નવી દિલ્હી પેગાસસ જાસૂસી કેસમાં (Pegasus spy case) આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી (Supreme Court to hear Pegasus espionage case) હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલે રચાયેલી કમિટીના રિપોર્ટની તપાસ કરી હતી. આ દરમિયાન કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, આ રિપોર્ટ જાહેર વિતરણ માટે નથી. કોર્ટે તેને ગોપનીય ગણાવ્યું હતું. ટેકનિકલ કમિટીના રિપોર્ટ અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સમિતિને 29 ફોન આપવામાં આવ્યા હતા અને તેમને કેટલાક માલવેર મળ્યા છે. આ 29 ફોનમાંથી 5 ફોનમાં કેટલાક માલવેર હતા. જો કે, આ માલવેર વાયરસ પાછળનું કારણ પેગાસસ છે કે કેમ તે સ્પષ્ટ નથી.
આ પણ વાંચો ગુજરાત સરકારે તિસ્તાની જામીન સુનાવણી માટે સમય માંગ્યો
અહેવાલ ત્રણ ભાગમાં રજૂ કરવામાં આવશે આ મામલામાં સુપ્રીમ કોર્ટે મે મહિનામાં આ મામલાની તપાસ કરી રહેલી ટેકનિકલ કમિટીને 4 અઠવાડિયાનો સમય આપ્યો હતો. જેમાં તેમને આ સુનાવણીમાં પોતાનો અંતિમ રિપોર્ટ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું હતું. કોર્ટે આ દરમિયાન એમ પણ કહ્યું કે, રિપોર્ટ ત્રણ ભાગમાં રજૂ કરવામાં આવ્યો છે. ટેકનિકલ કમિટીના બે અહેવાલો અને સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ આરવી રવિેન્દ્રન દ્વારા દેખરેખ હેઠળની સમિતિનો એક અહેવાલ.
5 ફોનમાં માલવેર વાયરસ જોવા મળ્યો આ રિપોર્ટમાં ટેકનિકલ કમિટીએ જણાવવાનું હતું કે, પેગાસસ સ્પાયવેર લોકોના ફોન કે, અન્ય કોઈ ઉપકરણની જાસૂસી કરવા માટે દાખલ કરવામાં આવ્યો હતો કે કેમ. આ માટે સમિતિને 29 ફોન આપવામાં આવ્યા હતા. જેમાંથી 5 ફોનમાં માલવેર વાયરસ મળી આવ્યો છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે, આ વાયરસ પાછળનું કારણ શું છે.
આ પણ વાંચો બિલ્કીસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ ફટકારી
શું છે પેગાસસ જાસૂસી કેસ પેગાસસ એક જાસૂસ સોફ્ટવેરનું નામ છે. સ્પાય સોફ્ટવેર હોવાને કારણે તેને સ્પાયવેર પણ કહેવામાં આવે છે. વાસ્તવમાં મીડિયા રિપોર્ટ્સ અનુસાર લગભગ 300 ભારતીયો પેગાસસ સોફ્ટવેર દ્વારા જાસૂસીના નિશાના પર હતા. જેમાં ભારતના રાજકારણીઓ, પત્રકારો અને સામાજિક કાર્યકરોને નોંધપાત્ર રીતે નિશાન બનાવવામાં આવ્યા હતા.