અમદાવાદ: 22 જૂન 2023ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ, ક્યા હાથ છોડી શકાય. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.
મેષ: આજે ચંદ્ર 22 જૂન, 2023 ગુરૂવારના દિવસે કર્ક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી ચતુર્થ ભાવમાં રહેશે. આપના આજનો દિવસમાં આપને વૈચારિક ગડમથળ વધારે રહેવાની શક્યતા છે. આવી સ્થિતિમાં વધુ પડતા લાગણીના પ્રવાહમાં તમે તણાઈ શકો છો માટે શક્ય હોય ત્યાં સુધી વ્યવહારુ અભિગમ સાથે દરેક બાબત જોવાની સલાહ આપવામાં આવે છે. માતાની તબિયત અંગે વિશેષ ધ્યાન રાખવાની સલાહ છે. સ્થાવર મિલકત બાબતની ચર્ચા ટાળવી. વાહન ચલાવતા ધ્યાન રાખવું. જળાશયોથી દૂર રહેવું. વિદ્યાર્થીઓ માટે સમય મધ્યમ છે. ઓફિસમાં કે વ્યવસાયમાં સ્ત્રીવર્ગથી ચેતતા રહેવાની સલાહ આપવામાં આવે છે.
વૃષભ: આજે ચંદ્ર 22 જૂન, 2023 ગુરૂવારના દિવસે કર્ક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી તૃતીય ભાવમાં રહેશે. આજે આપ તન અને મનથી હળવાશનો અનુભવ કરશો. આપના ઉત્સાહમાં વધારો થશે. આજે આપનું મન સંવેદનશીલ અને લાગણીથી હર્યુંભર્યું હશે. આપની કલ્પનાશક્તિમાં વધારો થાય. પરિણામે આપ એક નવી જ દુનિયામાં વિહાર કરતા જણાઓ. પરિવારની બાબતમાં ઉંડો રસ લેશો અને મિત્રો સાથે પ્રવાસનું આયોજન પણ કરશો. આર્થિક બાબતો પર વધુ લક્ષ્ય આપશો. ભાવતાં ભોજનનો સ્વાદ માણવા મળે.
મિથુન: આજે ચંદ્ર 22 જૂન, 2023 ગુરૂવારના દિવસે કર્ક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી દ્વિતિય ભાવમાં રહેશે. આજના દિવસમાં આપના કાર્યો પાર પાડવામાં થોડો વિલંબ થાય પણ તે અંગેના પ્રયાસો ચાલુ રાખતાં આપ તે કાર્યો નિર્ધારિત રીતે પાર પાડી શકશો. આર્થિક આયોજનો અંગે પ્રથમ થોડાક અવરોધો જણાય પણ પછી આપને માર્ગ ખુલ્લા થતો જણાય. નોકરી અને વ્યવસાયના સ્થળે સહકર્મચારીઓ સાથે વાતાવરણ સુમેળભર્યું રહે. મિત્રો અને શુભેચ્છકો સાથેના મિલનથી આપને આનંદ થશે. કુટુંબમાં ખુશાલીનું વાતાવરણ રહે.
કર્ક: આજે ચંદ્ર 22 જૂન, 2023 ગુરૂવારના દિવસે કર્ક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી પ્રથમ ભાવમાં રહેશે. મિત્રો, સગાં સ્નેહીઓ અને કુટુંબીજનોની સંગાથે આપ આજનો દિવસ ખૂબ જ આનંદ ઉલ્લાસમાં પસાર કરશો. આજના દિવસે આપ વધુ પડતા લાગણીશીલ બનો. પ્રવાસ યાત્રાની શક્યતા ઓ છે. આજે આપની શારીરિક સુખાકારી તો જળવાશે જ પણ માનસિક રીતે પણ હળવાફુલ રહેશો. સુરૂચિપૂર્ણ ભોજનનો આસ્વાદ માણશો. જીવનસાથી તરફ વિશેષ આકર્ષણ રહેશે. પત્નીસુખ સારું મળે. આર્થિક લાભનો દિવસ છે.
સિંહ: આજે ચંદ્ર 22 જૂન, 2023 ગુરૂવારના દિવસે કર્ક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી દ્વાદશ ભાવમાં રહેશે. વધુ પડતી લાગણીશીલતામાં રહેવાના બદલે આજે આપને દરેક કાર્ય શાંતિથી અને ધીરજથી ઉકેલવાની સલાહ છે. નિર્ણય લેતી વખતે દરેક બાબતો પર વિચાર કરવાની સલાહ છે. શક્ય હોય ત્યાં સુધી બીજા સાથે વાણી અને વર્તનમાં સૌમ્ય રહેવું. સ્ત્રી વર્ગથી આજે સાવધાનીપૂર્વક રહેવું. ઉગ્ર દલીલો કે ચર્ચાવિવાદથી બચવું. કોર્ટ કચેરીના મામલામાં સાવધાનીપૂર્વક આગળ વધવું. આંખોમાં પીડા થવાની સંભાવના છે. વર્તનમાં સંયમ અને વિવેક રાખવો. ગેરસમજ ટાળવી. ખર્ચનું પ્રમાણ આજે વધારે રહેશે.
કન્યા: આજે ચંદ્ર 22 જૂન, 2023 ગુરૂવારના દિવસે કર્ક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી એકાદશ ભાવમાં રહેશે. આપનો આજનો દિવસ અત્યંત આનંદ ઉલ્લાસમાં પસાર થશે. આજે વિવિધ ક્ષેત્રે આપને લાભ મળે. આમાં સ્ત્રી મિત્રોની ભૂમિકા મહત્ત્વની રહેશે. પ્રિયપાત્ર સાથે મિલન આનંદદાયક રહેશે. મિત્રો સાથે સુંદર મનોહર સ્થળે પર્યટનનું આયોજન કરશો. વેપાર અર્થે પણ પ્રવાસનું આયોજન થાય. સંતાનોના શુભ સમાચાર મળે.
તુલા: આજે ચંદ્ર 22 જૂન, 2023 ગુરૂવારના દિવસે કર્ક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી દશમ ભાવમાં રહેશે. આજનો દિવસ આપના માટે શુભ છે. નોકરી અને વ્યવસાયના ક્ષેત્રે આપના માટે અનુકૂળ વાતાવરણ રહેશે. ઉપરી અધિકારીઓ સાથે આપ અગત્યની ચર્ચા કરો. તેમના તરફથી પ્રોત્સાહન મળશે. નોકરીમાં આપનો હોદ્દો વધે તેવી શક્યતા છે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. ગૃહસ્થજીવનમાં આનંદ ઉલ્લાસનું વાતાવરણ છવાયેલું રહેશે. માતા તરફથી લાભની પ્રાપ્તિ થાય. સરકારી કાર્યોમાં સફળતા મળે.
વૃશ્ચિક: આજે ચંદ્ર 22 જૂન, 2023 ગુરૂવારના દિવસે કર્ક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી નવમ ભાવમાં રહેશે. આજે આપનો નોકરી વ્યવસાયના સ્થળે સાચવીને કામ કરવાની સલાહ છે. ઉપરી અધિકારીઓ તરફથી આપની અપેક્ષા પ્રમાણે સહકાર ના મળે તો તેમના માટે તમારા મનમાં નકારાત્મક પૂર્વધારણા બાંધવી નહીં કારણ તે તેઓ ભવિષ્યમાં તો તમને મદદ કરવાના જ છે. વેપારીઓને વ્યવસાયમાં સ્પર્ધાનું પ્રમાણ વધુ અનુભવાશે. શરીરમાં થોડીક આળસ ચિંતા રહે પરંતુ જો મેડિટેશન સાથે થોડો આત્મવિશ્વાસ કેળવશો તો ખરેખર સફળતાની શક્યતા છે. સંતાનો સાથે કોઈપણ બાબતે શાંતિથી વાત કરવી. રાજકીય મુશ્કેલીઓ ઉભી થાય. ધન ખર્ચની તૈયારી રાખવી પડશે. નાના પ્રવાસની શક્યતા છે.
ધન: આજે ચંદ્ર 22 જૂન, 2023 ગુરૂવારના દિવસે કર્ક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી અષ્ટમ ભાવમાં રહેશે. આજે કોઇપણ નવા કાર્યની શરૂઆત ન કરવાની સલાહ આપવામાં આવે છે. રોગોપચારની શરૂઆત પણ ન કરવી. વાણી અને વર્તન પર સંયમ રાખવો. અતિસંવેદનશીલતા આપના મનને વ્યથિત બનાવે માટે વ્યવહારુ અભિગમ રાખવાની ખાસ સલાહ છે. તબિયત પણ થોડી સંભાળવી જરૂરી છે. ધનખર્ચ વધે. અનૈતિક સંબંધો અને નિષેધાત્મક કાર્યોથી દૂર રહેવું. મુસાફરી ન કરવી. ઇશ્વર આરાધના અને યોગધ્યાનથી મન શાંત થાય.
મકર: આજે ચંદ્ર 22 જૂન, 2023 ગુરૂવારના દિવસે કર્ક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી સપ્તમ ભાવમાં રહેશે. વિવિધ એજન્સીઓ દ્વારા આપનો વેપાર વિસ્તરે અને તેનો વિકાસ થાય. દલાલી કમિશન વ્યાજ વગેરેની આવકમાં વધારો થવાથી નાણાંકીય છૂટ રહેશે. પ્રબળ ધનલાભના યોગો છે. સંતાનોના અભ્યાસ અંગે દોડધામ રહે. કાર્યમાં સફળતા મળે. વિચારોમાં થોડી દ્વિધા અને અસ્િથરતા રહે. વિજાતીય વ્યક્તિઓથી મિલન-મુલાકાત થાય. તંદુરસ્તી સારી રહે. વાહન, માન, મોભો અને જાહેર સન્માન મળે. નવા વસ્ત્રોની ખરીદી થાય. નાનકડો મનોરંજક પ્રવાસ થાય.
કુંભ: આજે ચંદ્ર 22 જૂન, 2023 ગુરૂવારના દિવસે કર્ક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી ષષ્ટમ ભાવમાં રહેશે. દિવસ આપના માટે ખુશી અને આનંદદાયક પુરવાર થશે. આપના કાર્યમાં સફળતા અને યશકીર્તિની પ્રાપ્તિ થશે. પરિવાર સાથે સારી રીતે દિવસ પસાર કરશો. નોકરી- વ્યવસાયના ક્ષેત્રે આપને સાથી કાર્યકરોનો ખૂબ સહકાર મળશે. ઘરમાં આનંદપૂર્ણ વાતાવરણ રહે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જળવાશે. કામની બાબતોમાં ખર્ચ થાય.
મીન: આજે ચંદ્ર 22 જૂન, 2023 ગુરૂવારના દિવસે કર્ક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી પંચમ ભાવમાં રહેશે. આજે આપ કલ્પનાની દુનિયામાં વિહાર કરો. લેખન અને કાવ્યશક્તિને તમે યોગ્ય રીતે નિખારી શકશો. વિદ્યાર્થીઓ તેમના વિદ્યાભ્યાસમાં સારો દેખાવ કરી શકશે. પ્રેમીજનો માટે સારો દિવસ છે. પાણીથી આજે સંભાળવું. આપનો મિજાજ રંગીન રહે. સ્વભાવમાં સંયમ રાખવો. માનસિક સમતુલા જાળવી રાખવાની સલાહ આપવામાં આવે છે.