ચંદીગઢઃ પંજાબમાં આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યના નાણા પ્રધાન હરપાલ સિંહ ચીમાએ ચંદીગઢમાં પ્રેસ કોન્ફરન્સ કરી ભારતીય જનતા પાર્ટી પર મોટા આરોપો લગાવ્યો (BJP Operation Lotus In Punjab) છે. ચીમાએ કહ્યું કે, ભાજપ પંજાબમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરી રહી (AAP Allegation On BJP) છે અને દરેક ધારાસભ્યને 25 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી રહી છે.
પ્રત્યક્ષ રીતે જોડવા લાલચ : હરપાલ ચીમાએ કહ્યું કે, આ અગાઉ ભાજપે ગોવા, કર્ણાટક, મહારાષ્ટ્ર અને અરુણાચલ પ્રદેશમાં આવું જ કર્યું છે અને હવે પંજાબમાં AAPના ધારાસભ્યોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય એજન્સી CBI અને ED પણ ધારાસભ્યોને તેમના પક્ષમાં લાવવા માટે ઉપયોગ કરવામાં આવી રહી છે. હરપાલ ચીમાએ વધુમાં કહ્યું કે, પંજાબમાં આમ આદમી પાર્ટીને તોડવા માટે ભાજપે 1375 કરોડ રૂપિયાનું બજેટ રાખ્યું છે, જે કાળુ નાણું છે. ચીમાએ આરોપ લગાવ્યો કે, છેલ્લા એક સપ્તાહથી આમ આદમી પાર્ટીના 7 થી 10 ધારાસભ્યોને બીજેપી દ્વારા પ્રત્યક્ષ અથવા કોઈપણ રીતે ભાજપમાં જોડાવા માટે લાલચ આપવામાં આવી રહી છે. bjp bought AAP mla in punjab
ભાજપ ED CBI દ્વારા ડરાવવા માંગે : બીજેપી નેતા રાજ કુમાર વેર્કાએ હરપાલ ચીમાના નિવેદન પર કટાક્ષ કર્યો હતો. તેમણે આ બાબતે કહ્યું કે, તેમણે આમ આદમી પાર્ટીના ધારાસભ્યને 25 કરોડ રૂપિયા ન આપવા જોઈએ. આ પ્રેસ કોન્ફરન્સ બાદ પંજાબ બીજેપીના મોટા નેતા આમ આદમીના આરોપોને છુપાવવા માટે આવા નિવેદન આપી રહ્યા છે. એ જ રીતે દિલ્હીના મનજિન્દર સિરસાએ કહ્યું કે, આમ આદમી પાર્ટી હંમેશા જુઠ્ઠાણાંની રાજનીતિ કરે છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન હરપાલ ચીમાએ ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે ભાજપ અમારા નેતાઓને ED CBI દ્વારા ડરાવવા માંગે છે. AAP Serious Allegation on BJP