અમદાવાદ: 3 મે 2023ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ, ક્યા હાથ છોડી શકાય. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.
મેષ: આજે કન્યા રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી ષષ્ટમ ભાવમાં ચંદ્ર છે. લાંબાગાળાનું આર્થિક આયોજન કરવા માટે સાનુકૂળ દિવસ છે. આર્થિક અને વ્યાવસાયિક દૃષ્ટિએ લાભદાયક દિવસ હોવાનું લાગે છે. તન મનથી સ્ફૂર્તિ અને તાજગીનો અનુભવ કરશો. મિત્રો સ્વજનો તરફથી ભેટ સોગાદ મળે, તેમની સાથેનો સમય આનંદમાં પસાર થાય. તેમની સાથે કોઇ સમારંભ કે પર્યટનમાં જોડાવાની શક્યતાઓ ઉભી થાય. સદભાવના સાથે કરેલું પરોપકારનું કાર્ય આપને આંતરિક ખુશી આપશે.
વૃષભ: આજે કન્યા રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી પંચમ ભાવમાં ચંદ્ર છે. આજે આપની વાણીનો જાદૂ કોઇને અભિભૂત કરીને આપને લાભ અપાવશે. વાણીની સૌમ્યતા નવા સંબંધો બાંધવામાં સહાય કરશે. સારૂં કામ કરવાની પ્રેરણા થાય. વાંચન- લેખન જેવી સાહિત્યિક પ્રવૃત્તિઓમાં અભિરૂચિ વધશે. મહેનતનું અપેક્ષિત પરિણામ ન મળવા છતાં આપના કામમાં ખંત અને ચીવટ આપની પ્રગતિ કરશે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં સારો દેખાવ કરી શકશે. પ્રિયજનની મુલાકાત શક્ય બને. પેટની તકલીફ પરેશાન કરે.
મિથુન: આજે કન્યા રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી ચતુર્થ ભાવમાં ચંદ્ર છે. દ્વિધામાં અટવાતું આપનું મન અગત્યના નિર્ણયો લેતા અટકાવશે માટે દરેક બાબતોને વ્યવહારુ અભિગમથી વિચારવી પડશે. વધુ પડતો વિચાર કરવાના બદલે કામ પર ધ્યાન આપશો તો પણ આપ બહેતર અનુભવ કરી શકશો. વધુ પડતી લાગણીશીલતા આપની મક્કમતાને ઢીલી બનાવશે. પાણી તથા અન્ય પ્રવાહી પદાર્થોથી કાળજી રાખવી. પરિવાર કે જમીન મિલકતને લગતી બાબતો અંગેની ચર્ચા અને પ્રવાસ ટાળવાની સલાહ આપવામાં આવે છે. શારીરિક અને માનસિક સ્વસ્થતાનો અભાવ રહે.
કર્ક: આજે કન્યા રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી તૃતીય ભાવમાં ચંદ્ર છે. આજે તમને તાજગીના અનુભવ સાથે ઘરમાં પણ આનંદનું વાતાવરણ રહેશે. મિત્રો, સ્નેહીજનો સાથે મુલાકાત થાય. ભાઇબહેનોથી લાભ, શુભ કાર્યોના આરંભ માટે આજે અનુકૂળ દિવસ હોવાનું જણાઈ રહ્યું છે. કાર્ય સફળતા અને પ્રિયપાત્રના સંગાથથી આપ આનંદિત રહેશો. આર્થિક લાભ અને ભાગ્યવૃદ્ધિની સંભાવનાઓ છે. નાની મુસાફરી થાય. માન- સન્માનમાં વૃદ્ધિ થાય.
સિંહ: આજે કન્યા રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી દ્વિતિય ભાવમાં ચંદ્ર છે. પરિવારના સભ્યો સાથે સુખશાંતિથી દિવસ પસાર થાય તેમનો સાથ સહકાર મળે. સ્ત્રી મિત્રોની વિશેષ મદદ મેળવી શકશો. દૂર વસતા મિત્રો અને સ્નેહીજનો સાથેનો સંપર્ક કે સંદેશવ્યવહાર આપને લાભદાયી નીવડશે. આપ પ્રભાવિત વાક્છટાથી અન્ય લોકોનું ધ્યાન કેન્દ્રીત કરી શકો. આવક કરતાં ખર્ચનું પ્રમાણ વધારે રહે. ઉત્તમ ભોજનની પ્રાપ્તિ થાય. નિર્ધારિત કાર્યોમાં ઓછી સફળતા મળે.
કન્યા: આજે કન્યા રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી પ્રથમ ભાવમાં ચંદ્ર છે. આજના લાભદાયી દિવસે આપની વૈચારિક સમૃદ્ધિ વધશે. વાક્ચાતુર્ય અને મીઠી વાણીથી આપ લાભ પ્રદ સુમેળભર્યા સંબંધો વિકસાવી શકો. ઉત્તમ ભોજન, ભેટ-સોગાદ અને સુંદર વસ્ત્રોની પ્રાપ્તિ થાય. શરીર તેમજ મનની સ્વસ્થતા જળવાય. સુખ આનંદની પ્રાપ્તિ, જીવનસાથીની નિકટતા અને પ્રવાસ પર્યટનથી આપનો આજનો દિવસ ખુશહાલ રહેશે.
તુલા: આજે કન્યા રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી દ્વાદશ ભાવમાં ચંદ્ર છે. આજના દિવસે અવિચારી વલણ આપને તકલીફમાં મૂકી શકે છે માટે કોઈની સાથે વાત કરવામાં અથવા કામ કરવામાં તમારા વર્તન અને વાણીમાં વિનમ્રતા અને સહકારની ભાવના હોવી ખાસ આવશ્યક છે. અવિચારી ઉતાવળ ટાળશો તો ઈજાથી બચી શકો છો. કોઈની સાથે વધુ પડતી દલીલબાજીમાં પડવાના બદલે પોતાના કામથી મતલબ રાખવાની નીતિ આપના માટે બહેતર રહેશે. સગા સંબંધીઓ સાથે અણબનાવ થાય. મનોરંજન કે હરવાફરવા પાછળ નાણાં ખર્ચાય. શારીરિક માનસિક વ્યગ્રતા ઓછી કરવા આધ્યાત્મિકતા મદદરૂપ થાય.
વૃશ્ચિક: આજે કન્યા રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી એકાદશ ભાવમાં ચંદ્ર છે. નોકરી ધંધા અને વ્યવસાયમાં લાભ પ્રાપ્તિ થાય. મિત્રો સાથે મુલાકાત, પ્રવાસનું આયોજન કરશો. લગ્નોત્સુક યુવક- યુવતીઓના લગ્ન માટે ઉજળા સંજોગો સર્જાય. પુત્ર તેમજ પત્નીથી લાભ થાય તેમજ વડીલો અને વડીલ બંધુ પણ આપના લાભમાં નિર્મિત્ત બનશે. સ્નેહીજનો, મિત્રો તરફથી ભેટ સોગાદો મળે. ઉપરી અધિકારીઓની મહેરબાની રહે. સાંસારિક જીવનમાં આનંદનો અનુભવ કરશો.
ધન: આજે કન્યા રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી દશમ ભાવમાં ચંદ્ર છે. આજે આપની યશ, કિર્તી, પ્રતિષ્ઠામાં વધારો થશે. કાર્યક્ષેત્રે ઉપરી અમલદારો ખુશ રહેતાં બઢતીની શક્યતાઓ વધે. તંદુરસ્તી જળવાય. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. પિતા તરફથી તેમજ સરકાર તરફથી લાભ મળે. આર્થિક આયોજનો સારી રીતે પાર પડે. વેપાર ધંધાર્થે પ્રવાસ થાય. અન્ય લોકોને મદદરૂપ થવાનો પ્રયત્ન કરશો. દાંપત્યજીવનમાં મધુરતા રહે.
મકર: આજે કન્યા રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી નવમ ભાવમાં ચંદ્ર છે. બૌદ્ધિક કાર્ય કે સાહિત્યલેખન જેવી પ્રવૃત્તિઓ માટે આજે અનુકૂળ દિવસ છે. આપના વ્યવસાયમાં નવી વિચારસરણી આપના કાર્યને નવો ઓપ આપશે. વ્યવસાય ક્ષેત્રે સ્પર્ધા અને નવા પડકારોનો સામનો કરવાની તૈયારી રાખવી. તમારે નવી શૈલી પણ અપનાવવી પડે તેવી સંભાવના છે. કામના ભારણના કારણે શરીરમાં થોડો થાક અનુભવાય. સંતાનોની બાબતોમાં તમારે વધુ ધ્યાન આપવું પડશે અને તેમના માટે ધનખર્ચ થાય. પ્રતિસ્પર્ધીઓ સાથે વાદવિવાદ ટાળવો.
કુંભ: આજે કન્યા રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી અષ્ટમ ભાવમાં ચંદ્ર છે. આજે આપને નિષેધાત્મક કાર્યો અને નકારાત્મક વિચારોથી દૂર રહેવાની સલાહ છે. ઝઘડો- વિવાદ ટાળવો ક્રોધ અને વાણી પર સંયમ રાખવો પડે. પરિવારના સભ્યો સાથે શાંતિથી વાત કરવી અને તેમની દરેક જરૂરિયાતો પૂર્ણ કરવા માટે શક્ય એવા પ્રયાસ કરવા. નાણાંભીડ અનુભવાશે માટે પૂર્વાયોજન કરવાની સલાહ છે. વધુ પડતા વિચારોથી આપ માનસિક થાક અનુભવશો. ઇશ્વરનું નામ સ્મરણ અને આધ્યાત્મિકતા આપના માનસિક બોજને હળવો કરશે.
મીન: આજે કન્યા રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી સપ્તમ ભાવમાં ચંદ્ર છે. આજના દિવસે આપ આપની દૈનિક પ્રવૃત્તિઓમાંથી થોડી હળવાશ મેળવીને બહાર ફરવામાં તેમજ મનોરંજનની પ્રવૃત્તિઓમાં સમય ગાળવાનું પસંદ કરશો. કુટુંબીઓ, મિત્રો સાથે પ્રવાસ પર્યટન કે બહાર ભોજન લેવા જવાનું થાય. નાટક, સિનેમા વગેરે મનોરંજન સ્થળોની મુલાકાત થાય. આજે આપ તન અને મન બંનેથી પ્રફુલ્લિત રહેશો. દાંપત્યજીવનમાં મધુરતા છવાય. જાહેરજીવનમાં આપની પ્રતિષ્ઠા વધશે.