શ્રીનગર (J&K): સોમવારે સાંજે શ્રીનગર એરપોર્ટ (SXR) પર તંગદિલી વ્યાપી ગઈ હતી, કારણ કે એક ફોન કરનારે દાવો કર્યો હતો કે દિલ્હી જતી ગો ફર્સ્ટ એરલાઈનની અંદર બોમ્બ (bomb call Srinagar Airport) મૂકવામાં આવ્યો છે. પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે જણાવ્યું હતું કે, "સાંજે 7 વાગ્યે ટેક-ઓફ માટે નિર્ધારિત ફ્લાઇટની અંદર બોમ્બ મુકવામાં આવ્યો હોવાના ખોટા દાવા સાથે કોલ નવી દિલ્હી સ્થિત નંબર પરથી આવ્યો (Call came from New Delhi-based number) હતો. જેના પગલે એરલાઇન કંપનીએ સુરક્ષા દળોને ચેતવણી આપી હતી.
આ પણ વાંચો: પંજાબના રોપરમાં ભાખરા કેનાલમાં કાર ખાબકતા 5ના મોત, 2 બાળકો પાણીમાં ગૂમ
"જેના પગલે ટેક-ઓફ (Flight took off at 9;35 pm) અટકાવવામાં આવ્યું હતું અને સંપૂર્ણ શોધ હાથ ધરવામાં આવી હતી. પરંતુ, કંઈ મળ્યું ન હતું. વધુ તપાસ ચાલી રહી છે," તેમણે ઉમેર્યું. ગો ફર્સ્ટ એરલાઈન્સના એક વરિષ્ઠ અધિકારીએ આ ઘટના વિશે વધુ વિગતો શેર કરતાં ETV Bharatને જણાવ્યું હતું કે, "G8 - 149 (A320-271 N) આજે સાંજે 7 વાગ્યે શ્રીનગરથી દિલ્હી જવા માટેનું નિર્ધારિત (The flight is scheduled for Delhi ) હતું, પરંતુ એક નકલી કોલને કારણે તે વિલંબ થયો હતો. પોલીસને એલર્ટ કરવામાં આવી હતી અને બે કલાકથી વધુ સમય સુધી સઘન શોધખોળ કર્યા બાદ ફ્લાઇટને લીલી ઝંડી મળી હતી કારણ કે કંઈ મળ્યું ન હતું."
આ પણ વાંચો: Miss Koovagam pageant: ચેન્નાઈની સાધનાએ મિસ કુવાગમનો ખિતાબ જીત્યો
"આખરે, ફ્લાઇટ રાત્રે 9.35 વાગ્યે ઉપડી અને રાત્રે 10.42 વાગ્યે તેના ગંતવ્ય સ્થાને (દિલ્હી) પહોંચી. અમે અમારા મુસાફરો/અતિથિઓની સુરક્ષાને લઈને તણાવમાં હતા. કમનસીબે, વિલંબને કારણે અમારા મુસાફરોને પણ અસુવિધા થઈ હતી," અધિકારીએ જણાવ્યું હતું. દરમિયાન, પોલીસે દાવો કર્યો હતો કે, છેતરપિંડી કરનારને ટૂંક સમયમાં ઓળખી લેવામાં આવશે અને વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.