- કોર્ટે તાહિર હુસેનની જામીન અરજી પર સુનાવણી મોકૂફ રાખી
- એડિશનલ સેશન્સ જજ વિનોદ યાદવે આગામી સુનાવણી 1 મેના કરવાનો આદેશ આપ્યો
- ચાર્જશીટમાં તાહિર હુસેન સહિત 15 લોકો પર આરોપ મૂકવામાં આવ્યા
નવી દિલ્હી : દિલ્હીની કડકડડૂમા કોર્ટે દિલ્હી રમખાણોના આરોપમાં જેલમાં બંધ તાહિર હુસેનના કેસમાં દાખલ જામીન અરજી પર સુનાવણી મોકૂફ કરી છે. એડિશનલ સેશન્સ જજ વિનોદ યાદવે આગામી સુનાવણી 1 મેના કરવાનો આદેશ આપી હતી.
તાહિર હુસેન વિરુદ્ધ દિલ્હી રમખાણો માટે અનેક FIR દાખલ કરાઇ
તાહિર હુસેન વિરુદ્ધ દિલ્હી રમખાણો માટે અનેક FIR દાખલ કરવામાં આવી છે. કોર્ટમાં જે FIR પર સુનાવણી થવાની હતી, તે દયાલપુર પોલીસ સ્ટેશનની છે. આ કેસમાં ભારતીય દંડ સંહિતાના આર્મ્સ એક્ટની કલમ 147, 148, 149, 153 એ, 505, 436, 307, 120 બી, 34 અને 27 અને 30 હેઠળ FIR નોંધવામાં આવી છે.
આ પણ વાંચો : તાહિર હુસેન વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચે 1000 પાનાની ચાર્જશીટ કરી તૈયાર
તાહિર હુસેન વિરુદ્ધ FIRમાં દાખલ કરેલી ચાર્જશીટનો ખ્યાલ લીધો
21 ઑગસ્ટ 2020ના રોજ કડકડડૂમા કોર્ટે તાહિર હુસેન વિરુદ્ધ FIRમાં દાખલ કરેલી ચાર્જશીટનો ખ્યાલ લીધો હતો. ચાર્જશીટમાં તાહિર હુસેન સહિત 15 લોકો પર આરોપ મૂકવામાં આવ્યા છે. ચાર્જશીટમાં તાહિર હુસેનને મુખ્ય સૂત્રધાર ગણાવ્યા છે.
તાહિર હુસેને હિંસા કરવા માટે એક કરોડ 30 લાખનો ખર્ચ કર્યો
લગભગ એક હજાર પાનાની આ ચાર્જશીટમાં 15 લોકો પર કાઉન્સિલર તાહિર હુસેનનો ભાઈ શાહ આલમ સહિતના લોકો પર આરોપ મૂકવામાં આવ્યા છે. ક્રાઈમ બ્રાંચે પોતાની ચાર્જશીટમાં જણાવ્યું છે કે, હિંસા સમયે આરોપી તાહિર હુસેન તેની છત પર હતો. તાહિર હુસેન પર હિંસાનું કાવતરું કરવાનો આરોપ છે. ચાર્જશીટમાં જણાવાયું છે કે, તાહિર હુસેને હિંસા કરવા માટે એક કરોડ 30 લાખનો ખર્ચ કર્યો હતો.
આ પણ વાંચો : AAPના કાઉન્સિલરે વાયરલ વીડિયો પર કરી સ્પષ્ટતા, જુઓ શું કહ્યું?
તાહિર હુસેન સામે મની લોન્ડરિંગનો કેસ પણ દાખલ કર્યો
ઇડીએ તાહિર હુસેન સામે મની લોન્ડરિંગનો કેસ પણ દાખલ કર્યો છે. તાહિર હુસેન પર છેતરપિંડી, બનાવટી અને ગુનાહિત કાવતરાના આરોપ છે. ઇડીએ અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. જેમાં ઘણા દસ્તાવેજો અને ડિજિટલ ઉપકરણો મળી આવ્યા હતા. તાહિર હુસેન પાસેથી વોટ્સ એપ ચેટ, બનાવટી બિલો મળી આવ્યા હતા. ઇડીએ કહ્યું છે કે, તાહિર હુસેને અનેક કંપનીઓના ખાતામાંથી ગુનાહિત ષડયંત્ર રચીને પૈસા ટ્રાન્સફર કર્યા હતા. આ પૈસાથી ગુનો નોંધાયો હતો.