- ગૃહ પ્રધાન અમિત શાહ આજે ઉત્તરાખંડ પહોંચ્યાં
- ગૃહ પ્રધાનનું મુખ્યપ્રધાન ધામીએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું
- રાજ્ય સરકારની ઘસિયારી કલ્યાણ યોજનાનું પણ લોકાર્પણ કરશે
દેહરાદૂનઃ કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અને ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે ઉત્તરાખંડ પહોંચી ગયા છે. જોલી ગ્રાન્ટ એરપોર્ટ પહોંચતા, કેન્દ્રીય ગૃહ પ્રધાનનું સીએમ ધામી અને અન્ય કેબિનેટ પ્રધાનએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું. આ સાથે જ આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા અમિત શાહની આ મુલાકાતને ઘણી મહત્વની માનવામાં આવી રહી છે.અમિત શાહ આજે રાજ્ય સરકારની ઘસિયારી કલ્યાણ યોજનાનું પણ લોકાર્પણ કરશે.
મહિલાઓને લગતી એક યોજના પણ શરૂ કરવામાં આવશે
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દેહરાદૂનમાં મુખ્યપ્રધાન ઘસિયારી કલ્યાણ યોજના શરૂ કરીને રાજ્યમાં ચૂંટણીનું બ્યુગલ ફૂંકવા જઈ રહ્યા છે. શેડ્યૂલ મુજબ અમિત શાહ આજે દેહરાદૂન પહોંચી રહ્યા છે. જ્યાં તેઓ જનસભાને સંબોધશે. આ સાથે મહિલાઓને લગતી એક યોજના પણ શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ આર્યન ખાન જેલમાંથી મુક્ત, 'મન્નત' બહાર લોકોની ભીડ ઉમટી પડી