છે.