નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટ સોમવારે કુતુબ મિનાર સંકુલના પૂર્વ ગેટ પર આવેલી મુગલ મસ્જિદમાં નમાજ પઢવા માટે રોકવાના (Ban on offering Namaz in Mughal Masjid) ASIના આદેશ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરશે. જસ્ટિસ મનોજ કુમાર ઓહરીની બેંચ આ મામલે સુનાવણી કરશે.
આ પણ વાંંચો: ચોમાસું સત્ર 2022: સ્મૃતિ ઈરાની સાથેનો મામલો સંસદમાં ઉઠાવવાની શક્યતા
પહેલા નમાઝ પઢવાથી રોકાયા ન હતા: 14 જુલાઈના રોજ કોર્ટે કેન્દ્ર અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને (Archaeological Survey of India)જવાબ આપવા માટે સમય આપ્યો હતો. કુતુબ મિનાર સંકુલના પૂર્વ દરવાજા પર સ્થિત મુગલ મસ્જિદની મેનેજમેન્ટ કમિટીએ અરજી દાખલ કરી છે. અરજદાર તરફથી હાજર રહેલા એડવોકેટ સુફિયાન સિદ્દીકીએ રજૂઆત કરી હતી કે, મુઘલ મસ્જિદ નોટિફાઇડ વક્ફ પ્રોપર્ટી છે અને ASI અધિકારીઓએ મે મહિનાથી ત્યાં નમાજ પઢવાની ના પાડી છે. મુઘલ મસ્જિદ કુવ્વત-ઉલ-ઈસ્લામથી અલગ મસ્જિદ છે અને તે સંરક્ષિત મસ્જિદ નથી. આ મસ્જિદમાં પહેલા ક્યારેય નમાઝ પઢવાથી રોકાયા ન હતા.
આ પણ વાંંચો: President Oath Taking Ceremony : દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિની લીધા શપથ
નમાઝ અદા કરવાથી રોકવું એ આધુનિક રાષ્ટ્રની વિરુદ્ધ: અરજીમાં કહેવામાં આવ્યું છે કે એવા પુરાવા છે કે, મુઘલ મસ્જિદમાં હંમેશા નમાઝનું આયોજન કરવામાં આવ્યું છે. મુઘલ મસ્જિદમાં (Mughal Mosque) નમાઝ અદા કરવાથી કાયદો અને વ્યવસ્થાની કોઈ સમસ્યા નથી. મુસ્લિમ સમાજને નમાઝ અદા કરવાથી રોકવું એ આધુનિક રાષ્ટ્ર અને જૂની સંસ્કૃતિની વિરુદ્ધ છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, લોકોને મસ્જિદમાં આવતા અટકાવવા ASIના અધિકારક્ષેત્રમાં આવતા નથી. તમને જણાવી દઈએ કે, કુતુબ મિનાર સંકુલમાં પૂજા કરવાની પરવાનગી માંગતી અરજી દિલ્હીની સાકેત કોર્ટમાં પેન્ડિંગ છે.