ETV Bharat / bharat

હિઝબુલ કમાન્ડર બુરહાન વાનીના પિતાએ કાશ્મીરમાં તિરંગો ફરકાવ્યો, રાષ્ટ્રગીત પણ ગાયું

ઓગસ્ટ 2019 માં મોદી સરકારે જમ્મુ -કાશ્મીરમાંથી કલમ 370 હટાવી અને તેને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કર્યો હતો. જેના કારણે હવે ત્યાંની પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે.બે વર્ષ પહેલા સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસ નિમિત્તે કાશ્મીરમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું.તો આ સાથે 14 ઓગસ્ટના રોજ પાકિસ્તાનની આઝાદીના દિવસે ઘણા લોકો ઉજવણી કરતા હતા, પરંતુ હવે ત્રિરંગો ત્યાં ચારે બાજુ દેખવા મલે છે. આ વખતે પણ આતંકવાદી કમાન્ડર બુરહાન વાનીના પિતાએ તિરંગો ફરકાવ્યો અને રાષ્ટ્રગીત પણ ગાયું હતું. લોકોને તે જોઈને આશ્ચર્ય થયું હતું.

author img

By

Published : Aug 15, 2021, 1:05 PM IST

હિઝબુલ કમાન્ડર બુરહાન વાનીના પિતાએ કાશ્મીરમાં તિરંગો ફરકાવ્યો

  • હિઝબુલ કમાન્ડર બુરહાન વાનીના પિતાએ કાશ્મીરમાં તિરંગો ફરકાવ્યો
  • જમ્મુ -કાશ્મીરમાંથી કલમ 370 હટાવી
  • લાલ ચોક પર તિરંગાની લાઈટો લગાવામાં આવી

જમ્મૂ કાશ્મીર : ઓગસ્ટ 2019 માં મોદી સરકારે જમ્મુ -કાશ્મીરમાંથી કલમ 370 હટાવી અને તેને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કર્યો હતો. જેના કારણે હવે ત્યાંની પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે.આ વખતે પણ આતંકવાદી કમાન્ડર બુરહાન વાનીના પિતાએ તિરંગો ફરકાવ્યો અને રાષ્ટ્રગીત પણ ગાયું હતું. લોકોને તે જોઈને આશ્ચર્ય થયું હતું.

મુઝફ્ફર વાની આચાર્ય છે

માહિતી અનુસાર, હિઝબુલ મુજાહિદ્દીન કમાન્ડર અને ટોચના આતંકવાદી બુરહાન વાનીના પિતા મુઝફ્ફર વાનીએ આજે ​​પુલવામા જિલ્લાના ત્રાલ ખાતે સ્વતંત્રતા દિવસ નિમિત્તે ધ્વજ ફરકાવ્યો હતો. શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે રાષ્ટ્રગીત પણ ગાયું હતું. મુઝફ્ફર વાની ત્રાલની એક શાળાના આચાર્ય છે. જેનો વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. તો આ સાથે જ લોકો સરકારના પ્રયાસોની પ્રશંસા પણ કરી રહ્યા છે.

આ પણ વાંચો : પોરબંદરમાં શ્રી રામ સ્વિમિંગ કલબ દ્વારા મધ દરિયમાં ધ્વજવંદન કરાયું

બુરહાન વાની ત્રાલનો રહેવાસી હતો

બુરહાન વાની ત્રાલનો રહેવાસી હતો. તે પાકિસ્તાની આતંકવાદીઓ સાથે મળી ગયો હતો અને હિઝબુલમાં જોડાયો હતો. થોડા દિવસોમાં, તેણે ખીણના ઘણા સ્થાનિક યુવાનોને તેના સંગઠનમાં ભરતી કર્યા અને તેમને PoK તાલીમ માટે મોકલ્યા હતા.બુરહાન સોશિયલ મીડિયા પર પણ ખૂબ સક્રિય હતો. તેના પોસ્ટરો બધે જોવા મળ્યા હતા, જેના કારણે તેને હિઝબુલનો પોસ્ટર બોય પણ કહેવામાં આવતો હતો. જોકે, 2016 માં એક ઓપરેશન દરમિયાન સેનાએ તેને ઠાર કર્યો હતો . ત્યારથી, ખીણમાં હિઝબુલ ખૂબ જ નબળો પડી ગયો છે.

આ પણ વાંચો : સૈનિક સ્કુલમાં હવેથી દિકરીઓ પણ ભણી શકશેઃ વડાપ્રધાન મોદીની જાહેરાત

તિરંગાના રંગમાં રંગાયો લાલ ચોક

શ્રીનગરનો લાલ ચોક અત્યંત સંવેદનશીલ સ્થળ છે. અગાઉ ઘણી સંસ્થાઓએ તિરંગો ફરકાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે નિષ્ફળ રહ્યા હતા. તે સમય દરમિયાન વહીવટીતંત્રનું માનવું હતું કે જો લાલ ચોક પર તિરંગો ફરકાવવામાં આવશે અને ખીણમાં વાતાવરણ બગડશે તો ઘણા લોકો નારાજ થશે, પરંતુ આ વખતે વહીવટીતંત્ર દ્વારા સમગ્ર લાલ ચોક પર તિરંગાની લાઈટો લગાવવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.