- હેલિકોપ્ટરને કોચિ નજીક એક દલના મેદાન પર ઉતરવાની ફરજ પડી
- હેલિકોપ્ટરમાં લુલુ ગ્રુપના અધ્યક્ષ યુસુફ અલી, તેની પત્ની અને ક્રૂના બે સભ્યો સહિતના પ્રવાસી હતા
- અલીને તાજેતરમાં જ ફોર્બ્સ મેગેઝિનની 2021 અબજપતિઓની યાદીમાં શામેલ કરવામાં આવ્યો
કોચિ(કેરળ): વિદેશી ભારતીય ઉદ્યોગપતિ એમ.એ. યુસુફ અલી તેની પત્ની અને અન્ય ચાર લોકોને લઈને જતા એક હેલિકોપ્ટરનું રવિવારે સવારે કેરળના કોચિ નજીક હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. પોલીસે આ માહિતી આપી હતી.
આ પણ વાંચો: આર્મીના હેલિકોપ્ટરને રિપેર કરવા બેંગલુરુથી ટેકનિશિયનની ટીમ ખેડા પહોંચી
હેલિકોપ્ટરમાં અબુધાબીના લુલુ ગ્રુપના અધ્યક્ષ યુસુફ અલી તેની પત્ની અને ક્રૂના બે સભ્યો સહિત અન્ય બે પ્રવાસી હતા
પોલીસે જણાવ્યું હતું કે, હેલિકોપ્ટરમાં અબુધાબીના લુલુ ગ્રુપના અધ્યક્ષ યુસુફ અલી તેની પત્ની અને ક્રૂના બે સભ્યો સહિત અન્ય બે પ્રવાસી હતા. જેમને અહીંની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હેલિકોપ્ટર લુલુ ગ્રુપનું છે. જે ગલ્ફ દેશોમાં સુપરમાર્કેટ ચલાવે છે. અલીને તાજેતરમાં જ ફોર્બ્સ મેગેઝિનની 2021 અબજપતિઓની યાદીમાં શામેલ કરવામાં આવ્યો છે. તેમને પદ્મશ્રી અને પ્રવાસી ભારતીય સન્માનથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: ખેડાના મહુધા પાસે ખેતરમાં આર્મીના હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું
તમામ પ્રવાસી હાલ તબીબી સારવાર હેઠળ
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અલી હાલમાં કેરળમાં છે. કોચિમાં તેના ઘરથી નજીકની હોસ્પિટલમાં એક સંબંધીને મળવા જતો હતો. પાઇલટે અચાનક ખરાબ હવામાન અને ભારે વરસાદને કારણે સાવચેતીપૂર્વક હેલિકોપ્ટરને સલામત સ્થળે ઉતારવાનું નક્કી કર્યું હતું. લેકશોર હોસ્પિટલના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, તમામ પ્રવાસી સલામત છે. હાલ તે તબીબી સારવાર હેઠળ છે. આ ઘટના સવારે આઠ વાગ્યે પાનગડ વિસ્તારમાં બની હતી. સ્થાનિકોએ જણાવ્યું હતું કે હેલિકોપ્ટર માર્શી ગ્રાઉન્ડ પર ઉતરતાં એક મોટો અકસ્માત ટળી ગયો હતો.