ETV Bharat / bharat

ઉત્તરાખંડમાં મેઘ કહેર, તીર્થયાત્રીઓને સુરક્ષિત સ્થળે ખસેડાયા, પાણીમાં ફસાયેલા 22 લોકો અને નદીમાં ફસાયેલા હાથીને બચાવાયો - જોશીમઠમાં ભારત કન્સ્ટ્રક્શન કંપનીમાં કાટમાળ આવતા 4 મજૂર ઈજાગ્રસ્ત

ઉત્તરાખંડમાં રવિવારથી અવિરત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. તો ચમોલીમાં ગઈકાલે રાત્રે 12 વાગ્યાથી વીજળી જ ઠપ થઈ ગઈ છે. જ્યારે ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ બંધ કરી દેવાયા છે. તો જોશીમઠમાં એક કંપનીમાં કાટમાળ પડવાથી 4 મજૂર ઈજાગ્રસ્ત થયા હતા. બીજી તરફ ગૌલી નદીમાં વચ્ચોવચ એક હાથી ફસાઈ જતા તેને બચાવવાની કામગીરી ચાલી રહી છે. આ હાથી આખી રાત નદીમાં રહ્યો હતો. બીજી તરફ ગંગા ટાપુમાં ફસાયેલા 22 લોકોને પણ બચાવી લેવાયા છે. આ સાથે જ રાજ્ય સરકારે બદરીનાથ અને કેદારનાથના યાત્રાળુઓને પણ અત્યારે ક્યાંય ન જવા અપીલ કરી છે.

ઉત્તરાખંડમાં મેઘ કહેર, તીર્થયાત્રીઓને સુરક્ષિત સ્થળે ખસેડાયા, પાણીમાં ફસાયેલા 22 લોકો અને નદીમાં ફસાયેલા હાથીને બચાવાયો

author img

By

Published : Oct 19, 2021, 3:58 PM IST

  • ઉત્તરાખંડમાં રવિવારથી અવિરત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે
  • ચમોલીમાં ગઈકાલે રાત્રે 12 વાગ્યાથી વીજળી જ ઠપ થઈ ગઈ છે
  • ગૌલી નદીમાં વચ્ચોવચ એક હાથી ફસાઈ જતા તેને બચાવવાની કામગીરી ચાલી રહી છે

ઉત્તરાખંડઃ ઉત્તરાખંડના ચમોલીમાં છેલ્લા 48 કલાકથી પણ વધુ સમય થયો તેમ છતાં આજે ત્રીજા દિવસે પણ ભારે વરસાદ અને બરફ પડી રહ્યો છે. જોકે, ઉંચાઈવાળા વિસ્તારોમાં થઈ રહેલી હિમવર્ષાથી જિલ્લામાં તાપમાન ઘટવા લાગ્યું છે. તો નીચાણવાળા વિસ્તારમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જોકે, જનપદમાં સતત પડી રહેલા વરસાદના કારણે બદરીનાથ હાઈ-વે 11 સ્થળ પર કાટમાળ પડવાથી તેને બંધ કરી દેવાયો છે. જ્યારે ચમોલીના 17 ગ્રામ્ય રસ્તાને પણ કાટમાળ અને ભૂસ્ખલન થવાના કારણે બંધ કરી દેવાયો છે.

આ પણ વાંચો- Heavy Rain In Uttarakhand: રાજકોટના 30થી વધુ યાત્રાળુઓ ફસાયાં

નદીઓ ખતરાના નિશાનથી કેટલાક મીટર નીચે વહી રહી છે

બીજી તરફ ચમોલીની નદીઓમાં જળસ્તર વધી રહ્યું છે. જોકે, નદીઓ ખતરાના નિશાનથી કેટલાક મીટર નીચે વહી રહી છે. તો ચમોલીમાં મોડી રાત 12 વાગ્યાથી વીજળી પણ ઠપ થઈ ગઈ છે. આ તરફ જોશીમઠમાં ભારત કન્સ્ટ્રક્શન કંપનીમાં કાટમાળ ઘુસવાથી 4 મજૂર ઈજાગ્રસ્ત થયા છે. કર્ણપ્રયાગમાં પિંડર નદી ખતરાના નિશાનથી ત્રણ મીટર નીચે વહી રહી છે. જ્યારે અલકનંદા નદી ખતરાના નિશાનથી 2.12 અને નંદાકિની નદી પણ 3.25 મીટર નીચે વહી રહી છે. તેવામાં ચમોલી તંત્ર તરફથી બદરીનાથ ધામની યાત્રા પર આવતાજતા તીર્થયાત્રીઓની સાથે જ અન્ય લોકોને વાતાવરણ સારું થવા સુધી સુરક્ષિત સ્થળો પર રહેવાની વાત કહેવામાં આવી છે.

ચમોલીમાં ગઈકાલે રાત્રે 12 વાગ્યાથી વીજળી જ ઠપ થઈ ગઈ છે

આ પણ વાંચો- ઉત્તરાખંડમાં સતત 3 દિવસથી પડી રહ્યો છે વરસાદ, કાટમાળ પડવાથી અનેક રસ્તાઓ બંધ

રાયવાલાની નજીક ગંગા ટાપુમાં ફસાયેલા 22 લોકોને પોલીસે સુરક્ષિત સ્થળે ખસેડ્યા

ઉત્તરાખંડમાં ઋષિકેશના રાયવાલાના ગોહરી માફીમાં ગંગા નદીનું જળસ્તર અચાનક વધી ગયું છે, જેના કારણે રાયવાલાની નજીક ગંગાના ટાપુમાં ગુજર પરિવારના 22 લોકો ફસાઈ ગયા હતા. જોકે, તેમના ફસાવવાના સમાચાર મળતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તમામ લોકોને બચાવી લીધા હતા. આ અંગે મળતી માહિતી અનુસાર, ગુજરોનો પરિવાર ઉત્તરકાશીના રાયવાલા આવ્યો હતો, પરંતુ સતત થઈ રહેલા વરસાદના કારણે ગંગાનું જળસ્તર વધી ગયું હતું. આ જ કારણે તમામ 22 લોકો ટાપુ પર ફસાઈ ગયા હતા. જોકે, આજે સવારે કન્ટ્રોલ રૂમના માધ્યમથી રાયવાલા પોલીસ સ્ટેશનને સૂચના મળી હતી. ત્યારબાદ રાયવાલા પોલીસ અને SDRFની ટીમે ઘટનાસ્થળે પહોંચી બચાવ અભિયાન શરૂ કર્યું હતું. ટીમે બોટની મદદથી ફસાયેલા વ્યક્તિ સુધી પહોંચી તેમને સુરક્ષિત સ્થળ પર પહોંચાડ્યા હતા.

ભારે વરસાદના કારણે એક હાથી રાતથી ગૌલા નદીની વચ્ચોવચ ફસાયો

ગૌલા નદીની વચ્ચોવચ એક હાથી ફસાઈ ગયો હતો, જેને બચાવવા વન વિભાગે બચાવ કામગીરી કરી હતી. અહીં વર્ષ 1993 પછી પહેલા વખત એવું થયું છે કે, ગૌલા નદીમાં 90,000 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. નદીના દેવરામપુરની પાસે એક ટેકરા પર હાથી ફસાઈ ગયો હતો. નદીના તેજ પ્રવાહના કારણે હાથી રાતથી નદીમાં ફસાયેલો છે. જોકે, સવારે ગ્રામ્યજનોએ હાથીને ફસાયેલો જોતા વન વિભાગની ટીમને જાણ કરી હતી. ત્યારબાદ તરાઈ પૂર્વી વન વનિભાગના વન ક્ષેત્રાધિકારી સંદિપ કુમારે કહ્યું હતું કે, ગ્રામ્યજનોએ હાથી ફસાયેલો હોવાની સૂચના વિભાગને આપી છે. ત્યારે વિભાગે ઘટનાસ્થળે પહોંચીને હાથીને બચાવવાનું કામ શરૂ કર્યું છે. જોકે, નદીમાં વધુ પાણી હોવાના કારણે બચાવ કામગીરીમાં તકલીફ પડી રહી છે. જ્યારે પાણી ઓછું થયા પછી હાથી જાતે જ જંગલ તરફ જતો રહેશે.

ગૌલી નદીમાં વચ્ચોવચ એક હાથી ફસાઈ જતા તેને બચાવવાની કામગીરી ચાલી રહી છે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.