નવી દિલ્હી: આ વર્ષે 15મી ઓગસ્ટના દિવસે ભારતની આઝાદીના 75 વર્ષ પૂરા થઈ (75th independence day) રહ્યા છે ત્યારે આ અંતર્ગત 75માં સ્વતંત્રતા દિવસ પહેલા, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે 'હર ઘર તિરંગા' ઝુંબેશની (har ghar tiranga campaign ) શરૂઆત કરી છે, જેના ભાગરૂપે (flag folding ceremony) નાગરિકોને 13 અને 15 ઓગસ્ટની વચ્ચે તેમના ઘરે રાષ્ટ્રધ્વજ પ્રદર્શિત કરવા અથવા લહેરાવવાની વિનંતી કરવામાં આવી છે. ત્યારે કેન્દ્રએ ત્રિરંગાને યોગ્ય રીતે ફોલ્ડ કેવી રીતે કરવો તે અંગેની માર્ગદર્શિકા (indian flag folding procedure) પણ શેર કરી છે.
-
The National Flag should be folded & stored respectfully as shown in the pictures 👆🏻To pin or bring home the flag, visit https://t.co/LaBpQnQUGO #AmritMahotsav #HarGharTiranga #MainBharatHoon #KnowYourTiranga #IdeasAt75 #ActionsAt75
— Amrit Mahotsav (@AmritMahotsav) August 4, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">The National Flag should be folded & stored respectfully as shown in the pictures 👆🏻To pin or bring home the flag, visit https://t.co/LaBpQnQUGO #AmritMahotsav #HarGharTiranga #MainBharatHoon #KnowYourTiranga #IdeasAt75 #ActionsAt75
— Amrit Mahotsav (@AmritMahotsav) August 4, 2022The National Flag should be folded & stored respectfully as shown in the pictures 👆🏻To pin or bring home the flag, visit https://t.co/LaBpQnQUGO #AmritMahotsav #HarGharTiranga #MainBharatHoon #KnowYourTiranga #IdeasAt75 #ActionsAt75
— Amrit Mahotsav (@AmritMahotsav) August 4, 2022
આઝાદીના 75 વર્ષ: દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણી કરવા માટે કેન્દ્રની 'આઝાદી કા અમૃત મહોત્સવ' (Azadi Ka Amrit Mahotsav) પહેલનો ભાગ 'હર ઘર તિરંગા' અભિયાનની શરૂઆત ગયા મહિને કરવામાં આવી હતી. આ ઝુંબેશની શરૂઆત કરતા PM મોદીએ એક ટ્વીટમાં કહ્યું હતું કે તે "રાષ્ટ્રધ્વજ સાથે અમારું જોડાણ વધુ ગાઢ કરશે".
22મી જુલાઈ: PM મોદીએ એક ટ્વિટમાં લખ્યું (indian national flag) હતું કે, 22મી જુલાઈ આપણા ઈતિહાસમાં વિશેષ મહત્વ ધરાવે છે. 1947માં આ દિવસે જ આપણો રાષ્ટ્રધ્વજ અપનાવવામાં આવ્યો હતો. આપણા ત્રિરંગા સાથે સંકળાયેલી સમિતિની વિગતો અને પંડિત નેહરુ દ્વારા લહેરાવવામાં આવેલ પ્રથમ ત્રિરંગા સહિત ઇતિહાસની કેટલીક રસપ્રદ વાતો શેર કરી રહ્યા છીએ. ”
આ અભિયાન શરૂ થાય તે પહેલાં, રાષ્ટ્રીય ધ્વજને ફોલ્ડ કરવાની યોગ્ય રીત જે કેન્દ્ર દ્વારા નિર્ધારિત કરવામાં આવી છે તે નીચે મુજબ છે:
- સ્ટેપ 1: ત્રિરંગાને આડો રાખો
- સ્ટેપ 2: સફેદ બેન્ડની નીચે કેસરી અને લીલા બેન્ડને ફોલ્ડ કરવો
- સ્ટેપ 3: હવે, સફેદ બેન્ડને એવી રીતે ફોલ્ડ કરો કે કેસરી અને લીલા બેન્ડ સાથે માત્ર અશોક ચક્ર જ દેખાય
- સ્ટેપ 4: ફોલ્ડ કરેલા ધ્વજને હાથ અથવા હથેળીમાં કાળજીથી રાખવો જેથી તેને સુરક્ષિત જગ્યાએ સંગ્રહિત કરી શકાય