નવી દિલ્હીઃ TMC સાંસદ મહુઆ મોઇત્રાની અરજી પર શુક્રવારે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ. દિલ્હી હાઈકોર્ટમાં આ કેસની આગામી સુનાવણી 31 ઓક્ટોબરે થશે. મહુઆ મોઇત્રાના વકીલ ગોપાલ શંકરનારાયણે સુનાવણીમાંથી પોતાને અલગ કરી લીધા છે.
મહુઆના વકીલ પર આરોપ: એડવોકેટ જયંત દેહદરાઈએ મહુઆના વકીલ ગોપાલ શંકરનારાયણ પર ગંભીર આરોપ લગાવ્યા છે. જય અનંત દેહદરાઈએ જણાવ્યું હતું કે મહુઆના વકીલે તેમનો સંપર્ક કર્યો હતો અને કેસ પાછો ખેંચી લેવા કહ્યું હતું. જજે શંકરનારાયણને આના પર સવાલ કર્યા, જે બાદ મહુઆના વકીલ ગોપાલ શંકરનારાયણે આ કેસથી પોતાને દૂર કરી લીધા.
બદનક્ષીપૂર્ણ સામગ્રી રોકવા અરજી: અરજીમાં મહુઆએ બીજેપી સાંસદ નિશિકાંત દુબે, એક વકીલ અને ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને મીડિયા હાઉસને તેમની વિરુદ્ધ કોઈપણ નકલી અને બદનક્ષીપૂર્ણ સામગ્રી પોસ્ટ, પ્રસારણ અથવા પ્રકાશિત કરવાથી રોકવા માટે સૂચના માંગી છે. આ અરજી 17 ઓક્ટોબરના રોજ દાખલ કરવામાં આવી હતી અને જસ્ટિસ સચિન દત્તા સમક્ષ સુનાવણી માટે સૂચિબદ્ધ કરવામાં આવી હતી.
ટીએમસી સાંસદે વળતરની માંગ કરી: પશ્ચિમ બંગાળની કૃષ્ણનગર લોકસભા સીટના સાંસદ મોઇત્રાએ દુબે, વકીલ જય અનંત દેહાદરાય, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X, સર્ચ એન્જિન સામે કાયમી મનાઈ હુકમની માંગણી કરી છે. જેમાં ગુગલ, યુટ્યુબ અને 15 મીડિયા હાઉસને તેમની વિરૂદ્ધ બદનક્ષીભર્યા, પ્રથમદર્શી ખોટા અને દૂષિત નિવેદનો કરવા, પ્રકાશિત કરવા, પ્રસારિત કરવાથી રોકવાની માંગ કરવામાં આવી છે. ટીએમસી સાંસદે વળતરની પણ માંગ કરી છે. દુબેએ મોઇત્રા પર સંસદમાં પ્રશ્નો પૂછવા માટે એક વેપારી પાસેથી લાંચ લેવાનો આરોપ મૂક્યો છે અને સ્પીકર ઓમ બિરલાને વિનંતી કરી છે કે તેઓ તેમની સામેના આરોપોની તપાસ કરવા માટે તપાસ સમિતિની રચના કરે.