અમદાવાદ: 15 જૂન 2023ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ, ક્યા હાથ છોડી શકાય. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.
મેષ: આજે ચંદ્ર 15 જૂન, 2023 ગુરૂવારના દિવસે મેષ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી પ્રથમ ભાવમાં રહેશે. આજનો દિવસ આપના માટે શુભ નીવડશે. આજે પરિવારના સભ્યો, મિત્રો કે સ્નેહીઓ સાથે સ્નેહમિલન સમારંભમાં જવાનું મળે અને ઉત્તમ ભોજનની પ્રાપ્તિ થાય. કાર્યની નવી શરૂઆત કરવા માટે ઉત્સાહ અનુભવાય. તન-મનની સ્વસ્થતા જળવાશે. પરંતુ અતિ ઉત્સાહ આપને હાનિ ન પહોંચાડે તેનું ધ્યાન રાખવું. ધનપ્રાપ્તિના યોગ હોવાનો સંકેત મળી રહ્યા છે.
વૃષભ: આજે ચંદ્ર 15 જૂન, 2023 ગુરૂવારના દિવસે મેષ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી દ્વિતિય ભાવમાં રહેશે. આજે કોઇપણ પ્રકારનું અવિચારી પગલું કે નિર્ણય લેતા પહેલાં સંભાળવું જરૂરી છે. કોઇકની સાથે ગેરસમજ ઉભી થવાની શક્યતા ટાળવા માટે વાણી અને વર્તનમાં શક્ય એટલી પારદર્શકતા રાખવી. નાદુરસ્ત તબિયત આપના મનને પણ ઉદાસ બનાવી શકે છે માટે સ્વાસ્થ્ય પણ સંભાળવું. આ સમયમાં તમારા પરિવારમાં સ્નેહીજનોનો વિરોધ મતભેદ ઉભા થાય તો સમાધાનની નીતિ રાખવી પડશે. મહેનતનું યોગ્ય વળતર ના મળે તો નિરાશા થયા વગર પ્રયાસ ચાલુ રાખવા. આજનો દિવસ થોડો ખર્ચાળ સાબિત થઈ શકે છે.
મિથુન: આજે ચંદ્ર 15 જૂન, 2023 ગુરૂવારના દિવસે મેષ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી તૃતીય ભાવમાં રહેશે. સામાજિક, આર્થિક, પારિવારિક ક્ષેત્રે લાભ થવાના સંકેતો છે. સમાજમાં માન પ્રતિષ્ઠા વધશે. મિત્રો તરફથી લાભ પણ થાય અને તેમની પાછળ નાણાંનો ખર્ચ પણ કરશો. સુંદર મજાના સ્થળે પર્યટનનું આયોજન સમગ્ર દિવસને હર્ષોલ્લાસભર્યો બનાવી દે. જીવનસાથીની શોધમાં હશો તો આજે તે માટે અનુકૂળ દિવસ છે. પત્ની તેમજ પુત્ર સાથે વધુ સંવાદિતતા રહેવાથી દાંપત્યજીવનમાં મધુરતાનો અનુભવ કરશો.
કર્ક: આજે ચંદ્ર 15 જૂન, 2023 ગુરૂવારના દિવસે મેષ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી ચતુર્થ ભાવમાં રહેશે. ઘરની સાજસજાવટ પર વધારે ધ્યાન આપશો. નવું રાચરચીલું ખરીદવાની શક્યતા છે. વેપારીઓ અને નોકરિયાતો લાભ તથા બઢતીની આશા રાખી શકે છે, પરિવારની સુખ શાંતિ જળવાય, સરકારી લાભ મળે. આપની માન- પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. આર્થિક લાભ થાય. આજે તમામ કાર્યો સ્વસ્થતાથી અને સરળતાથી પાર પાડી શકશો.
સિંહ: આજે ચંદ્ર 15 જૂન, 2023 ગુરૂવારના દિવસે મેષ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી પંચમ ભાવમાં રહેશે. સ્વભાવમાં ઉગ્રતા અને ક્રોધ ટાળવાની સલાહ છે. આપને કામ કરવામાં મન ના લાગે તો વધુ પડતા પ્રયાસો કરવાના બદલે થોડો આરામ કરી લેવો. વાદવિવાદમાં અહમને અંકુશમાં રાખવો. આરોગ્યની કાળજી લેવી પડે. ઉતાવળા નિર્ણયો કે પગલાંથી નુકસાન થવાની સંભાવના છે. નોકરી ધંધાના ક્ષેત્રે અવરોધ આવવાથી ધાર્યું કામ પાર પાડી નહીં શકો. ધાર્મિક યાત્રાનું આયોજન થાય.
કન્યા: આજે ચંદ્ર 15 જૂન, 2023 ગુરૂવારના દિવસે મેષ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી ષષ્ટમ ભાવમાં રહેશે. મૌન અને સંયમને આજના દિવસનો મંત્ર બનાવવાની સલાહ આપવામાં આવે છે કારણ કે સ્વભાવની ઉગ્રતાના કારણે કોઈનાથી મનદુ:ખ થાય તેવી શક્યતા વધુ રહેશે. હિતશત્રુઓ આપને પરેશાન કરવાનો પ્રયાસ કરે જેથી સાવધાન રહેવું. નવા કાર્યની શરૂઆતમાં વધુ સતર્ક રહેવું. જળાશયોથી દૂર રહેવું હિતમાં છે. વધુ પડતો ખર્ચ થશે. ગૂઢ વિદ્યાઓ અને રહસ્યમય બાબતોમાં રૂચિ જાગશે.
તુલા: આજે ચંદ્ર 15 જૂન, 2023 ગુરૂવારના દિવસે મેષ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી સપ્તમ ભાવમાં રહેશે. રોજબરોજના કામકાજથી રાહત મનોરંજન મેળવવા આપ પાર્ટી, નાટક કે ફિલ્મ માણો તેમજ હરવા-ફરવાનું ગોઠવો અને મિત્રોને મળો તેવી શક્યતા છે. પ્રિયપાત્ર સાથેની નિકટતા આપને ખુશીની અનુભૂતિ કરાવશે. આપ કોઇ પ્રસંગ માટે નવા વસ્ત્ર-અલંકારો ખરીદશો. લોકો દ્વારા માન સન્માન મેળવી શકશો. તેમ જ જીવનસાથીની નિકટતા પણ માણી શકશો.
વૃશ્ચિક: આજે ચંદ્ર 15 જૂન, 2023 ગુરૂવારના દિવસે મેષ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી અષ્ટમ ભાવમાં રહેશે. પારિવારિક શાંતિનો માહોલ આપના તન અને મનને સ્વસ્થ રાખશે. ધારેલા કામમાં સફળતા મળે. નોકરીમાં સાથી કર્મચારીઓનો સાથ સહકાર મળશે. હરીફો અને શત્રુઓની ચાલ નિષ્ફળ જાય. મોસાળપક્ષથી લાભ થાય. આર્થિક લાભ થશે. જરૂરી કામમાં ખર્ચ થાય. બીમાર વ્યક્તિઓના આરોગ્યમાં સુધારો થતો જણાય.
ધન: આજે ચંદ્ર 15 જૂન, 2023 ગુરૂવારના દિવસે મેષ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી નવમ ભાવમાં રહેશે. આજે આપને સંતાનોના અભ્યાસ તેમજ સ્વાસ્થ્યની થોડી ચિંતા રહ્યા કરશે. પેટની લગતી તકલીફો આપને સતાવે. કામમાં સફળતા માટે આપને મહેનત વધારવાની ખાસ સલાહ છે. આપે આપના મિજાજને અંકુશમાં રાખવો જોઇએ. આપ કલા અને સાહિત્યમાં વધુ રસ લેતા થશો. આપના પ્રિયજનને મળીને આપ રોમાંચ અનુભવશો. આપે ચર્ચા અને વિવાદથી દૂર રહેવું જોઇએ.
મકર: આજે ચંદ્ર 15 જૂન, 2023 ગુરૂવારના દિવસે મેષ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી દશમ ભાવમાં રહેશે. આપનો આજનો દિવસ આપના માટે તદ્દન સારો નથી અને સાવ ખરાબ પણ નથી. જો આપ થાક, ચિંતા અને વ્યગ્રતા અનુભવો તો મેડિટેશન અને મોજશોખની પ્રવૃત્તિ દ્વારા તમારું મન બીજી દિશામાં વાળી શકો છો. પરિવારમાં તણાવ ટાળવા માટે સમાધાનકારી નીતિ વધારવી પડશે. શરીરમાં સ્ફૂર્તિ અને તાજગી વધારવા માટે તમારે પૌષ્ટિક આહાર અને પૂરતા આરામ પર ધ્યાન આપવું પડશે. જાહેરજીવનમાં તમારે સંબંધો સાચવવા માટે થોડી સમાધાનકારી નીતિ પણ રાખવી પડશે.
કુંભ: આજે ચંદ્ર 15 જૂન, 2023 ગુરૂવારના દિવસે મેષ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી એકાદશ ભાવમાં રહેશે. આજે આપ તન મનથી પ્રફુલ્લિતતાનો અનુભવ કરશો. આપના મન પર છવાયેલા ચિંતાના વાદળ દૂર થતાં આપનો ઉત્સાહ વધશે. ભાઇ- ભાંડુઓ સાથે મળીને નવાં આયોજનો હાથ ધરશો, તથા તેમની સાથે આનંદપુર્વક સમય પસાર થાય. નાનકડો પ્રવાસ થાય. મિત્રો- સ્વજનો સાથેની મુલાકાત આપના ચિત્તને પ્રસન્ન કરશે, કાર્યક્ષેત્રમાં નવી પ્રણાલિઓ દ્વારા અસરકારક પરિણામ મેળવી શકો.
મીન: આજે ચંદ્ર 15 જૂન, 2023 ગુરૂવારના દિવસે મેષ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી દ્વાદશ ભાવમાં રહેશે. આપ આજે જો જીભ પર સંયમ રાખજો જેથી ગમે તેવી વિપરિત સ્થિતિમાં પણ કોઇ સાથે ઝગડો- તકરાર થવાની સંભાવના ટાળી શકો. ખર્ચ પર કાબૂ રાખવો પડશે. નાણાંકીય બાબત કે લેવડદેવડ સંભાળપૂર્વક હાથ ધરવી. શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં થોડી અસ્વસ્થતા રહે. કુટુંબના સભ્યો સાથે મનદુ:ખ થવાના પ્રસંગ ઉભા થાય. ખાનપાન પર સંયમ રાખવો.