ETV Bharat / bharat

આ લોકોને આપવામાં આવશે ઘર બેઠા વેક્સિન, આરોગ્ય મંત્રાલયે કરી જાહેરાત - કોરોના માર્ગદર્શિકા

કેન્દ્ર સરકારે કહ્યું છે કે, કોરોના વાઇરસ (Coronavirus In India )ના સંક્રમણના કેસોમાં ઘટાડો થયો હોવા છતાં, આપણે હજી પણ મહામારીની બીજી લહેરની વચ્ચે છીએ. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ( Union Ministry of Health) કહ્યું કે, સરકાર એવા લોકો માટે ઘરે કોરોનાની રસી (Corona Vaccine ) આપવાની વ્યવસ્થા કરી રહી છે, જેમને રસી કેન્દ્રમાં આવવામાં તકલીફ પડી રહી છે.

HEALTH MINISTRY BRIEFING COVID VACCINATION  IN INDIA
આ લોકોને આપવામાં આવશે ઘર બેઠા વેક્સિન
author img

By

Published : Sep 23, 2021, 7:23 PM IST

  • અપંગ અને અશક્ત વ્યક્તિને ઘરે જ આપવામાં આવશે રસી
  • દેશમાં 66 ટકા લોકોએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો
  • કેરળમાં સૌથી વધું કોરોના દર્દીઓ સારવાર હેઠળ

નવી દિલ્હી : કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે( Union Ministry of Health) કહ્યું હતું કે, કેરળ એકમાત્ર રાજ્ય છે જ્યાં કોરોના (CoronaVirus In India )ની સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા 1 લાખથી વધુ છે. વધુમાં સરકારે કહ્યું કે, ગયા અઠવાડિયે નોંધાયેલા કુલ કેસોમાં 62.73 ટકા કેરળ (Corona In Kerala) ના હતા. સરકારે એ પણ કહ્યું કે, અપંગ લોકો અને જે લોકો હલન-ચલન નથી કરી શકતા તેમને COVID-19 રસી આપવાની વ્યવસ્થા ઘરે કરવામાં આવશે.

ટ્રાવેલ પોલિસીમાં બ્રિટનનો નિયમ ભેદભાવપૂર્ણ : આરોગ્ય મંત્રાલય

સરકાર સાથે સંકળાયેલા અધિકારીઓએ જણાવ્યું કે, 33 જિલ્લાઓમાં કોરોનાના 10 ટકાથી વધુ નવા કેસ સાપ્તાહિક સ્તરે નોંધાઈ રહ્યા છે, જ્યારે 23 જિલ્લાઓમાં 5 થી 10 ટકા કેસ નોંધાઈ રહ્યા છે. સરકારે ભારતમાં રસીકરણ કરાયેલા લોકોને 10 દિવસ સુધી અલગ રાખવાના બ્રિટનના નિયમ પર જણાવ્યું હતું કે, ભારતમાં રસીવાળા લોકોને 10 દિવસ સુધી અલગ રાખવાનો બ્રિટનનો નિયમ ભેદભાવપૂર્ણ છે. અમને વિશ્વાસ છે કે ઉકેલ મળી જશે, અમને પણ આ પ્રકારના પગલા લેવા માટે અધિકાર છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, તહેવારો માટે કોરોના માર્ગદર્શિકા હેઠળ, 5 ટકાથી વધુ સંક્રમણ દર ધરાવતા જિલ્લાઓ અને કન્ટેનમેન્ટ ઝોનમાં લોકોના મેળાવડાને રોકવા જોઈએ.

આ મુદ્દે બન્ને દેશો વચ્ચે ચર્ચા થઈ

કોરોના રસીકરણ અંગે માહિતી આપતા, આરોગ્ય મંત્રાલયે કહ્યું કે ભારતની પુખ્ત વસ્તીના 66 ટકા લોકોને કોરોના વિરોધી રસીની ઓછામાં ઓછી એક ડોઝ આપવામાં આવી છે, જ્યારે 23 ટકાએ બન્ને ડોઝ મેળવ્યો છે. કોરોના વેક્સિન કોવિશિલ્ડ અંગે બ્રિટિશ સરકારના નિર્ણય પર ભારત સરકારે કહ્યું કે, બ્રિટનનું વલણ દુર્ભાગ્યપૂર્ણ છે. સરકાર વતી કેન્દ્રીય આરોગ્ય સચિવે કહ્યું કે, આ મુદ્દે બન્ને દેશો વચ્ચે ચર્ચા થઈ રહી છે. ટૂંક સમયમાં તેનો ઉકેલ લાવવામાં આવશે. નહિંતર, ભારત પણ તે જ રીતે જવાબ આપી શકે છે.

UKમાં પણ આપવામાં આવી છે માન્યતા

ભારતના દબાણ બાદ આખરે બ્રિટને 'કોવિશિલ્ડ' (Covishield Vaccine) રસીને માન્ય રસી તરીકે સ્વીકારી છે. આ અગાઉ, ભારતના વિદેશ સચિવ હર્ષ શ્રિંગલાએ કહ્યું હતું કે, વિદેશ પ્રધાને બ્રિટનના નવા વિદેશ સચિવ એલિઝાબેથ ટ્રસ સમક્ષ આ મુદ્દો ભારપૂર્વક ઉઠાવ્યો છે. તેમણે કહ્યું હતું કે, તેમને ખાતરી આપવામાં આવી છે કે આ મુદ્દો ટૂંક સમયમાં ઉકેલાશે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, કોવિશિલ્ડને માન્યતા ન આપવી એ ભેદભાવપૂર્ણ નીતિ છે અને તે યુકે જતા ભારતીય નાગરિકોને અસર કરી રહી છે.

આ પણ વાંચો:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.