- હાર્દિક પટેલે મુંબઈમાં શરદ પવાર સાથે મુલાકાત કરી
- ગુજરાત કોંગ્રેસથી હાર્દિક પટેલ નારાજ હોવાની શક્યતા
- થોડા દિવસ પહેલા શરદ પવારના પૌત્ર રોહિત પવાર સાથે પણ મુલાકાત કરી હતી
મુંબઈઃ ગુરૂવારે હાર્દિક પટેલે મુંબઈમાં શરદ પવાર સાથે મુલાકાત કરી હતી. તેમજ થોડા દિવસ પહેલા તેઓએ શરદ પવારના પૌત્ર રોહિત પવાર સાથે પણ મુલાકાત કરી હતી. ત્યારે રાજ્યમાં હાલ આ મુલાકાતને લઈ ચર્ચા ચાલી રહી છે.
સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં કોંગ્રેસની થઈ હતી હાર
ઉલ્લેખનિય છે કે, થોડા દિવસ પહેલા રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસની ખરાબ રીતે હાર થઈ હતી. તે સમયે હાર્દિક પટેલે એક નિવેદન પણ આપ્યું હતુ, જેમા તેમણે કહ્યું હતું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસે મારો યોગ્ય ઉપયોગ કર્યો નથી. હાર્દિકે કહ્યું હતુ કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મારી એક પણ સભાનું આયોજન કરવામાં આવ્યું ન હતું તેમજ પાર્ટીના કોઈપણ મોટા કાર્યક્રમમાં તેમને આમંત્રણ આપવામાં આવ્યું ન હતુ.
આ પણ વાંચોઃ હાઇકોર્ટ તરફથી હાર્દિક પટેલને મોટી રાહત, રાજ્ય બહાર જવાની મળી મંજૂરી
વર્ષ 2020માં હાર્દિક પટેલને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવાયા હતા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા હતા. વર્ષ 2020માં હાર્દિક પટેલને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યાં હતા.