ETV Bharat / bharat

Aajnu Rashifal: આજે આ રાશિના લોકો કોઇ સુંદર સ્થળે ફરવાનું આયોજન કરી શકશે - 1 મે 2023 રાશીફળ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા! જીવનસાથી સાથે આજનો દિવસ કેવો રહેશે, બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે Etv Bharat પર વાંચો આજનું રાશિફળ.

Etv BharatAajnu Rashifal
Etv BharatAajnu Rashifal
author img

By

Published : Apr 30, 2023, 1:32 PM IST

Updated : May 1, 2023, 6:34 AM IST

અમદાવાદ: 1 મે 2023ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ, ક્યા હાથ છોડી શકાય. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષ: આજે સિંહ રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી પંચમ ભાવમાંથી થઇ રહ્યું છે. આજે આપનું શરીર અને મન થોડો થાક અનુભવશે તેમ જણાઈ રહ્યું છે. મહેનત કરો એટલું ફળ મળે પરંતુ બહુ મોટો ફાયદો થવાની શક્યતા ઓછી છે. સંતાનોની બાબતોમાં આજે વધુ સમય આપવો પડશે. કામમાં સતત વ્યસ્તતાને કારણે પરિવારને ઓછો સમય આપી શકશો. શક્ય હોય ત્યાં સુધી પ્રવાસ ટાળવો. પેટને લગતી તકલીફો થવાની શક્યતા હોવાથી ખાવા-પીવામાં સંયમ રાખવો. આપની જીદ કોઇનું નુકસાન ન કરે તેનું ધ્યાન રાખો.

વૃષભ: આજે સિંહ રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી ચતુર્થ ભાવમાંથી થઇ રહ્યું છે. આપ દરેક કામ દૃઢ મનોબળ અને આત્મ વિશ્વાસથી પાર પાડી શકશો અને સફળ બનશો. પિતા તરફથી લાભ થઇ શકે. વિદ્યાર્થીઓ વિદ્યાભ્યાસમાં સફળ થશે. સંતાનો પાછળ ખર્ચ કે રોકાણ થવાની શક્યતા છે. કલાકારો અને ખેલાડીઓ પોતાની કુશળતા સારી રીતે પ્રદર્શિત કરી શકશે. સરકાર તરફથી લાભ થઇ શકે છે.

મિથુન: આજે સિંહ રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી તૃતીય ભાવમાંથી થઇ રહ્યું છે. આજનો દિવસ સારો હોવાથી આપ નવી યોજનાઓ શરૂ કરી શકશો. વ્યવસાયિકો સરકારી લાભ મેળવશે અને નોકરિયાતો ઉચ્ચ અધિકારીઓની કૃપા મેળવી શકશે. ભાઇઓ અને પડોશીઓ સાથેના સંબંધો સારા રહેશે. શારીરિક અને માનસિક સ્વસ્થતા જળવાશે. ટૂંકી મુસાફરી થવાની શક્યતા છે. હરીફો સામે જીતી શકશો. દિવસનું રોજિંદુ કામ આપને વ્યસ્ત રાખશે.

કર્ક: આજે સિંહ રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી દ્વિતિય ભાવમાંથી થઇ રહ્યું છે. આપના શરીર અને મનની સ્વસ્થતા જાળવવા માટે આજે શાંતિ અને ધીરજથી કામ લેવાની સલાહ છે. મનમાંથી નકારાત્મક વિચારોનું પ્રભૂત્વ દૂર કરશો તો ઘણા કાર્યો સરળતાથી પાર પાડી શકશો. કોઇની સાથે મતભેદ થાય એટલી હદે ચર્ચામાં ઉતરવું નહીં. પરિવારનું વાતાવરણ શાંતિપૂર્ણ જળવાઈ રહે તે માટે તમારે ક્યારેય સમાધાનકારી નીતિ પણ અપનાવવી પડશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં વધુ ધ્યાન આપવાની સલાહ છે.. ખર્ચનું પ્રમાણ વધારે રહેશે. અનૈતિક પ્રવૃત્તિઓથી દૂર રહેવાની સલાહ છે.

સિંહ: આજે સિંહ રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી પ્રથમ ભાવમાંથી થઇ રહ્યું છે. આત્મ વિશ્વાસ અને નિર્ણય શક્તિમાં વધારો થવાને કારણે આપ દરેક કામ ત્વરિત નિર્ણય લઇ પૂરા કરશો. સમાજમાં આપની ખ્યાતિમાં વધારો થશે. વડીલો આપને સહકાર આપશે. આપનું મન પ્રફુલ્લિત રહેશે. ગુસ્સાને કારણે આપનું કામ બગડે નહીં તેનું ધ્યાન રાખવું પડશે તેમ જણાઈ રહ્યું છે. લગ્નજીવન સારું રહે અને સ્વાસ્થ્યમાં થોડો સુધારો થાય.

કન્યા: આજે સિંહ રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી દ્વાદશ ભાવમાંથી થઇ રહ્યું છે. આપના શરીર અને મનમાં અજંપાભરી સ્થિતિ હોય તો આજે તમે શાંતિ અને ધીરજ જાળવીને તેમાં સુધારો લાવી શકો છો. જુની બીમારીથી પીડાતા જાતકોને સ્વાસ્થ્યની કાળજી લેવાની સલાહ છે. પરિવારજનોને શક્ય હોય તો થોડો વધુ સમય આપવો અને તેમની જરૂરિયાતો સંતોષવાનો પ્રયાસ કરવો. અચાનક મોટો ખર્ચ આવે તેવો અણસાર લાગે તો અગાઉથી આર્થિક વ્યવસ્થા કરવી જેથી તમારું કામ અટકે નહીં. નોકરી કરતા લોકોને સહકર્મીઓ તરફથી મધ્યમ સહકાર મળે. આજે કોર્ટ કચેરીનું કામ ન કરો તો વધારે સારું.

તુલાઃ આજે સિંહ રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી એકાદશ ભાવમાંથી થઇ રહ્યું છે. આપ આજે અલગ-અલગ ક્ષેત્રમાંથી લાભ મેળવી શકશો અને તેના કારણે આપને શારીરિક માનસિક રીતે પ્રફુલ્લિતતાનો અનુભવ કરશો. આજે આપ દિવસ દરમિયાન મિત્રો સાથે મળી કોઇ સુંદર સ્થળે ફરવાનું આયોજન કરી શકશો. આપનું દાંપત્યજીવન સારું રહેશે. સ્ત્રી મિત્રોનો સાથ માણી શકશો. આર્થિક વૃદ્ધિ થવાના યોગ છે. અપરીણિત લોકોના લગ્ન થવાની સંભાવના છે.

વૃશ્ચિકઃ આજે સિંહ રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી દશમ ભાવમાંથી થઇ રહ્યું છે. આજે આપના દરેક કાર્ય સરળતાથી પૂરા થશે. આપનું લગ્નજીવન આનંદમય રહેશે. આપ સમાજમાં સન્માનનીય બનશો. નોકરી તેમ જ વ્યવસાયમાં પદોન્નતિના યોગ છે. આપને વડીલો તેમ જ ઉચ્ચ અધિકારીઓ તરફથી લાભ થઇ શકે. વેપારીઓ ઉધાર આપેલા નાણાં પાછા મેળવી શકશે. સંતાનો સારી પ્રગતિ સાધી શકશે અને શારીરિક સ્વાસ્થ્ય સારું રહેશે. મિત્રો અને સગા-સંબંધીઓથી ફાયદો થઇ શકશે.

ધનઃ આજે સિંહ રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી નવમ ભાવમાંથી થઇ રહ્યું છે. આજે આપને શરીરમાં થાક અને કંટાળો વર્તાઇ શકે છે. આવી સ્થિતિમાં કામનું અતિ ભારણ લેવાના બદલે કામના પ્રમાણમાં આરામ પર ધ્યાન આપજો. આ ઉપરાંત શક્ય હોય તો મન હળવું રાખવા માટે કોઈ મનોરંજન અથવા મોજશોખની પ્રવૃત્તિમાં પણ ધ્યાન આપી શકો છો. યાત્રા-પ્રવાસમાં અતિ ઉતાવળ ના કરવાની સલાહ છે. સંતાનોના કાર્યોમાં વધુ વ્યસ્ત ધ્યાન આપવાની સલાહ છે. ઓફિસમાં આપ ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં અતિ હઠાગ્રહી થવાનું ટાળજો. પ્રતિસ્પર્ધીઓ સાથે વધારે વિવાદ ટાળવો. વધુ સાહસ ટાળવુ જોઇએ.

મકરઃ આજે સિંહ રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી અષ્ટમ ભાવમાંથી થઇ રહ્યું છે. આજે ખાનપાનમાં ધ્યાન નહીં આપો તો સ્વાસ્થ્ય ખરાબ થવાની શક્યતા નકારી શકાય નહીં. ઉપચાર, પ્રવાસ અને વ્યવહારિક પ્રસંગોમાં નાણાં ખર્ચ થાય તેવી સંભાવના છે. મુશ્કેલીઓમાંથી બહાર આવવું હોય તો નકારાત્મક વિચારો તેમ જ ઉગ્ર વિચારો પર અંકુશ રાખજો. ભાગીદારીના કામકાજમાં હોવ તો કોઈપણ નિર્ણય લેવામાં બંનેએ સાથે બેસીને શાંતિથી ચર્ચા કર્યા પછી આગળ વધવું. ઓફિસનું વાતાવરણ આપને અનુકૂળ રાખવા માટે તમારે દરેકને સહકાર આપવો પડશે અને બીજાની સ્થિતિ સમજવી પણ પડશે. આપે નવા સંબંધો બાંધતી વખતે સાવચેતી રાખવી પડશે.

કુંભઃ આજે સિંહ રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી સપ્તમ ભાવમાંથી થઇ રહ્યું છે. આજે આપનામાં આત્મવિશ્વાસ અને દ્રઠ મનોબળ ભરપૂર પ્રમાણમાં હશે તેમ જ આપનો દિવસ પ્રેમ અને રોમાન્સથી વધુ ઉલ્લાસિત બનશે. આપ વિજાતીય વ્યક્તિઓ સાથે મિત્રતા કરશો. પ્રવાસ, મોજમસ્તી, સ્વાદિષ્ટ ભોજન, નવા પરિધાન આપના આનંદમાં ઘણો વધારો કરશે. ભાગીદારીથી આપને લાભ થઇ શકે છે. પરીણિત લોકો સારું દાંપત્યજીવન માણી શકશે.

મીનઃ આજે સિંહ રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી ષષ્ટમ ભાવમાંથી થઇ રહ્યું છે. ઘરમાં શાંતિ અને આનંદના વાતાવરણની હકારાત્મક અસર આપના કામ પર જોવા મળશે તેમ જણાઈ રહ્યું છે. પણ આપે ગરમ સ્વભાવ તેમ જ જીભ પર અંકુશ રાખવો પડશે. આપની સાથે તેમજ હાથ નીચે કામ કરતા લોકોનો સહકાર આપ મેળવી શકશો. સ્વાસ્થ્ય સારું રહેશે.

Last Updated : May 1, 2023, 6:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.