- ભાજપે ગુવાહાટીમાં આસામ વિધાનસભામાં વિધાનસભા પક્ષની બેઠક બોલાવી હતી
- બપોરે 12 વાગ્યે આસામના આગામી મુખ્યપ્રધાનના નામ પર નિર્ણય લેવાયો હતો
- આસામના નિવર્તમાન મુખ્યપ્રધાન સર્વાનંદ સોનોવાલે રાજીનામું આપી દીધું છે
ગુવાહાટી: આસામમાં અદભૂત જીતના એક અઠવાડિયા પછી, ભાજપે ગુવાહાટીમાં આસામ વિધાનસભામાં વિધાનસભા પક્ષની બેઠક બોલાવી હતી. બપોરે 12 વાગ્યે આસામના આગામી મુખ્યપ્રધાનના નામ પર નિર્ણય લેવાયો હતો. જ્યારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા હિમંત બિસ્વ સરમાએ આજે આસામના 15માં મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા. શ્રીમંત સંકરદેવ કલાક્ષેત્ર ખાતે યોજાયેલા શપથ ગ્રહણ સમારોહમાં આસામના રાજ્યપાલ જગદીશ મુખીએ તેમને મુખ્યપ્રધાન પદના શપથ અપાવ્યા.
આ પણ વાંચોઃ LIVE: સ્ટાલિને તમિલનાડુના મુખ્યપ્રધાન પદના શપથ લીધા
12 ધારાસભ્યોએ પણ પ્રધાન પદ અને ગુપ્તતાના શપથ લીધા હતા
સરમાની સાથે 12 ધારાસભ્યોએ પણ પ્રધાન પદ અને ગુપ્તતાના શપથ લીધા હતા. જેમાં નવ ભાજપના ક્વોટાના છે, જ્યારે આસામ ગણ પરિષદ (એજીપી)ના બે અને યુનાઇટેડ પીપલ્સ લિબરલ પાર્ટી (યુપીપીએલ)ના એક ધારાસભ્યએ પદના શપથ લીધા છે
શપથ ગ્રહણ કરનારાઓમાં વિવિધ લોકોનો સમાવેશ
શપથ ગ્રહણ કરનારાઓમાં અતુલ બોરા, કેશબ મહંત, અતંજા નિયોગ, રંજીત કુમાર દાસ, જગહ મોહન, પિયુષ હઝારિકા, કૌશિક રે, હિતેન્દ્રનાથ ગોસ્વામી, બિસ્વજિત દૈમારી, ચંદ્રમોહન પાટોરી, સંજય કિસાન અને ગોવિંદા બસુમતારીનો સમાવેશ થાય છે.
આસામના નિવર્તમાન મુખ્યપ્રધાન સર્વાનંદ સોનોવાલેએ રાજીનામું આપી દીધું છે
આ અગાઉ આસામના નિવર્તમાન મુખ્યપ્રધાન સર્વાનંદ સોનોવાલેએ રાજીનામું આપી દીધું છે. તેમણે આજે રાજ્યપાલ જગદીશ મુખીને રાજીનામું સુપરત કર્યું હતું. સોનોવાલે કહ્યું છે કે, તેઓ બેઠક દરમિયાન આસામના આગામી મુખ્યપ્રધાનના રૂપમાં હિમંતા બિસ્વા સરમાનું નામ લેશે, જેની પાર્ટીના અધ્યક્ષ અને પાત્રચરચી ધારાસભ્ય રણજીતકુમાર દાસ આ પ્રસ્તાવને ટેકો આપશે.
આગામી મુખ્યપ્રધાનના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે
આ સાથે જ આસામમાં આગામી મુખ્યપ્રધાનને લઇને સસ્પેન્સ સમાપ્ત થઈ ગયો છે. સર્વાનંદ સોનોવાલેએ તેમનું નામ પાછું ખેંચી લીધું છે અને હિમંત બિસ્વ સરમાનું નામ લેવાનું નક્કી કર્યું છે. પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે, શનિવારે દિલ્હીમાં શ્રેણીબદ્ધ બેઠકો દરમિયાન બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવી હતી. રવિવારે નવા ચૂંટાયેલા ધારાસભ્યો સાથે ચર્ચા કર્યા પછી આગામી મુખ્યપ્રધાનના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
આ પણ વાંચોઃ તમિલનાડુના મુખ્યપ્રધાન તરીકે એમ. કે. સ્ટાલિને પહેલી વખત શપથ લીધા, પ્રધાનમંડળમાં હશે 34 સભ્ય
સરમાએ કહ્યું કે, તેમના પુરોગામી સર્વાનંદ સોનોવાલ 'માર્ગદર્શક' બનશે
સરમાએ કહ્યું કે, તેમના પુરોગામી સર્વાનંદ સોનોવાલ 'માર્ગદર્શક' બનશે. રાષ્ટ્રીય લોકતાંત્રિક જોડાણ (એનડીએ) વિધાનસભા પક્ષના નેતા તરીકે સર્વાનુમતે ચૂંટાયા પછી, સરમાએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા,સોનોવાલ અને અન્ય પાર્ટીના નેતાઓના આભારી છે જેમણે તેને લોકોની સેવા કરવાની તક આપી છે.
આસામની 126 સભ્યોવાળી વિધાનસભામાં શાસક ગઠબંધનને 75 બેઠકો મળી છે
આસામની 126 સભ્યોવાળી વિધાનસભામાં શાસક ગઠબંધનને 75 બેઠકો મળી છે. ભાજપને 60 બેઠકો મળી છે, જ્યારે તેના ગઠબંધન ભાગીદારો આસામ ગણ પરિષદ (એજીપી) અને યુનાઇટેડ પીપલ્સ પાર્ટી લિબરલ્સ (યુપીએલ)ને અનુક્રમે 9 અને 6 બેઠકો મળી છે. સરમા સતત પાંચમી વખત જલુકબાડી બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.