ETV Bharat / bharat

દિલ્હી હાઈકોર્ટનો કેન્દ્રને સવાલ- કસ્ટમ વિભાગમાં કેટલા ઓક્સિજન કન્સન્ટ્રેટર અટવાયા છે - દિલ્હી હાઈકોર્ટનો કેન્દ્રને સવાલ

દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું છે કે કસ્ટમ ક્લિયરન્સ માટે કેટલા ઓક્સિજન કન્સન્ટ્રેટર પડ્યા છે. જસ્ટિસ વિપિન સંઘીની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કહ્યું હતું કે, ઓક્સિજન કન્સન્ટ્રેટરને કારણે લોકો ન મારવા જોઈએ.

કસ્ટમ વિભાગમાં કેટલા ઓક્સિજન કન્સન્ટ્રેટર અટવાયા છે

author img

By

Published : May 3, 2021, 10:59 PM IST

  • દિલ્હી હાઈકોર્ટનો કેન્દ્રને સવાલ
  • કસ્ટમ વિભાગમાં કેટલા ઓક્સિજન કન્સન્ટ્રેટર અટવાયા છે
  • જસ્ટિસ વિપિન સંઘીની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કર્યો સવાલ

નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું છે કે કસ્ટમ ક્લિયરન્સ માટે કેટલા ઓક્સિજન કન્સન્ટ્રેટર પડ્યા છે. જસ્ટિસ વિપિન સંઘીની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કહ્યું હતું કે, ઓક્સિજન કન્સન્ટ્રેટરને કારણે લોકો ન મારવા જોઈએ.

આ પણ વાંચોઃ ઓક્સિજનનો સપ્લાય રોકનારા વ્યક્તિને અમે લટકાવી દઈશુંઃ દિલ્હી હાઈકોર્ટ

મેક્સ હોસ્પિટલનો 3,000 જેટલો કન્સન્ટ્રેટર કસ્ટમ પાસે

આ સુનાવણી દરમિયાન મેક્સ હોસ્પિટલના વકીસ કૃષ્ણન વેણુગોપાલે હાઈકોર્ટને કહ્યું કે, હોસ્પિટલમાં 3,000 ઓક્સિજન કન્સન્ટ્રેટર ક્લિયરેન્સ માટે પડ્યા છે. તેમણે કહ્યું કે, જો દિલ્હી સરકાર ઓક્સિજન કન્સન્ટ્રેટર, ટ્રેન્કર્સ વગેરે માટે ફંડનું ગઠન કરે છે જે વ્યક્તિગતરીતે ઘણા લોકો પાસેથી ફંડ અપાવવા પ્રયાસ કરશે.ત્યારે દિલ્હી સરકારના વરિષ્ઠ વકીલ રાહુલ મેહરાએ કહ્યું કે, મુખ્યપ્રધાન રાહત કોષ પહેલાંથી જ છે. અમે તેમના ખાતા નંબરનો પ્રચાર-પ્રસાર કરશું. તેમણે કહ્યું કે, મુખ્યપ્રધાન રાહત કોષની ડોનેશન લિન્ક છે. જેથી વેણુગોપાલે કહ્યું કે, તે કામ કરતી નથી.

ઓક્સિજન કન્સન્ટ્રેટરને કારણે જીવન જતો જોઈ શકતો નથી

કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું કે કસ્ટમ ક્લિયરન્સ માટે કેટલા ઓક્સિજન કન્સન્ટ્રેટર પડેલા છે, ત્યારે કેન્દ્ર વતી વકીલ અમિત મહાજને કહ્યું કે આ સંખ્યા સતત બદલાતી રહે છે. કેન્દ્ર સરકારનો પ્રયાસ છે કે આદેશ મુજબ કસ્ટમ ક્લિયરન્સ ત્રણ કલાકમાં થવી જોઈએ. ત્યારબાદ કોર્ટે પૂછ્યું કે કેટલાક ઉપકરણો પહેલાથી જ કસ્ટમ ક્લિયરન્સ માટે છે કે નહીં, ત્યારે મહાજને કહ્યું કે અમે એવું કહી શકતા નથી. કારણ કે, એક કલાક પછી કંઈપણ બાકી રહેશે નહીં. કોર્ટે આ અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો. જેથી વેણુગોપાલે કહ્યું કે કેન્દ્ર સરકારે હોસ્પિટલોને પ્રાધાન્ય આપવું જોઈએ. ત્યારબાદ કોર્ટે કેન્દ્રને પૂછ્યું કે અત્યાર સુધીમાં કેટલી કસ્ટમ મંજૂરીઓ થઈ છે, ત્યારે મહાજને કહ્યું કે 48 હજાર. આ અંગે કોર્ટે કહ્યું કે જો 48 લાખ ડિવાઇસીસ આવી હોત તો શું થયું હોત.

કસ્ટમ ક્લિઅરન્સમાં કોઈ ઓક્સિજન કન્સન્ટ્રેટર અટવાયેલું નથી: CBI

આ અંગે CBIએ કહ્યું કે, મીડિયા રિપોર્ટ્સ મુજબ ત્રણ હજાર ઓક્સિજન કન્સન્ટ્રેટર કસ્ટમ ક્લિયરન્સ કહેવામાં આવ્યું છે, જ્યારે એવું કાંઈ નથી. CBIએ કહ્યું હતું કે, જો કોઈની પાસે તેનાથી સંબંધિત ફોટોગ્રાફ્સ અથવા સંબંધિત માહિતી છે, તો તે તે શેર કરી શકે છે. જેના આધારે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.