રાઉરકેલા: હોકી વર્લ્ડ કપની 15મી સિઝન ઓડિશાના ભુવનેશ્વર અને રૌરકેલામાં આજથી શરૂ થઈ છે. ભારતની પ્રથમ મેચ સ્પેન સામે રમાઈ હતી. ભારતે સ્પેનને 2-0થી હરાવ્યું છે. ભારત તરફથી અમિત રોહિદાસ અને હાર્દિક સિંહે ગોલ કર્યા હતા. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ પૂલ ડીમાં બીજું સ્થાન મેળવી લીધું છે. આ પહેલા ઈંગ્લેન્ડે વેલ્સને 5-0થી હરાવ્યું હતું. સારા ગોલ ડિફરન્સના કારણે તે પ્રથમ સ્થાને છે.
ત્રીજો ક્વાર્ટર પૂરો થયો, ભારત સ્પેન સામે 2-0થી આગળ
ભારત અને સ્પેન વચ્ચેની રમતનો ત્રીજો ક્વાર્ટર સમાપ્ત થઈ ગયો છે. ત્રીજા ક્વાર્ટર બાદ ટીમ ઈન્ડિયા 2-0થી આગળ છે.
બીજા ક્વાર્ટરનો અંત, ભારત સ્પેન સામે 2-0થી આગળ
ભારત અને સ્પેન વચ્ચેની રમતનો બીજો ક્વાર્ટર સમાપ્ત થઈ ગયો છે. બીજા ક્વાર્ટર બાદ ટીમ ઈન્ડિયા 2-0થી આગળ છે.
ભારત તરફથી બીજો ગોલ હાર્દિક સિંહે કર્યો હતો
ટીમ ઈન્ડિયા માટે બીજો ગોલ હાર્દિક સિંહે કર્યો હતો. તેણે આ ગોલ 26મી મિનિટે કર્યો હતો. ટીમ ઈન્ડિયા હવે મેચમાં 2-0થી આગળ છે.
પ્રથમ ક્વાર્ટર સમાપ્ત, ભારત સ્પેન સામે 1-0થી આગળ છે
ભારત અને સ્પેન વચ્ચેની રમતનો પ્રથમ ક્વાર્ટર સમાપ્ત થઈ ગયો છે. પ્રથમ ક્વાર્ટર બાદ ટીમ ઈન્ડિયા 1-0થી આગળ છે.
ભારત તરફથી પ્રથમ ગોલ અમિત રોહિદાસે કર્યો હતો
ટીમ ઈન્ડિયાને 12મી મિનિટે પેનલ્ટી કોર્નર મળ્યો, જેના પર અમિત રોહિદાસે શાનદાર ગોલ કર્યો. ટીમ ઈન્ડિયા હવે મેચમાં 1-0થી આગળ છે.
ભારત vs સ્પેન છેલ્લી 5 મેચ
ભારત 2-2 સ્પેન
ભારત 2-3 સ્પેન
ભારત 3-5 સ્પેન
ભારત 5-4 સ્પેન
ભારત 3-0 સ્પેન
ભારત vs સ્પેન વચ્ચે મેચ
કુલ મેચો : 31
ભારત જીત્યું : 13
સ્પેન જીત્યું: 11
ડ્રો: 7
હોકીના આ મહાયુદ્ધમાં વિશ્વના 16 દેશો વિશ્વ ચેમ્પિયન બનવા માટે પ્રયત્ન કરશે. વર્લ્ડ કપમાં ભાગ લેનારી ટીમોને ચાર પૂલમાં વહેંચવામાં આવી છે. પૂલ Aમાં ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, ફ્રાન્સ, આર્જેન્ટિના, પૂલ Bમાં બેલ્જિયમ, જાપાન, કોરિયા, જર્મની, નેધરલેન્ડ, ચિલી, મલેશિયા, ન્યૂઝીલેન્ડ પૂલ Cમાં અને ભારત, વેલ્સ, સ્પેન, ઇંગ્લેન્ડ પૂલ Dમાં છે.