મુંબઈ: માયાનગરી મુંબઇમાં લોકો દરેક પ્રકારના સપના લઇને મુંબઇ આવે છે. ખાસ કરીને મોટા ભાગના લોકો બોલિવૂડમાં કામ મળે એ શોધમાં મુંબઈમાં આવતા હોય છે. પરંતુ આ કાલ્પનિક અને આભાસી બોલિવૂડની દુનિયા છે. રોજ કેટલાય લોકો એવા સપના લઇને આવે છે અને જાય છે. ઘણાને મંઝિલ મળે છે , ઘણા આ મંઝિલ સુધી પહોંચવા માટે અલગ અલગ રસ્તા અપનાવી લેતા હોય છે. બોલિવૂડ દુનિયામાં રોજ કેટલાય સપના ઉંગે છે અને કેટલાય સપના સાંજ પડતાની સાથે આથમી જાય છે. ઘણી બધી છોકરીઓ સંઘર્ષ દરમિયાન એટલી પરેશાન થઈ જાય છે કે, તેઓ પોતાની જાતને ખોટા રસ્તે લઈ જાય છે. કારણ કે સપના પાસે તે ઝૂકી જાય છે. અથવા પરિવારના મેણા અને મજબૂરીથી કંટાળીને અલગ રસ્તો બનાવી લે છે. જેના કારણે સેક્સ રેકેટનો ભોગ બનવા માટે મજબૂર પણ થઇ જતી હોય છે. મુંબઈમાં ગોરેગાંવ વિસ્તારમાંથી સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે.
આ પણ વાંચો Maharashtra News: મુંબઈ માનખુર્દ વિસ્તારમાં ભીષણ આગ લાગતા મચ્યો ખળભળાટ
સેક્સ રેકેટનો પર્દાફાશ: પોલીસની સામાજિક સેવા શાખાએ એક હાઈ-પ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ભોજપુરી ફિલ્મ અભિનેત્રીની ધરપકડ કરવામાં આવી હતી. દરોડા દરમિયાન સુમન કુમારી નામની ભોજપુરી અભિનેત્રીની ધરપકડ કરવામાં આવી હતી. અભિનેત્રી આ હાઈ-પ્રોફાઈલ સેક્સ રેકેટમાં મીડિયા તરીકે કામ કરતી હતી. આ અઠવાડિયાની શરૂઆતમાં, બોલિવૂડ અભિનેત્રી-કમ-કાસ્ટિંગ ડિરેક્ટર આરતી મિત્તલને સંડોવતા કથિત સેક્સ રેકેટમાં ધરપકડ કરવામાં આવી હતી.
દેહ વેપાર: ગ્રાહકો તરીકે દર્શાવી ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ હોટલના રૂમમાં ગયા. જ્યાં તેમની બે છોકરીઓ રાહ જોઈ રહી હતી. યુવતીઓએ પોલીસને જણાવ્યું કે, આરતી મિત્તલે તેમને તેમના "એસાઈનમેન્ટ" માટે 15,000 રૂપિયા આપવાનું વચન આપીને લાલચ આપી હતી. યુવતીઓએ દાવો કર્યો હતો કે, મિત્તલે તેની સાથે દેહવ્યાપારમાં વધુ આવક મળશેનું વચન આપ્યું હતું. મુંબઈમાં આ અઠવાડિયે બે હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. મુંબઈ પોલીસે બે દરોડા દરમિયાન બોલિવૂડ અભિનેત્રી-કમ-કાસ્ટિંગ ડિરેક્ટર આરતી મિત્તલ અને એક ભોજપુરી અભિનેત્રીની ધરપકડ કરી હતી.