ETV Bharat / bharat

Daily Horoscope: આજે આ રાશિના લોકોને બપોર પછી નવા કાર્યની શરૂઆત ન કરવી, મુસાફરી ટાળવી - 11 ફેબ્રુઆરી 2023નું રાશીફળ

Daily Horoscope : તમારો આખો દિવસ કેવો રહેશે? (Today Horoscope)અભ્યાસ, પ્રેમ, લગ્ન, વ્યવસાય જેવા મોરચે ગ્રહોની સ્થિતિ કેવી રહેશે? (11 FEBRUARY 2023 HOROSCOPE) દાંપત્ય જીવનમાં મુશ્કેલીથી રાહત મળશે? બાળકોને ભણવાનું મન થતું નથી, શું કરશો ઉપાય? શું આગામી સમયમાં વિદેશ પ્રવાસ કરવાની તક મળશે? તમારા જીવનસાથી સાથે સમય કેવી રીતે પસાર થશે? (Today Rashi Bhavishya) આવા બધા પ્રશ્નોના જવાબો જાણવા માટે, Etv Bharat પર વાંચો, આજનું રાશિફળ...

Daily Horoscope: આજે આ રાશિના લોકોને બપોર પછી નવા કાર્યની શરૂઆત ન કરવી, મુસાફરી ટાળવી

author img

By

Published : Feb 11, 2023, 3:01 AM IST

અમદાવાદ: 11 ફેબ્રુઆરી 2023ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે,કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારું રહેશે. કાર્યક્ષેત્રમાં બધી 12 રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ, ક્યાં હાથ છોડી શકાય. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષઃ આજે કન્યા રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી ષષ્ટમ ભાવમાં ચંદ્ર છે. આજે નોકરિયાતો માટે લાભદાયક દિવસ છે. આનંદમય વાતાવરણ આપના મનને પ્રફુલ્લિત રાખશે. સુખદાયક બનાવો બને. આપની શારીરિક સ્‍વસ્‍થતા જળવાશે. આપ આપના સહકાર્યકરોનો સારો સાથ સહકાર મેળવશો. વિજાતીય આકર્ષણ અનુભવો. સામાજિક અને જાહેરક્ષેત્રે આપની નામના વધશે. ભાગીદારો સાથે આપના સંબંધો સુમેળભર્યા રહેશે. જીવનસાથી સાથે નિકટતા માણી શકશો.

વૃષભઃ આજે કન્યા રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી પંચમ ભાવમાં ચંદ્ર છે. આપને આજે બૌદ્ધિક ચર્ચાઓથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ માટે વધુ મહેનતનો સમય જણાઈ રહ્યો છે. મન થોડુ ચિંતાગ્રસ્‍ત રહેવાથી એકાગ્રતા વધારવા માટે મેડિટેશન કરવું. પેટના દર્દની સમસ્યા હોય તેમણે સારવાર પર ધ્યાન આપવું. બપોર બાદ આપને માંદગીમાં રાહત જણાય. આપની મનોસ્થિતિ પણ તંગ પરિસ્થિતિમાંથી હળવાશનો અનુભવ કરશો. આપના કાર્યની પ્રશંસા પ્રાપ્‍ત થાય તેથી આપ આનંદ અનુભવશો. મોસાળપક્ષ તરફથી સમાચાર મળે.

મિથુનઃ આજે કન્યા રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી ચતુર્થ ભાવમાં ચંદ્ર છે. આજે આપનામાં ચુસ્‍તી સ્‍ફુર્તીનો અભાવ રહેશે. મન તાજગીસભર નહીં રહે. પરિવારમાં ખટરાગ થાય. મકાન- વાહનના દસ્‍તાવેજો કરવામાં સાવચેતી રાખવી. આકસ્મિક ધનખર્ચની શક્યતા રહે. વાટાઘાટો કે બૌદ્ધિક ચર્ચામાં ભાગ ન લેવાની સલાહ છે. પ્રેમીજનો સાથે મિલન- મુલાકાત થાય. મિજાજ વધુ રંગીન રહે.

કર્કઃ આજે કન્યા રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી તૃતીય ભાવમાં ચંદ્ર છે. આજે આપને કોઇપણ કામ અવિચારીપણે ન કરવા જણાવે છે. આપને મિત્રો સ્‍વજનો સાથેની મુલાકાતથી આનંદ મળે. પ્રેમાળ સંબંધો આપને દ્વિત કરશે. હરીફો સામે મક્કમ રીતે ટકી શકશો પરંતુ બપોર બાદ સમયમાં થોડી પ્રતિકૂળતા વતાર્શે. શરીર અને મનની સ્‍વસ્‍થતા નહીં જળવાય. સ્‍વજનો સાથે મનદુ:ખ ટાળવાનો પ્રયાસ કરવો. માતાની સ્વાસ્થ્ય સુખાકારી માટે તમારે કાળજી લેવી આવશ્યક છે. આર્થિક ખર્ચ થાય.

સિંહઃ આજે કન્યા રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી દ્વિતિય ભાવમાં ચંદ્ર છે. આજે આપની બૌદ્ધિક ક્ષમતાથી આપને ચર્ચામાં જોડાવાનું મન થાય. પરંતુ આપે વિવાદ ટાળવો. પરિવારના સભ્‍યો સાથે એખલાસભર્યા વાતાવરણમાં દિવસ પસાર કરો. આર્થિક લાભ થવાની શક્યતા છે. પરંતુ મધ્‍યાહન પછી આપને સાંભળીને પગલું ભરવાની સલાહ છે. ભાઇ- ભાંડુઓથી લાભ થાય. આધ્યાત્મિક બાબતોમાં સિદ્ધિ મળે.

કન્યાઃ આજે કન્યા રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી પ્રથમ ભાવમાં ચંદ્ર છે. આજે આપની વાણીનો જાદુ આપવા માટે લાભદાયક પુરવાર થશે અને તેના કારણે આપ અન્‍ય લોકો સાથે સુમેળભર્યા સંબંધો બાંધી શકશો. આનંદદાયક પર્યટન થાય. વ્‍યવસાયમાં આપને ફાયદા થશે. પારિવારિક વાતાવરણ ખુશખુશાલ રહે. આર્થિક લાભ થશે. એક્સપોર્ટ- ઇમ્‍પોર્ટના વ્‍યવસાયમાં સફળતા મળે. મિષ્‍ટાન્‍ન ભોજન આરોગવા મળે.

તુલાઃ આજે કન્યા રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી દ્વાદશ ભાવમાં ચંદ્ર છે. સ્‍વભાવમાં ગુસ્‍સો અને ઉશ્‍કેરાટને કાબૂમાં રાખવાની સલાહ આપવામાં આવે છે. બોલવા પર સંયમ રાખવાથી અણબનાવ અને ઝગડો ટાળી શકશો. કાનૂની બાબતો અંગેનો નિર્ણય વિચારીને લેવો. કમ્યુનિકેશનમાં ગેરસમજ ટાળવી. ખર્ચનું પ્રમાણ વધારે રહે. તન- મનની તંદુરસ્‍તી જોખમાય પરંતુ બપોર પછી આપનું મન પ્રસન્‍નતાનો અનુભવ કરશે. આપને આર્થિક લાભ થશે. પતિ- પત્‍ની વચ્‍ચેના સંબંધોમાં મધુરતા વધે.

વૃશ્ચિકઃ આજે કન્યા રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી એકાદશ ભાવમાં ચંદ્ર છે. લગ્‍નોત્‍સુક યુવક યુવતીઓ માટે યોગ્‍ય જીવનસાથી પ્રાપ્‍ત થવાની આજે તક છે. આપની આવક અને વેપારમાં વૃદ્ધિ થવાના યોગ છે. મિત્રો સાથે પ્રવાસ-પર્યટનમાં જવાની તક મળશે. પ્રિયતમ સાથે રોમાંચક મુલાકાત થાય પરંતુ મધ્‍યાહન બાદ આપના સ્‍વભાવમાં ગુસ્‍સો અને ઉશ્‍કેરાટ આવવાની શક્યતા હોવાથી સંયમ રાખવો. કોઇની સાથે ઝગડાની સ્થિતિ ના સર્જાય તે પણ જોવાનું રહેશે. કોઇક કારણસર દોસ્‍તો સાથે અણબનાવ થવાથી માનસિક અસ્‍વસ્‍થતા વધી શકે છે.

ધનઃ આજે કન્યા રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી દશમ ભાવમાં ચંદ્ર છે. આપની નવી કાર્યયોજનાઓ સારી રીતે પસાર પડશે. વેપારીઓને વ્‍યવસાયમાં સારી સફળતા મળે. નોકરીયાતોને ઓફિસમાં સાનુકૂળ વાતાવરણ રહે. તેમની મહેનતની કદરરૂપે હોદ્દામાં બઢતી મળે. પરિવારમાં આનંદ ઉલ્‍લાસનું વાતાવરણ રહે. મિત્રો અને પ્રિયપાત્ર સાથેનું મિલન આનંદદાયક પુરવાર થશે. પ્રવાસ પર્યટનના યોગ છે. ધનલાભ માટે વર્તમાન સમય સારો છે. સંતાનોના શુભ સમાચાર મળે.

મકરઃ આજે કન્યા રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી નવમ ભાવમાં ચંદ્ર છે. વિદેશ જવા ઇચ્‍છતા લોકો માટે શક્યતાઓ ઉભી થશે. ધાર્મિક પ્રવાસ યાત્રાથી આજે આપનું મન ધર્મમય બની જશે. ભાઇબહેનોથી લાભ થાય. પરિવારમાં આનંદ ઉલ્‍લાસનું વાતવારણ રહેશે. નોકરીના ક્ષેત્રે હોદ્દામાં બઢતી મળશે. ઉપરી અધિકારીઓ આપના કામથી ખુશ રહે. ધન- માન- સન્‍માનની પ્રાપ્તિ થાય. પિતા તરફથી લાભ થાય. ગૃહસ્‍થજીવનમાં સંવાદિતા રહે.

કુંભઃ આજે કન્યા રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી અષ્ટમ ભાવમાં ચંદ્ર છે. આજે નવા કામની શરૂઆત કરવામાં વધુ સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે. તબિયતની પણ કાળજી લેવી પડશે અને ખાનપાનમાં ધ્‍યાન રાખવું. વાણીને સંભાળપૂર્વક ઉપયોગ કરવાથી આપ કોઇ સાથે ખટરાગ કે મનદુ:ખ ટાળી શકશો. મધ્‍યાહન બાદ આપનું મન પ્રફુલ્લિત અનુભવશો. આરોગ્‍ય સુધરતું જશે. સ્‍ત્રી મિત્રોથી લાભ થાય. ધાર્મિક કાર્ય કે ધાર્મિક પ્રવાસનું આયોજન થાય. ભાઇબહેનથી લાભ થવાની શક્યતા છે. આર્થિક લાભ મળે.

મીનઃ આજે કન્યા રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી સપ્તમ ભાવમાં ચંદ્ર છે. આજે વેપાર-ધંધામાં ભાગીદારોથી આપને લાભ થશે. મનોરંજનના સ્‍થળ કે પાર્ટી પિકનિકમાં દોસ્‍તો- સગાંસ્‍નેહીઓના સંગે આનંદ અનુભવો. વિજાતીય આકર્ષણ થાય. પ્રિયપાત્રનું મિલન સંભવિત બને પરંતુ બપોર પછી આપ પરિસ્થિતિમાં થોડી પ્રતિકૂળતા અનુભવશો. બપોર પછી નવા કાર્યની શરૂઆત ન કરવી. મુસાફરી ટાળવી. ગુસ્‍સા પર કાબુ રાખવો. પરિવારજનો સાથે ખટરાગ ટાળવો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.