ETV Bharat / bharat

ગુરૂવારનો દિવસ તમારા માટે કેવો રહેશે…? જાણો તમારૂ રાશિફળ

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે ગુરૂવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

ગુરૂવારનો દિવસ તમારા માટે કેવો રહેશે…? જાણો તમારૂ રાશિફળ
ગુરૂવારનો દિવસ તમારા માટે કેવો રહેશે…? જાણો તમારૂ રાશિફળ
author img

By

Published : Mar 18, 2021, 6:30 AM IST

Updated : Mar 18, 2021, 6:54 AM IST

મેષ: આજના દિવસના પ્રારંભે નવા કાર્યની શરૂઆત કરવા માટે આપ ઉત્‍સાહથી થનગનતા હતા. તન-મનની સ્‍વસ્‍થતા પણ અનુભવશો. મિત્રો સગાં સ્‍નેહીઓ સાથે મિલન સમારંભમાં જવાનું થાય પરંતુ બપોર પછી કોઇક કારણસર આપની તબિયત નાજૂક થઈ શકે છે. ખાવાપીવામાં ધ્‍યાન રાખવું. નાણાંકીય બાબતો અને લેવડદેવડમાં પણ ધ્‍યાન રાખવું પડે. મનની ઉદાસીનતા આપનામાં નકારાત્‍મક વિચારો પેદા ન કરે તે જોવું. આજનો દિવસ મધ્‍યમ ફળદાયી બને.

વૃષભ: ઘરના સભ્‍યો સાથે આપ અગત્‍યની ચર્ચા કરશો. ઘરની કાયાપલટ કરવા માટે આપ રસપૂર્વક કાર્ય કરશો. માતા સાથેના સંબંધો સારા રહે. ઓફિસમાં ઉપરી અધિકારીઓ સાથેના સંબંધો સુધરે. બપોર પછી આપ સામાજિક કાર્યમાં વધુ રસ લેશો. મિત્ર વર્તુળથી લાભ થાય. સ્‍વજનો સાથે સંપર્ક અને વ્‍યવહાર કરવાનું બને. સંતાનોથી લાભ થાય. નવા મિત્રો બને. આકસ્મિક ધનલાભની શક્યતા છે.

મિથુન: પરિવાર અને વ્‍યવસાય ક્ષેત્રે આપનો દિવસ સારી રીતે પસાર થશે. કારણ કે બંને સ્‍થળે આપ અગત્‍યના મુદ્દાઓ હાથ ધરશે. કાર્યબોજ વધતાં તબિયતમાં થોડોક થાક વર્તાશે. પરંતુ બપોર પછી સાંજે આપની તબિયત સુધરે. મિત્રોમાં મિલનથી આનંદ થાય. તેમની સાથે ક્યાંક ફરવા કે પર્યટન પર જવાનું પણ આયોજન થાય. સામાજિક કાર્યોમાં ભાગ લેવાનું થાય.

કર્ક: પરિવાર અને વ્‍યવસાયના ક્ષેત્રે આપનો દિવસ સારી રીતે પસાર થશે. કારણ કે બંને સ્‍થળે આપ અગત્‍યના મુદ્દાઓ હાથ ધરશો. કાર્યબોજ વધતા તબિયતમાં થોડોક થાક વર્તાશે પરંતુ બપોર પછી આપની તબિયત સુધરે. મિત્રોના મિલનથી આનંદ થાય. તેમની સાથે ક્યાંક ફરવા કે પર્યટન પર જવાનું થાય. સામાજિક કાર્યોમાં ભાગ લેવાનું થાય.

સિંહ: આજે દિવસના ભાગમાં આપ શરીર અને મનથી થોડીક બેચેની અને અસ્‍વસ્‍થતા અનુભવો પરંતુ જો મનપસંદ પ્રવૃત્તિઓમાં ભાગ લેશો તો સ્થિતિ સુધારા તરફી રહે. મગજમાં ગુસ્‍સો કાઢી નાખવાની સલાહ છે. મધ્‍યાહન બાદ આપની શારીરિક માનસિક હાલતમાં સુધારો થાય. પરિવારમાં પણ આનંદનું વાતાવરણ રહે. વ્‍યાવસાયિક સ્‍થળે ઉપરી અધિકારીઓ સાથે અગત્‍યની ચર્ચા થાય. કુટુંબના સભ્‍યો સાથે આપ મહત્‍વની બાબતો વિચારશો.

કન્યા: આપનો આજનો દિવસ ઉંડી ચિંતનશક્તિ તેમજ રહસ્‍યમય વિદ્યાઓ તરફ આકર્ષવાનો છે. આજે સમજી વિચારીને બોલવું કે જેથી કોઇ સાથે વિખવાદ કે મનદુ:ખ ન થાય. તબિયતમાં થોડી અસ્‍વસ્‍થતા અને બેચેની રહેશે. બપોર પછી પ્રવાસનું આયોજન કરી શકો. આજે આપના પ્રયત્‍નો ખોટી દિશામાં થતા હોય તેવું લાગે. ધાર્મિક કે માંગલિક કાર્યોમાં જવાનો પ્રસંગ ઉપસ્થિત થાય.

તુલા: વર્તમાન સમયમાં આપ સામાજિક અને જાહેર જીવનના ક્ષેત્રે સરાહના મેળવશો. પ્રિયપાત્રના મિલનથી આપનું મન પુલકિત થશે. દાંપત્‍યજીવનમાં સુખ- સંતોષ અનુભવાય પરંતુ મધ્‍યાહન પછી સાંજે આપે વાણી અને વર્તન પર સંયમ રાખવો પડે. હિતશત્રુઓની ચાલથી સાવધ રહેવું પડશે. બપોર પછી કાર્યની શરૂઆત કરવી યોગ્‍ય નથી. શક્ય હોય તો પ્રવાસ નિવારવો. આધ્યાત્મિક સિદ્ધિ મળવાનો યોગ છે.

વૃશ્ચિક: આજે આપનો સમગ્ર દિવસ ખૂબ જ પ્રવૃત્તિમય અને ખુશખુશાલ રહેશે. આપ નોકરી- વ્‍યવસાયના કામમાં વ્‍યસ્‍ત રહો અને તેમાં આપને લાભ પણ મળશે. વધારે લોકો સાથે મળીને આપ વિચારોનું આદાનપ્રદાન કરી શકશો. ગૃહસ્‍થ અને દાંપત્‍યજીવનમાં આનંદ છવાયેલો રહેશે. જાહેરક્ષેત્રમાં તમારા કામની પ્રશંસા થાય. પ્રિયપાત્ર સાથે પ્રેમનો સુખદ અનુભવ થાય. વાહનસુખ મળે.

ધન: આજે સવારના ભાગમાં આપ તન અને મનથી થોડો થાક મહેસૂસ કરો માટે પૌષ્ટિક આહાર. કામની વધુ પડતી ભાગદોડ રહે, તથા પરિશ્રમના પ્રમાણમાં ઓછી સફળતા મળે, પરંતુ બપોર પછી આપ શરીર અને મનથી સ્‍વસ્‍થતા અનુભવશો. મિત્રો સ્‍વજનો સાથે આનંદપૂર્વક સમય પસાર થાય. આપના હાથે કોઇ ધાર્મિક કે પુણ્‍યનું કામ થાય. આર્થિક લાભ થવાના સંજોગો છે. નાણાકીય આયોજનો હાથ ધરી શકો.

મકર: આજે આપને વધુ પડતા લાગણીશીલ અને સંવેદનશીલ ન બનવાની સલાહ છે. જળાશયોથી દૂર રહેવું. જમીન જાયદાદના દસ્‍તાવેજો આજે ન કરવા. માનસિક સ્વસ્થતા જાળવી રાખવા માટે વિવિધ પ્રવૃત્તિઓમાં રુચિ લઈ શકો છો. તબિયત સંભાળવી. જિદ્દી વલણ ટાળવું. સંતાનો અંગેની બાબતોમાં વધુ ધ્યાન આપવાની સલાહ છે. સરકાર તેમજ ઉપરી અધિકારીઓના સંબંધમાં કાર્ય સફળતા મળે. આજે મુસાફરી ટાળવી.

કુંભ: આપને આજે નવું કામ કરવાની પ્રેરણા મળશે, પરંતુ વિચારોમાં ઝડપી ફેરફાર આવવાને કારણે મહત્વના કાર્યોમાં કોઇ અંતિમ નિર્ણય લઇ શકો. લેખન કાર્ય માટે સારો દિવસ છે. પરંતુ બપોર પછી સંજોગોમાં પલટો આવશે. આપનું મન અજંપો અને બેચેની અનુભવશે. કોઇના વાણી વર્તનથી આપને ઠેસ પહોંચશે. મકાન જમીન વગેરેના દસ્‍તાવેજો આજે ન કરવા. માનસિક વ્‍યગ્રતા દૂર કરવા આધ્યાત્મિકતા યોગનો સહારો લેવો.

મીન: વર્તમાન દિવસે આપને સ્‍વાર્થી વલણ છોડીને બીજાનો વિચાર કરવાની સલાહ આપવામાં આવે છે. ઘર, કુટુંબ કે નોકરી-વ્‍યવસાયમાં સમાધાનકારી વલણ અપનાવવાથી બાજી નહીં બગડે. વાણી પરનો સંયમ જ વિવાદ તેમજ મનદુ:ખ ટાળી શકાશે. થોડો સુધારો જણાશે. આપ નવું કામ કરવા પ્રેરાશો અને તેની શરૂઆત પણ કરી શકો પરંતુ દ્વિધાયુક્ત પરિસ્થિતિ વચ્‍ચે મહત્‍વના નિર્ણય લેવાનું ટાળવું. અંગત કારણસર નાનકડી મુસાફરીનો યોગ છે.

Last Updated : Mar 18, 2021, 6:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.