નવી દિલ્હી: આરોગ્ય મંત્રાલયે ઓમિક્રોન વેરિઅન્ટથી (Covid Omicron variant 2021)સંક્રમિત લોકો સાથે સંબંધિત એક રિપોર્ટ ચૂંટણી પંચને આપ્યો (Health Ministry submits report to Election Commission) છે. આ ઉપરાંત ચૂંટણી રાજ્યોમાં કોરોના રસીકરણ, કોવિડ-19 સંક્રમણના કેસો સંબંધિત વિગતવાર માહિતી પણ ચૂંટણી પંચને (Omicron and five State Assembly Poll) સોંપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે જે પાંચ (Omicron and five State Assembly Poll)રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે તેમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરનો સમાવેશ થાય છે.
5 રાજ્યોની ચૂંટણી અંગે ધ્યાન કેન્દ્રિત કરાયું
સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે, દેશભરમાં કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનના વધતા જતા કેસોની ચર્ચા (Omicron and five State Assembly Poll) ચૂંટણી પંચ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય વચ્ચે પાંચ ચૂંટણી રાજ્યો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને કરવામાં આવી હતી. આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે (Health Secretary Rajesh Bhushan) રાજ્યોમાં ઓમિક્રોનના (Covid Omicron variant 2021)વધતા દર અને નવા કોરોના સંક્રમણ અંગે ચૂંટણી પંચને વિગતવાર અહેવાલ (Health Ministry submits report to Election Commission) રજૂ કર્યો હતો.
ચૂંટણી પંચ માર્ગદર્શિકા બહાર પાડશે
આરોગ્ય મંત્રાલયનો રિપોર્ટ મળ્યા બાદ ચૂંટણી પંચ 5 રાજ્યોને માર્ગદર્શિકા જારી કરશે. ચૂંટણી પંચે એ (Omicron and five State Assembly Poll) તમામ રાજ્યોને કોરોના સંબંધિત માર્ગદર્શિકા જારી કરવાનો નિર્ણય લીધો છે જેમાં આગામી થોડા મહિનામાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. તેની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રાલયના એક અધિકારીએ ETV Bharat ને જણાવ્યું કે કમિશન સમક્ષ રજૂ કરાયેલા રિપોર્ટમાં કોરોના રસીકરણની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ WHO Chief Cautions to Rich : ધડાધડીમાં બૂસ્ટર ડોઝ આપવા સામે ચેતવણી આપી
સ્થાનિક પ્રતિબંધોની જરૂરિયાત
ભૂષણે ચૂંટણી પંચને ભારતમાં કોરોના સંક્રમણની કુલ સંખ્યા વિશે પણ માહિતી આપી અને કહ્યું કે ઘણા વિસ્તારોમાં સંક્રમણ વધ્યું છે. આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, આરોગ્ય સચિવે 5 રાજ્યોના વિધાનસભા ચૂંટણી (Omicron and five State Assembly Poll) સાથેના તે વિસ્તારોમાં સ્થાનિક નિયંત્રણો લાદવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો છે, જ્યાં કોરોના અથવા ઓમિક્રોન સંક્રમણમાં (Covid Omicron variant 2021) વધારો થયો છે.
આરોગ્ય સચિવે તે જિલ્લાઓ વિશે પણ વિગતવાર માહિતી આપી છે જ્યાં આર મૂલ્યમાં વધારો થયો છે. આરોગ્ય મંત્રાલયના અહેવાલ મુજબ ઘણા રાજ્યોમાં કોવિડ સંક્રમણનું આર-વેલ્યુ નોંધપાત્ર રીતે વધી ગયું છે, જે દર્શાવે છે કે કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે.
આપને જણાવીએ કે કે આર વેલ્યુ વાયરસના ફેલાવાની ક્ષમતા દર્શાવે છે. એક કરતાં ઓછા R મૂલ્યનો અર્થ એ છે કે કોરોના સંક્રમિત વ્યક્તિમાંથી એક કરતાં ઓછા વ્યક્તિને સંક્રમણ લાગવાની શક્યતા છે. જો કે જો R ની કિંમત એક કરતા વધુ હોય તો એક સંક્રમિત વ્યક્તિથી એક કરતા વધુ વ્યક્તિઓમાં કોરોના સંક્રમણ ફેલાવાની સંભાવના છે.
ચૂંટણી સ્થગિત કરવા પર અલાહાબાદ હાઈકોર્ટમાં અપીલ
ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશની અલાહાબાદ હાઈકોર્ટે વિધાનસભા ચૂંટણી સ્થગિત કરવા વિશે ટિપ્પણી કરી હતી. 23 ડિસેમ્બરે અલાહાબાદ હાઈકોર્ટે વડાપ્રધાનને કોરોના વેરિઅન્ટ ઓમિક્રોનના વધતા પ્રભાવને (Covid Omicron variant 2021) કારણે યુપી ચૂંટણી સ્થગિત (Omicron and five State Assembly Poll) કરવા વિનંતી કરી હતી.
આ પણ વાંચોઃ Corona Vaccination for Childrens in India: બાળકો 1 જાન્યુઆરીથી CoWin App પર કરાવી શકશે રજિસ્ટ્રેશન
ત્રીજી લહેરની આશંકા વચ્ચે રેલીઓ પર રોકની માગણી
કોવિડ-19ની ત્રીજી લહેરની વધતી જતી આશંકાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર અને ભારતના ચૂંટણી પંચને ચૂંટણી રેલીઓ પર રોક લગાવવા અને ચૂંટણીઓ (Omicron and five State Assembly Poll) મુલતવી રાખવા અંગે વિચારણા કરવા વિનંતી કરવામાં આવી હતી. જસ્ટિસ શેખરકુમાર યાદવે એક કેસમાં અરજદારની જામીન અરજીને મંજૂરી આપતાં કહ્યું કે કોરોના વાયરસના નવા સ્વરૂપ ઓમિક્રોનના દર્દીઓની સંખ્યા (Covid Omicron variant 2021) વધી રહી છે અને ત્રીજી લહેર આવવાની સંભાવના છે. તેમણે કહ્યું કે આ ભયાનક રોગચાળાને ધ્યાનમાં રાખીને ચીન, નેધરલેન્ડ, જર્મની જેવા દેશોએ સંપૂર્ણ અથવા આંશિક લોકડાઉન લાદી દીધું છે.