ETV Bharat / bharat

લિવ ઇન રિલેશનશિપમાં જાતીય શોષણના કેસમાં ઉંડાણપૂર્વકની તપાસ કર્યા પછી જ FIR : ડો.નરોત્તમ મિશ્રા

મધ્યપ્રદેશના ગૃહપ્રધાન ડો.નરોત્તમ મિશ્રાએ લિવ-ઈન રિલેશનશિપને લઈને મોટું નિવેદન આપ્યું છે. ગૃહપ્રધાનએ કહ્યું કે લિવ-ઈન રિલેશનશિપ (Live-in relationship) દરમિયાન યૌન શોષણના મોટા ભાગના મામલામાં એવું જોવા મળ્યું છે કે લોકો પછીથી પોતાનું નિવેદન બદલી નાખે છે. આથી આવા કિસ્સામાં પહેલા પોલીસ ગંભીરતાથી સમગ્ર મામલાના તપાસ કરશે. ત્યાર બાદ જ નિર્ણય લેવામાં આવશે. ગૃહપ્રધાનએ ટીવી અભિનેત્રી વૈશાલી ઠક્કરની આત્મહત્યા(Suicide of actress Vaishali Thakkar)ના મામલામાં કહ્યું કે આરોપીની ધરપકડ બાદ મોબાઈલ ડેટા મેળવવામાં આવી રહ્યો છે

Etv Bharatગૃહમંત્રી ડો.નરોત્તમ મિશ્રાનુ મોટુ નિવેદન: લિવ-ઇન રિલેશનશિપમાં જાતીય શોષણના કેસમાં ઉંડાણપૂર્વકની તપાસ કર્યા પછી જ FIR

author img

By

Published : Oct 20, 2022, 8:57 PM IST

મધ્યપ્રદેશ: ગૃહપ્રધાન ડો.નરોત્તમ મિશ્રાએ લિવ-ઈન રિલેશનશિપને લઈને મોટું નિવેદન આપ્યું છે. ગૃહપ્રધાનએ કહ્યું કે લિવ-ઈન રિલેશનશિપ( (Live-in relationship) દરમિયાન યૌન શોષણના મોટા ભાગના મામલામાં એવું જોવા મળ્યું છે કે લોકો પછીથી પોતાનું નિવેદન બદલી નાખે છે. આથી આવા કિસ્સામાં પહેલા પોલીસ ગંભીરતાથી સમગ્ર મામલાના તપાસ કરશે. ત્યાર બાદ જ નિર્ણય લેવામાં આવશે.ગૃહપ્રધાનએ ટીવી અભિનેત્રી વૈશાલી ઠક્કરની આત્મહત્યા(Suicide of actress Vaishali Thakkar)ના મામલામાં કહ્યું કે આરોપીની ધરપકડ બાદ મોબાઈલ ડેટા મેળવવામાં આવી રહ્યો છે.

PFI કેસ: ગૃહપ્રધાન નરોત્તમ મિશ્રાએ કહ્યું કે PFI કેસમાં અમારી પાસે પહેલાથી જ 12 શંકાસ્પદ હતા. હવે નશીર નદમીને ઔરંગાબાદથી પ્રોટેક્શન વોરંટ પર લાવવામાં આવ્યe છે. તેઓ મહારાષ્ટ્ર, ગોવા અને મધ્યપ્રદેશના પીએફઆઈના સચિવ છે. અમારી પોલીસ આ મામલે અન્ય રાજ્યો સાથે પણ સંપર્કમાં છે. તે મહારાષ્ટ્ર પોલીસના પણ સતત સંપર્કમાં છે. આ મામલે સતત પૂછપરછ ચાલી રહી છે. તેથી, આ બાબતે અત્યારે વધુ માહિતી શેર કરી શકાતી નથી.

ભાજપે ગુજરાતમાં જીતનો દાવો કર્યોઃ મલ્લિકાર્જુન ખડગેના અધ્યક્ષ બનવા પર નરોત્તમ મિશ્રાએ કહ્યું કે હું ખડગે જીને અભિનંદન આપું છું. ગુજરાત વિધાનસભા ચૂંટણીની જવાબદારી મળવા પર નરોત્તમ મિશ્રાએ કહ્યું કે હું તેને મારું સદ્ભાગ્ય માનું છું. મારા જેવા નાના કાર્યકરને ગુજરાતના બનાસકાંઠાની જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાતનું ગૌરવ સમગ્ર દેશમાં ચમકી રહ્યું છે અને ચૂંટણીમાં પણ ભાજપનો જ વિજય થશે. ગુજરાતમાંથી મને ઘણું શીખવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.