ETV Bharat / bharat

Hatchery Business In India: લોકડાઉનમાં નહોતી કોઈ કમાણી, યુટ્યુબ પર વિડીયો જોઇને શરુ કર્યો હેચરીનો બિઝનેસ

કેરળના ઇડુક્કી જિલ્લાના રાજકુમારી ગામના અભિજીતે યુટ્યુબ પર વિડીયો જોઇને હેચરીનો ધંધો (Hatchery Business In India) શરૂ કર્યો. તે અત્યાર સુધી ઈંડાઓમાંથી 3 હજાર મરઘાંના બચ્ચાઓને જન્મ આપી ચૂક્યો છે.

Hatchery Business In India: લોકડાઉનમાં નહોતી કોઈ કમાણી, યુટ્યુબ પર વિડીયો જોઇને શરુ કર્યો હેચરીનો બિઝનેસ
Hatchery Business In India: લોકડાઉનમાં નહોતી કોઈ કમાણી, યુટ્યુબ પર વિડીયો જોઇને શરુ કર્યો હેચરીનો બિઝનેસ
author img

By

Published : Jan 22, 2022, 5:20 PM IST

ઇડુક્કી: કેરળના ઇડુક્કી જિલ્લાના રાજકુમારી (rajkumari village idukki kerala) ગામના એક યુવકે સંકટને અવસરમાં બદલ્યું. કોરોના (Corona in India)ને કારણે લોકડાઉન (Lockdown In India)થી જ્યારે ગુજરાન કરવું મુશ્કેલ થઈ રહ્યું હતું ત્યારે રાજકુમારી ગામના એક યુવાન અભિજીતે આ સંકટમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધી કાઢ્યો. તેણે યુટ્યુબ પર સ્વરોજગારને લગતા ઘણા વિડીયો જોયા જેમાં તેને હેચરીનો ધંધો પસંદ આવ્યો.

જુગાડ કરીને બનાવ્યું ઈન્ક્યુબેટર

તે વિસ્તારમાં મુરઘીના બચ્ચાઓની પણ માંગ (demand for chickens in kerala) હતી. પછી તેણે હેચરી પ્લાન્ટ (hatchery plant in kerala) સ્થાપવાનું વિચાર્યું, પરંતુ તેની પાસે આ કામ શરૂ કરવા માટે પૂરતા પૈસા નહોતા. પછી યુટ્યુબ પર જ વિડિયો જોયા બાદ તેને હેચરી પ્લાન્ટ લગાવવાનો વિચાર આવ્યો. તેણે બલ્બ, વાયર, હીટર, પંખા વગેરે જેવી વસ્તુઓ ઓનલાઈન ઓર્ડર કરીને એક નાનું જુગાડ ઈન્ક્યુબેટર તૈયાર કર્યું. આ ઇન્ક્યુબેટરમાં ઈંડા (hatching eggs in incubator india)ને કૃત્રિમ રીતે સિવવામાં આવે છે, જેમાં બલ્બ અને હીટરમાંથી જરૂરિયાત મુજબ ગરમી આપીને ઈંડામાંથી બચ્ચાઓ બનાવવામાં આવે છે, અને આ રીતે તેણે પ્રોજેક્ટની શરૂઆત કરી.

આ પણ વાંચો: 17 વર્ષીય જાનવી વેકરિયાએ કોરોના કાળમાં જરૂરિયાતમંદ લોકોની મદદ માટે પોતે એપ અને વેબસાઈટ બનાવી

3000થી વધુ બચ્ચાઓને જન્મ આપ્યો

એકવાર તેનું ઇન્ક્યુબેટર ઉપયોગ માટે તૈયાર થઈ ગયું પછી, તેણે તેની હેચરીમાં ઈંડામાંથી બચ્ચાઓ બનાવવાનું શરૂ કર્યું. આમાં સફળતા મળ્યા બાદ તેણે પાછું વળીને નથી જોયું. અત્યાર સુધીમાં તે 3000થી વધુ બચ્ચાઓને જન્મ આપી ચૂક્યો છે. અભિજીત મોટાભાગે દેશી ચિકનની જાતો (variety of native chicken india) અને 'બ્લેક ચિકન' પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમાં ઔષધીય ગુણો (Medicinal properties in native chicken) હોવાનું કહેવાય છે.

18થી 22 દિવસમાં ઈંડામાંથી નીકળે છે બચ્ચા

તેનું કહેવું છે કે, બચ્ચા ઈંડામાંથી બહાર નીકાળવામાં 18થી 22 દિવસ લાગે છે અને એકવાર બચ્ચાઓ બહાર નીકળ્યા બાદ તેમને લાકડાના પાંજરામાં રાખવામાં આવે છે. તે પાંજરામાં ગરમી આપવા માટે વીજળીના બલ્બોનો ઉપયોગ કરે છે. અભિજિતનો આ ધંધો ધીરેધીરે વધવા લાગ્યો. જોતજોતમાં તે હવે મોટી હેચરી તૈયાર કરાવે છે, જેમાં એકવારમાં 1500 બચ્ચાઓ તૈયાર કરી શકાય છે.

આ પણ વાંચો: 2018 બ્લાઇન્ડ ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય નવસારીમાં મજૂરી કરવા થયો મજબૂર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.