ETV Bharat / bharat

Hijab Row : ફરી હિજાબ મામલો ગૂંજ્યો, વિદ્યાર્થીનીઓએ કોલેજમાંથી ટ્રાન્સફર સર્ટિફિકેટ માંગ્યું - ટ્રાન્સફર સર્ટિફિકેટ માટે અરજી

હિજાબ પહેરેલી(Hijab Row) પાંચ મુસ્લિમ છોકરીઓએ હમ્પનકટ્ટા યુનિવર્સિટી કોલેજના વહીવટીતંત્ર પાસેથી ટ્રાન્સફર સર્ટિફિકેટ માંગ્યા(5 GIRL STUDENTS SEEK TRANSFER CERTIFICATES) હતા. કારણ કે, તેઓને ક્લાસમાં જવાની પરવાનગી આપવામાં આવી ન હતી.

Hijab Row
Hijab Row
author img

By

Published : Jun 20, 2022, 12:25 PM IST

કર્ણાટક: હમ્પનકટ્ટા યુનિવર્સિટી કોલેજની પાંચ મુસ્લિમ વિદ્યાર્થીનીઓએ હિજાબ પહેરીને ક્લાસમાં જવાની પરવાનગી નકાર્યા બાદ કોલેજ પ્રશાસન પાસેથી ટ્રાન્સફર સર્ટિફિકેટ(5 GIRL STUDENTS SEEK TRANSFER CERTIFICATES) માંગ્યું છે. પ્રિન્સિપાલ અનુસુયા રાયે પુષ્ટિ કરી છે કે, પાંચ વિદ્યાર્થીઓએ અન્ય કોલેજોમાં જોડાવા માટે ટ્રાન્સફર સર્ટિફિકેટ માટે અરજી કરી(Application for Transfer Certificate) છે. જો કે, તેમને અન્ય પત્રમાં કેટલાક સુધારા કરવા માટે કહેવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો - હિજાબ બાદ હવે આ બાબતનો કરવામાં આવી રહ્યો વિરોધ

ટ્રાન્સફર સર્ટિફિકેટની માગણી કરાઇ - છોકરીઓ પત્ર સબમિટ કર્યા પછી કોલેજ મેનેજમેન્ટ સર્ટિફિકેટ આપવાનો નિર્ણય લેશે. મુલ્યાંકન કાર્યને કારણે સોમવારથી અંડરગ્રેજ્યુએટ કોર્સનું શિક્ષણ ઓનલાઈન શિફ્ટ કરવામાં આવ્યું છે. થોડા વિદ્યાર્થીઓને છોડીને, કોલેજમાં અભ્યાસ કરતા 44 મુસ્લિમ વિદ્યાર્થીઓમાંથી મોટાભાગનાએ માર્ગદર્શિકા અનુસાર વર્ગોમાં હાજરી આપી હતી.

હિજાબ મામલો ફરી બિચકાયો - બીજા PUC પરિણામ જાહેર થયા પછી આ અઠવાડિયાથી UG કોર્સમાં પ્રવેશ શરૂ થશે. મેંગલુરુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પી.એસ. યાદપાદિત્યએ અગાઉ જાહેરાત કરી હતી કે યુનિવર્સિટી હિજાબના નિયમ અંગે અન્ય કોલેજોમાં જોડાવા ઈચ્છતી મુસ્લિમ છોકરીઓ માટે વિશેષ જોગવાઈઓ કરશે. મેંગલુરુ શહેરની યુનિવર્સિટી કોલેજમાં અભ્યાસ કરતા સેંકડો વિદ્યાર્થીઓએ 26મી મેના રોજ મુસ્લિમ વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરીને વર્ગોમાં જવા દેવાના વિરોધમાં વર્ગોનો બહિષ્કાર કર્યો હતો.

આ પણ વાંચો - હિજાબ વિવાદ.. 16 વિદ્યાર્થિની ઓએ કોલેજમાં પ્રવેશ નકાર્યો, 6 વિદ્યાર્થિનીઓ સસ્પેન્ડ

વિદ્યાર્થીઓને કરી હતી આ માગ - વિદ્યાર્થીઓએ માંગ કરી હતી કે કોલેજ મેનેજમેન્ટે વિદ્યાર્થીઓને ક્લાસમાં હિજાબ પહેરતા અટકાવવા જોઈએ. તેણે આ અંગે કોર્ટ અને સરકારના આદેશો છતાં ક્લાસમાં હિજાબ પહેરવાની છૂટ આપવા બદલ કોલેજ મેનેજમેન્ટ સામે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. ઉડુપી પ્રી-યુનિવર્સિટી ગર્લ્સ કોલેજના 6 વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ તરીકે શરૂ થયેલ હિજાબ કટોકટી ગયા વર્ષે કર્ણાટકમાં મોટી કટોકટી જેવી પરિસ્થિતિમાં ફેરવાઈ ગઈ હતી.

હાઇકોર્ટે આ બાબતે કરી હતી સુનાવણી - આ મુદ્દાએ આંતરરાષ્ટ્રીય ધ્યાન આકર્ષિત કર્યું અને રાજ્યની છબીને કલંકિત કરી છે. જેના પગલે વિદ્યાર્થીઓએ હાઈકોર્ટમાં અરજી કરીને ક્લાસમાં હિજાબ પહેરવાની પરવાનગી માંગી હતી. રાજ્યમાં કટોકટીની સ્થિતિ અને મામલાની સંવેદનશીલતાને ધ્યાનમાં લઈને હાઈકોર્ટે ત્રણ જજની વિશેષ બેન્ચની રચના કરી અને અરજીની તાત્કાલિક સુનાવણી કરી છે.

અરજી ફગાવવામા આવી - કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ રિતુ રાજ અવસ્થીની આગેવાની હેઠળની વિશેષ બેન્ચે વિદ્યાર્થીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી અને અવલોકન કર્યું હતું કે હિજાબ પહેરવું એ ઈસ્લામમાં જરૂરી પ્રથા નથી. કર્ણાટક સરકારે શાળાઓ અને પ્રિ-યુનિવર્સિટી કોલેજો માટે માર્ગદર્શિકા જારી કરી છે, જેમાં વિદ્યાર્થીઓને વર્ગખંડમાં હિજાબ પહેરવા માટે કોઈ જગ્યા આપ્યા વિના યુનિફોર્મ ફરજિયાત બનાવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.