- કોરોના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે
- ઈનડોર કાર્યક્રમ માટે 200 લોકોને મંજૂરી આપવામાં આવી
- આઉટડોર કાર્યક્રમ માટે 500 લોકોને મંજૂરી આપવામાં આવી
ચંદીગઢ: હરિયાણામાં કોરોના દર્દીઓ અને મોતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં સરકારે હવે કોરોના અંગે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. માર્ગદર્શિકા હેઠળ, 50થી વધુ લોકો અંતિમ સંસ્કારમાં ભાગ લઈ શકશે નહીં. અન્ય કાર્યક્રમો માટે પણ આદેશ આપવામાં આવ્યા છે. જે અંતર્ગત 200 લોકોને ઇનડોર પ્રોગ્રામમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી છે. બીજી બાજુ આઉટડોર કાર્યક્રમમાં 500 લોકો ભાગ લઈ શકશે.
હરિયાણા સરકારે કોરોના અંગે નવા આદેશો જારી કર્યા
હરિયાણા સરકારે કોરોના અંગે નવા આદેશો જારી કર્યા છે, જે અંતર્ગત જિલ્લા નાયબ કમિશનર પાસેથી કોઈપણ પ્રકારની સામાજિક, ધાર્મિક, રાજકીય, રમતગમત અને અન્ય કાર્યક્રમોની પરવાનગી લેવી પડશે. જિલ્લા નાયબ કમિશનરની પરવાનગી લેતી વખતે પોલીસ અને અન્ય સંબંધિત વિભાગો પાસેથી પણ NOC (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) પ્રમાણપત્ર લેવાનું રહેશે. માર્ગદર્શિકાનું ઉલ્લંઘન પર કાયદા અને ભારતીય દંડ સંહિતાની કલમ 188 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. સોશિયલ મીડિયા, પ્રેસ રિલીઝ અને જિલ્લા વહીવટીતંત્રને પણ નવી ગાઇડલાઈનનો પ્રચાર કરવા જણાવવાયું છે. હરિયાણાના આરોગ્ય અને ગૃહપ્રધાન અનિલ વિજે આદેશો અંગે માહિતી આપી હતી કે, આ આદેશો સિવાય સામાજિક અંતર અને ફરજિયાત માસ્ક પહેરવું પડશે.