- પેમ્બન બ્રિજને માનવામાં આવે છે એન્જિનિયરિંગનો ચમત્કાર
- તામિલનાડુના મંડપમ અને રામેશ્વરમને જોડતો 115 વર્ષ જુનો પુલ
- પેમ્બન બ્રિજને યુનેસ્કો હેરિટેજ સાઇટ્સમાં શામેલ કરવા માંગ
રામેશ્વરમ (તમિલનાડુ) : ભારતમાં એક એવો ઐતિહાસિક ( Historical Heritage ) સમુદ્રી પુલ છે કે જે 100 વર્ષથી પણ જુનો છે. આ પુલ એક ટાપુને ભારતની મુખ્ય ભૂમિ સાથે જોડે છે. આ કોઈ સિદ્ધિથી ઓછું નથી. આ પુલને એન્જિનિયરિંગનો ચમત્કાર પણ માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, આ પુલનું નામ પેમ્બન બ્રિજ( Pamban Bridge) છે. જે તામિલનાડુના મંડપમ અને તીર્થસ્થાન રામેશ્વરમ( Rameshwaram )ને જોડે છે.
આ પણ વાંચો: ભોપાલના ડોક્ટરે આ રીતે જાળવ્યો પોતાનો શોખ, આટલું કલેક્શન કર્યું એકઠું
અંગ્રેજો દ્વારા બનાવવામાં આવ્યો પુલ
અમેરિકન એન્જિનિયર વિલિયમ ડોનાલ્ડ શેર્ઝરે, શેર્ઝર રોલિંગ લિફ્ટ ( Scherzer Rolling Lift )ની શોધ કર્યા બાદ પેમ્બન બ્રિજ અંગ્રેજોએ બનાવ્યો હતો. પાલ્ક ખાડીને મન્નારની ખાડી સાથે જોડતા પુલની નીચેની મધ્ય સામુદ્રી ધુની સિવાય, પાણીનું સ્તર છીછરું છે. આ બન્ને સ્પાન્સ જેમાં પ્રત્યેકનો વજન 457 ટન છે. જ્યારે વહાણ નીચેથી પસાર થાય છે ત્યારે, આ બન્ને સ્પાન્સ ઉપર ઉઠાવવામાં આવે છે. આ ક્રિયામાં 8 રેલવેકર્મીઓની મદદ લેવામાં આવે છે. એકવાર વહાણ નીકળી જાય પછી, સ્પાન્સને નીચે કરી દેવામાં આવે છે.
ચક્રવાતના કારણે ધનુષકોડીના રેલવે લાઇનમાં થયું હતું નુકસાન
વર્ષ 1964 સુધી 'બોટ મેઇલ', કે જેને ઇન્ડો-સિલોન એક્સપ્રેસ (Indo-Ceylon Express ) તરીકે ઓળખવામાં આવતી હતી. આ એક્સપ્રેસથી ચેન્નાઈ અને શ્રીલંકાના તલાઇમન્નારને જોડવામાં આવતું હતું. આ ટ્રેન પ્રવાસીઓને ધનુષકોડી સુધી લઇ જતી હતી અને સ્ટીમર ફેરી તેમને તલાઇમન્નાર સાથે જોડતી હતી. 23 ડિસેમ્બર 1964ના રોજ, એક શક્તિશાળી ચક્રવાતે ધનુષકોડી ખાતે રેલવે લાઇનના એક ભાગને નુકસાન પહોચાડ્યું હતું. જેમાં જાનહાનિ પણ થઈ હતી. તેમ છતાં, પેમ્બન રેલ બ્રિજ આ કસોટી પર ખરો ઉતર્યો હતો. 1988માં વાહનો માટેનો બ્રિજ ન બને ત્યાં સુધી આ બ્રિજ રામેશ્વરમ આઇલેન્ડ પર જમીન પરિવહનનું એકમાત્ર સાધન હતું. પુલના સંરક્ષણમાં પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામે મહત્વની પણ ભૂમિકા ભજવી છે.
આ પણ વાંચો: બઠિંડાની મહિલાની પહેલ, ઓટો રીક્ષા ચલાવી કરી રહી છે કમાણી
સ્મારક બનાવવા કરવામાં આવી માંગ
રામેશ્વરના સ્થાનિક ચિન્નાથંભીએ કહ્યું કે, આ પુલ લગભગ 115 વર્ષ જુનો છે. અમે ઇચ્છીએ છીએ કે આ જુનો બ્રિજ સુરક્ષિત રહે અને સ્મારક તરીકે તેની ઘોષણા કરવામાં આવે, અમે સરકારને અપીલ કરીએ છીએ કે, આ પુલને યુનેસ્કો દ્વારા વારસાનો દરજ્જો મળવો જોઈએ.
લોખંડના પુલના વિકલ્પ તરીકે કોંક્રીટનો પુલ
ભારતીય રેલવે હાલમાં આ લોખંડના પુલના વિકલ્પ તરીકે કોંક્રીટનો પુલ બનાવી રહી છે. ત્યારે, ઐતિહાસિક પેમ્બન બ્રિજને બંધ અને તોડી પાડવાના રેલવેના નિર્ણયનો, સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ભારતીય રેલવે દ્વારા પેમ્બન બ્રિજને યુનેસ્કો હેરિટેજ સાઇટ્સમાં શામેલ કરવાના પ્રયાસો નિષ્ફળ ગયા છે. આ દરમિયાન, 'એન્જિનિયરિંગ ચમત્કાર' સાથે સ્થાનિક રહેવાસીઓ, એન્જિનિયરિંગના લોકો અને ટ્રેનના ઉત્સાહીઓ ભાવનાત્મક રીતે જોડાયેલા છે. જેનું અસ્તિત્વ રેલવેના નીતિગત નિર્ણયો સાથે જોડાયેલું છે. તેમને આશા છે કે સમુદ્રી પેમ્બન બ્રિજ સલામત રહેશે.