- ભારતમાં કોરોનાનો સેકેન્ડ ફેસ
- આજે રવિવારે 93,249 કેસો સામે આવ્યા
- વડાપ્રધાને બોલાવી ઉચ્ચ સ્તરીય બેઠક
નવી દિલ્હી : દેશમાં કોરોના કેસમાં તેજીથી વધારો થઈ રહ્યો છે. આ પરિસ્થિતીને જોતા વડાપ્રધાન મોદીએ આજે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં દેશભરની કોરોના સ્થિતી અને ચાલી રહેલા રસીકરણ વિશે સમીક્ષા કકવામાં આવશે. આ બેઠકમાં કેબિનેટ સચિવ, વડાપ્રધાનના સચિવ, કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ સમેત અન્ય વરિષ્ઠ અધિકારીઓ સામેલ છે.
93,249 નવા કેસો
ભારતમાં રવિવારે કોરોનાના 93,249 નવા કેસો સામે આવ્યા હતા જે આ વર્ષમા સામે આવેલા કોરોના કેસમાં સોથી વધારે છે. આ સાથે દેશમાં કોરોના કેસની સંખ્યા વધીને 1,24,85,509 થઈ ગઈ છે.
આ પણ વાંચો : જોધપુર IITમાં કોરોનાના 14 નવા કેસ સામે આવ્યા
19 સપ્ટેમ્બર 2020 પછી સૌથી વધારે કેસ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે સવારે 8 વાગે બહાર પાડેલા આંકડા મુજબ 19 સપ્ટેમ્બર પછી આજે રવિવારે સોથી વધારે કોરોના કેસ સામે આવ્યા છે. 19 સપ્ટેમ્બરે 93,337 કેસો સામે આવ્યા હતા.આંકડાની મુજબ રવિવારે મહામારીને કારણે 513 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જેના કારણે મૃતકોની સંખ્યા 1,64,623 થઈ ગઈ છે.
આ પણ વાંચો : અક્ષય કુમાર કોરોનાની ઝપેટમાં, સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ માટે કરી અપીલ