ETV Bharat / bharat

ઉત્તરાખંડના CM દ્વારા આપેલા નિવેદન પર પૂર્વ CMની હાંસી, કહ્યું ધન્ય છે તેમનું જ્ઞાન - હરીશ રાવત

ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન હરીશ રાવતે મુખ્યપ્રધાન તીરથ સિંહ રાવતના ઈતિહાસ અને પરિવાર નિયોજનના નિવેદનને હાંસીપાત્ર ગણાવ્યું છે. તેઓએ કહ્યું કે, મુખ્યપ્રધાનના ઇતિહાસમાં તેમનું જ્ઞાન ધન્ય છે.

ઉત્તરાખંડ
ઉત્તરાખંડ
author img

By

Published : Mar 22, 2021, 9:40 AM IST

  • ભૂતપૂર્વ મુખ્યપ્રધાન હરીશ રાવતે CM તીરથના આ નિવેદન પર મજાક ઉડાવી
  • ભારત 200 વર્ષ સુધી અમેરિકાનું ગુલામ રહ્યું
  • આફતના રાશનને લોકોએ આજુબાજુમાં પણ વેચવાનું કામ કર્યું

દહેરાદૂન: ઉત્તરાખંડના રામનગરમાં મુખ્યપ્રધાન તીરથસિંહ રાવતે એક નહીં પરંતુ વધુ બે એવા નિવેદનો આપ્યા છે કે જેના કારણે ફરી એક વખત તેઓ ચર્ચામાં આવી ગયા છે. વનીકરણ દિવસના કાર્યક્રમમાં મુખ્યપ્રધાન તીરથસિંહ રાવતે કુટુંબિક આયોજનની મજાક ઉડાવી હતી. આ સાથે, તીરથસિંહ રાવતે વધુમાં કહ્યું કે, આપણે 200 વર્ષ સુધી અમેરિકાના ગુલામ રહ્યા. આવી સ્થિતિમાં, વિપક્ષો તેમના નિવેદનોથી ચૂકતા નથી. આવી સ્થિતિમાં તેમના નિવેદનો પર વિપક્ષ પણ તેમની મજાક ઉડાવી રહ્યા છે. તેમના આ નિવેદન પર એક વીડિયો જાહેર કરાયો છે.

ભૂતપૂર્વ મુખ્યપ્રધાન હરીશ રાવતે CM તીરથના આ નિવેદન પર મજાક ઉડાવી

પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન હરીશ રાવતે CM તીરથના આ નિવેદન પર મજાક ઉડાવી છે. હરીશ રાવતે તેમના ફેસબુક પેજ પર એક વીડિયો અપલોડ કર્યો છે. જેમાં તેઓ મુખ્યપ્રધાન તીરથ સિંહના નિવેદનો પર વાત કરતા નજરે પડી રહ્યા છે.

ભારત 200 વર્ષ સુધી અમેરિકાનું ગુલામ રહ્યું

હરીશ રાવતે લખ્યું કે, અમારા રાજ્યના માનનીય મુખ્યપ્રધાનજી, ધન્ય છે તેમના ઈતિહાસનું જ્ઞાન. તેઓએ આપણને 200 વર્ષ સુધી અમેરિકાના ગુલામ બનાવી દીધા છે કદાચ તેમની નજરે બન્ને ગોરાઓ, ભલે તે અમેરિકામાં હોય અથવા બ્રિટનમાં, એક સરખા છે.

આફતના રાશનને લોકોએ આજુબાજુમાં પણ વેચવાનું કામ કર્યું

હરીશ રાવતે કટાક્ષ કરતાં કહ્યું કે, કેટલી અદ્ભુત છે તેમની સમજ. તેમણે કહ્યું કે, અમે આપત્તિમાં લોકોને ખૂબ જ આપ્યું અને એટલા સારા ચોખા આપ્યા, જે તેઓએ ક્યારેય જોયા ન હતા, પરંતુ જેણે 10 કિલો આપ્યા તેમને 20 કિલોની ઈર્ષ્યા કેમ? અને જેમને 100 કિલો મળી ગયા કારણ કે તેમના કુટુંબના 20 સભ્યો હતા તેમને ઇર્ષ્યા હતી. તીરથ સિંહ રાવતે કહ્યું હતું કે, દોષ આપણો નથી, તમે ફક્ત 2 બાળકો પેદા કર્યા છે, તેથી તમને આફતમાં ઓછું રેશન મળ્યું. જો તમારી પાસે 20 બાળકો હોત, તો તમને ઘણું રેશન મળ્યું હોત અને તેઓએ એમ પણ કહ્યું કે, આફતના રાશનને લોકોએ આજુબાજુમાં પણ વેચવાનું કામ કર્યું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.