ETV Bharat / bharat

Narda Sting Case : મમતાએ કરેલી અરજીની આજે સુનવણી - હાઈકોર્ટ

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી (West Bengal CM Mamata Benarji)એ નારદા સ્ટિંગ ટેપ કેસ (Narda Sting Case)માં કલકત્તા હાઈકોર્ટ (Calcutta High Court)થી ઝાટકો મેળવ્યા પછી સુપ્રીમ કોર્ટ (Supreme Court)નો દરવાજો ખખડાવ્યો છે. 17 મેના રોજ CBI દ્વારા તૃણમૂલ કોંગ્રેસના ચાર નેતાઓની ધરપકડના દિવસે તેની ભૂમિકા અને રાજ્યના કાયદાપ્રધાન મલય મટક ઘટકની ભૂમિકાને લઇને સોગંદનામું દાખલ કરવા કલકત્તા હાઈકોર્ટ દ્વારા મંજૂરી નામંજૂર કરવા વિરુદ્ધ તેમણે સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં પ્રેરિત થયા છે.

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી
પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી
author img

By

Published : Jun 22, 2021, 11:13 AM IST

  • મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ કલકત્તા હાઇકોર્ટના હુકમને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો
  • નરદા સ્ટિંગ કેસ મામલે આજે હાઇકોર્ટમાં સુનવણી છે
  • અરજીની વિચારણા કર્યા પછી આ મામલે સુનાવણી કરવાની વિનંતી કરી

નવી દિલ્હી : નરદા સ્ટિંગ કેસ (Narda Sting Case)માં CBI દ્વારા 17 મેના રોજ તૃણમૂલ કોંગ્રેસના ચાર નેતાઓની ધરપકડના દિવસે પોતાના અને રાજ્યના કાયદાપ્રધાન મલય મટક ઘટકની ભૂમિકા અંગે કલકત્તા હાઇકોર્ટ (Calcutta High Court) દ્વારા એફિડેવિટ દાખલ કરવામાં આવી હતી. તો પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી (West Bengal CM Mamata Benarji)એ આ હુકમને સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં પડકાર્યો છે. આ મામલે આજે સુનાવણી થવાની છે.

પશ્ચિમ બંગાળ દ્વારા દાખલ કરેલી અલગ અપીલની આજે સુનાવણી

ન્યાયમૂર્તિ હેમંત ગુપ્તા (Justice Hemant Gupta) અને ન્યાયમૂર્તિ અનિરુધ્ધ બોઝ (Justice Aniruddha Bose)ની ખંડપીઠ મુખ્યપ્રધાન, ઘટક અને પશ્ચિમ બંગાળ દ્વારા દાખલ કરેલી અલગ અપીલની મંગળવારે સુનાવણી કરશે. આ પહેલા સુપ્રીમ કોર્ટ (Supreme Court) કહ્યું હતું કે, 22 જૂને ઘટક દ્વારા દાખલ કરેલી અરજી પર સુનાવણી કરશે. કોર્ટે 18 જૂને હાઈકોર્ટ (High Court)ને અનુરોધ કર્યો હતો કે, સુપ્રીમ કોર્ટને કરેલા આદેશ સામે રાજ્ય સરકાર અને ઘટકની અરજીની વિચારણા કર્યા પછી આ મામલે સુનાવણી કરવાની વિનંતી કરી હતી.

આ પણ વાંચો : પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ થયેલી હિંસાના વિરોધમાં શહેર ભાજપનું વિરોધ પ્રદર્શન

એફિડેવિટ અંગે વિચારણા પછી નિર્ણય લેવાશે

નારદા સ્ટિંગ ટેપ કેસની સુનાવણી વિશેષ CBI કોર્ટથી હાઈકોર્ટમાં સ્થાનાંતરિત કરવાના સંબંધિત CBIની અરજી પર સુનાવણી કરતા કહ્યું કે, કલકત્તા હાઇકોર્ટની પાંચ જજોની ખંડપીઠે 9 જૂને કહ્યું હતુ કે, આ કેસમાં ચાર નેતાઓની ધરપકડના દિવસે બેનર્જી અને ઘટકની ભૂમિકાને લઇને તેમણે કરેલા એફિડેવિટ અંગે વિચારણા પછી નિર્ણય લેશે.

હાઈકોર્ટના રેકોર્ડમાં સોગંદનામું લાવવાની જરૂર

ઘટક અને રાજ્ય સરકાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલો રાકેશ દ્વિવેદી અને વિકાસસિંહે જણાવ્યું હતું કે, હાઈકોર્ટના રેકોર્ડમાં સોગંદનામું લાવવાની જરૂર છે, કારણ કે, 17મી મેના રોજ સંબંધિત વ્યક્તિઓની ભૂમિકા અંગે છે. દ્વિવેદીએ જણાવ્યું કે, કાયદાપ્રધાન કેબિનેટની બેઠકમાં ભાગ લઈ રહ્યા હતા અને સુનાવણી સમયે તે કોર્ટના પરિસરમાં નહોતા. તેમણે કહ્યું હતું કે, CBIના અધિકારીઓ પણ સ્થળ પર નથી કારણ કે, એજન્સીના વકીલો કોર્ટ સાથે ડિજિટલ રીતે વાતચીત કરી રહ્યા છે.

આ પણ વાંચો : મમતા દીદી માનસિક સંતુલન ગુમાવી બેઠી છે: શિવરાજ સિંહ ચૌહાણ

CBIએ ત્રણ એફિડેવિટ ફાઇલ કરી છે અને કોર્ટની પરવાનગી લીધી

આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, રાજ્યના શાસક પક્ષના નેતાઓએ 17 મેના રોજ આ કેસમાં ચાર નેતાઓની ધરપકડ કર્યા પછી CBIને તેની કાયદાકીય ફરજો છોડતા અટકાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. સિંહે દલીલ કરી હતી કે, નિયમો મુજબ એફિડેવિટ ફાઇલ કરવાનો અધિકાર છે અને એટલું જ નહીં, CBIએ ત્રણ એફિડેવિટ ફાઇલ કરી છે અને કોર્ટની પરવાનગી લેવામાં આવી નથી.

અરજીમાં મુખ્યપ્રધાન અને કાયદાપ્રધાને પણ પક્ષ બનાવ્યા

સોલિસિટર જનરલે હાઈકોર્ટને વિનંતી કરી હતી કે, સોગંદનામું વિલંબના આધારે સ્વીકારી શકાતું નથી. કારણ કે, તેઓની દલીલો પૂર્ણ થયા પછી દાખલ કરવામાં આવી છે. નારદા સ્ટિંગ ટેપ કેસની સુનાવણી વિશેષ CBI કોર્ટથી હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવા માંગે છે. તેણે ત્યાંની પોતાની અરજીમાં મુખ્યપ્રધાન અને કાયદાપ્રધાને પણ પક્ષ બનાવ્યા છે.

મુખ્યપ્રધાન કોલકાતામાં CBI કચેરી ખાતે ધરણા પર બેઠા હતા

એજન્સીએ દાવો કર્યો હતો કે, ચારેય નેતાઓની ધરપકડ બાદ મુખ્યપ્રધાન કોલકાતામાં CBI કચેરી ખાતે ધરણા પર બેઠા હતા. જ્યારે 17 મેના રોજ બંસલ વિશેષ CBIમાં ડિજિટલ માધ્યમ દ્વારા કેસની સુનાવણી દરમિયાન કોર્ટ પરિસરમાં હાજર હતા. હાઈકોર્ટના 2017ના આદેશ પર CBI જે નારદા સ્ટિંગ ટેપ કેસની તપાસ કરી રહી છે. તેમણે પ્રધાનો સુબ્રત મુખર્જી અને ફરહદ હકીમ, તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય મદન મિત્રા અને કોલકાતાના ભૂતપૂર્વ મેયર સોવન ચેટરજીની ધરપકડ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.