- 23 જૂનના દિવસે બનેલી મહત્વની ધટનાઓ
- 1980માં સંજયગાંધીનું મોત થયું હતું
- 1985માં એક વિમાન દુર્ઘટનામાં 329 પ્રવાસીઓના મોત
નવી દિલ્હી : 23 જૂન, 1980ની ઘટના ભારતના ઇતિહાસમાં એક એવી ઘટના છે. જેણે દેશના રાજકારણ (Indian Politics)ના તમામ સમીકરણોને બદલી નાખ્યા હતા.
Sanjay Gandhiનું વિમાન દુર્ઘટનામાં મોત થયું
આ દિવસે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી (Former Prime Minister Indira Gandhi)ના નાના પુત્ર સંજય ગાંધી (Sanjay Gandhi)નું વિમાન દુર્ઘટનામાં મોત થયું હતું. સંજય ગાંધી ઇન્દિરા ગાંધીના રાજકીય અનુગામી તરીકે જોવામાં આવતા હતા. પરંતુ તેમના નિધનથી દેશના રાજકીય પવનને સંપૂર્ણપણે બદલી દેવામાં આવ્યા.
1985માં આ દિવસે એર ઇન્ડિયા એક પ્રવાસી વિમાનની સાથે દુર્ઘટના
23 જૂનનો દિવસ (Important events of 23 june) પણ બીજા વિમાન દુર્ઘટનાની સાક્ષી છે. 1985માં આ દિવસે એર ઇન્ડિયા એક પ્રવાસી વિમાન આયર્લેન્ડના દરિયાકાંઠે હવામાં તૂટી પડ્યું હતું. જેમાં 329 પ્રવાસીઓનું મૃત્યુ થયું હતું. આ દુર્ઘટના સમયે વિમાન તેના ગંતવ્ય લંડનનું હિથ્રો એરપોર્ટ (london heathrow airport)થી માત્ર 45 મિનિટ દૂર હતું.
ઇતિહાસમાં 23 જૂનના રોજ નોંધાયેલી કેટલીક અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ :
1661 : સમ્રાટ ચાર્લ્સ બીજાએ પોર્ટુગીઝની રાજકુમારીથી લગ્ન થયા અને પોર્ટુગલે દહેજમાં બોમ્બે (હાલ મુંબઇ) બ્રિટનને સોંપી દીધું હતું.
1757 : પલાસીના યુદ્ધમાં અંગ્રેજોના હાથે સિરાજ-ઉદ-દૌલાની હાર થઇ અને તે ઊંટ પર બેસી ભાગી ગયો.
1761 : મરાઠા શાસક પેશવા બાલાજી બાજી રાવું નિધન.
1810 : બોમ્બેના ડંકન ડૉકનું નિર્માણ કાર્ય પૂર્ણ.
1868 : ક્રિસ્ટોફર એલ શોલ્સને ટાઇપરાઇટર તરીકે પેટન્ટ મળ્યું.
1953 : જનસંઘના સંસ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જીનું કશ્મીરની એક હોસ્પિટલમાં નિધન.
1960 : જાપાન અને અમેરિકાની વચ્ચે સમાધાન.
1980 : પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના નાના પુત્ર સંજય ગાંધીનું વિમાન દુર્ઘટનામાં નિધન.
1985 : એર ઇન્ડિયાનો એક પ્રવાસી વિમાન આયર્લેન્ડના દરિયાકાંઠે હવામાં તૂટી પડ્યું હતું. તમામ 329 મુસાફરો મૃત્યુ પામ્યા હતા.
1992 : ન્યૂયૉર્ક ના આરોપી સરગના અને ક્ષેત્રના સૌથી મોટા માફિયા પરિવારના પ્રમુખ ગોત્તીનું છેતરપિંડી અને હત્યાના પાંચ કેસમાં આજીવન જેલની સજા સંભળાવી હતી.
1994 : સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભાએ દક્ષિણ આફ્રિકાની સદસ્યતાને મંજૂર કરી.
1994 : ઉત્તરી કોરિયા દ્વારા પરમાણુ કાર્યક્રમ પર રોક લગાવવાની ઘોષણા.
1996 : શેખ હસીનાએ બાંગ્લાદેશના મુખ્ય પ્રધાન પદની શપથ લીધી.
2008 : ટાયર બનાવવાળી દેશની પ્રમુખ કંપની જે.કે. ટાયર ઈન્ડિયા લિમિટેડે મૈક્સિકન ટાયર કંપની ટોર્નલ અને તેની સહાયક કંપનીઓને 270 કરોડ ડોલરમાં અધિગ્હણ કર્યું.
2013 : નિક વlલ્લેંડા અમેરિકાના ગ્રાન્ડ કેન્યોનની પહાડી ટેકરીને પાર કરનાર પ્રથમ વ્યક્તિ બન્યો.
2016 : બ્રિટનના લોકોએ યુરોપિયન યુનિયન છોડવાની તરફેણમાં મત આપ્યો હતો. આ દરખાસ્તની તરફેણમાં 51.9 ટકા મત આપવામાં આવ્યા હતા. જ્યારે 48.1એ તેનો વિરોધ કર્યો હતો.