ETV Bharat / bharat

દિલ્હી હાઇકોર્ટમાં INX મીડીયા ડીલ કેસમાં આવતીકાલે સુનાવણી - મની લોન્ડરિંગ એક્ટ

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટ INX મીડિયા ડીલ કેસમાં પૂર્વ પ્રધાન પી. ચિદમ્બરમ અને અન્ય આરોપીઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરશે. સ્પેશિયલ જજ એમ. કે. નાગપાલ આ કેસની સુનાવણી કરશે.

દિલ્હી હાઇકોર્ટમાં INX મીડીયા ડીલ કેસમાં આવતીકાલે સુનાવણી

author img

By

Published : Aug 9, 2021, 10:30 AM IST

  • સ્પેશિયલ જજ એમ. કે. નાગપાલ આ કેસની સુનાવણી કરશે
  • 24 જુલાઇના રોજ પી.ચિદમ્બરમે કેસ સંબંધિત દસ્તાવેજોની નકલની માગ કરી
  • કોર્ટે મની લોન્ડરિંગ એક્ટની કલમ 3 અને 70 હેઠળ દાખલ કરેલી ચાર્જશીટની નોંધ લીધી

નવી દિલ્હી : દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટ INX મીડિયા ડીલ કેસમાં પૂર્વ પ્રધાન પી. ચિદમ્બરમ અને અન્ય આરોપીઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરશે. સ્પેશિયલ જજ એમ. કે. નાગપાલ આ કેસની સુનાવણી કરશે.

CBIએ 15 મી મે 2017ના રોજ FIR નોંધાવી હતી

24 જુલાઇના રોજ પી.ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્થ ચિદમ્બરમે આ કેસ સંબંધિત દસ્તાવેજોની નકલની માગ કરી છે. 24 માર્ચે કોર્ટે તમામ આરોપીઓને ED દ્વારા દાખલ કરાયેલી ચાર્જશીટની નોંધ લેતા સમન્સ જારી કર્યા હતા. કોર્ટે મની લોન્ડરિંગ એક્ટની કલમ 3 અને 70 હેઠળ દાખલ કરેલી ચાર્જશીટની નોંધ લીધી હતી. આ કેસમાં CBIએ 15 મી મે 2017ના રોજ FIR નોંધાવી હતી. EDએ 18 મે 2017ના રોજ FIR નોંધાવી હતી. CBI એ ભારતીય દંડ સંહિતાની કલમ 120B, 420 અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 8, 12 (2) અને 13 (1) (d) હેઠળ આરોપો લગાવ્યા છે. આ FIR, INX મીડિયા ડિરેક્ટર ઈન્દ્રાણી મુખર્જી અને ચીફ ઓપરેટિંગ ઓફિસર પીટર મુખર્જીની ફરિયાદ પર નોંધવામાં આવી હતી.

કાર્તિ ચિદમ્બરમ પર INX મીડિયા પાસેથી નાણાંની વસુલી કરવાનો આરોપ

કાર્તિ ચિદમ્બરમ પર ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ (FIPB) પાસેથી પરવાનગી મેળવવા માટે INX મીડિયા પાસેથી નાણાંની ઉચાપત કરવાનો આરોપ છે. આ કેસમાં જે લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. તેમાં પી. ચિદમ્બરમ, કાર્તિ ચિદમ્બરમ, સુબ્રમણ્યમ ભાસ્કરન, મેસર્સ એડવાન્ટેજ સ્ટ્રેટેજિક કન્સલ્ટિંગ સિંગાપોર લિમિટેડ, INX મીડિયા પ્રાઈવેટ લિમિટેડ એડવાન્ટેજ ઈન્ટ્રેટેજીયા એસ્પોર્ટિવા SLU, મેસર્સ ક્રિયા FMCG ડિસ્ટ્રિબ્યુટર્સ પ્રાઈવેટ લિમિટેડ, મેસર્સ નોર્થ સોફ્ટવેર, સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંસલ્ટેંસી પ્રાઇવેટ લિમિટેડ શામિલ છે.

આ પણ વાંચો: આઇએનએક્સ મીડિયા ડીલ કેસમાં સુનવણી 4 મેના રોજ હાથ ધરવામાં આવશે

આ પણ વાંચો: કૉર્ટની બહાર ચિદમ્બરમનું GDP મુદ્દે મંદ હાસ્ય, પંજો બતાવી મોદી સરકાર પર કર્યો કટાક્ષ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.