ETV Bharat / bharat

Israel Palestine Conflict: જો ઈઝરાયલ ભૂમિ યુદ્ધ કરશે તો તેને ભારે કિંમત ચૂકવવી પડશેઃ હમાસ - ઈંધણ ખતમ

હમાસે હુંકાર કર્યો છે કે જો ઈઝરાયલ ગાઝામાં ભૂમિ યુદ્ધ કરીશે તો અમે ઈઝરાયલને ભારે નુકસાન પહોંચાડી શકે તેવા હથિયારોનો ઉપયોગ કરીશું. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક

જો ઈઝરાયલ ભૂમિ યુદ્ધ કરશે તો તેને ભારે કિંમત ચૂકવવી પડશેઃ હમાસ

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 13, 2023, 12:45 PM IST

ગાઝાઃ હમાસની સશસ્ત્ર શાખા અલ કસમ બ્રિગેડે ચેતવણી આપી છે કે ઈઝરાયલ જો ગાઝા પટ્ટી પર ભૂમિ યુદ્ધ કરશે તો ઈઝરાયલને ભારે કિંમત ચૂકવવી પડશે. ન્યૂઝ એજન્સી શિન્હુઆના રિપોર્ટ અનુસાર ગુરુવારે એક ટેલિવિઝનમાં અલ કસમ બ્રિગેડના પ્રવક્તા અબૂ ઓબૈદાએ કહ્યુ કે અમે એવા વિકલ્પોનો સક્રિય પ્રયોગ કરીશું જેનાથી ઈઝરાયલને જાન માલનું મોટું નુકસાન થાય.

  • #Israel Defense Forces (IDF) said latest airstrikes were aimed at destroying a network of tunnels in #Gaza Strip that Hamas has used as an operations centre for decades.

    "Think of Gaza strip as one layer for civilians and one layer for Hamas," IDF spokesman Jonathan Conricus… pic.twitter.com/VuL8vyiRFA

    — IANS (@ians_india) October 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

હમાસની ચેતવણીઃ હમાસે ચેતવણી આપી છે કે તેમની પાસે મજબૂત શસ્ત્રો છે જે એક પ્રભાવી સુરક્ષા પૂરી પાડી શકે તેમ છે. જેને દુશ્મને પહેલા ક્યારેય જોયા નહીં હોય. આ હથિયારો ઈઝરાયલની બર્બર સેનાને કચડી શકે તેમ છે. ઓબૈદાએ કહ્યું કે તેમની બ્રિગેડે ઈઝરાયલની જેલમાં કેદ દરેક ફિલિસ્તાનીઓની અદલાબદલી કરી શકે તેટલા ઈઝરાયલી નાગરિકોને બંધક બનાવી લીધા છે. હમાસે ફિલિસ્તાની યુવકો અને ઈઝરાયલ વિરોધી અરબ દેશોને આ યુદ્ધમાં સામેલ થવા આહવાન કર્યુ છે. શનિવારથી થઈ રહેલા હમાસ હુમાલાનો જવાબ આપવા માટે ઈઝરાયલે 3 લાખ 60 હજાર રિઝર્વ સૈનિકોને એકત્ર કર્યા છે.

  • Gaza Update:

    220,000 people sheltering in 92 @UNRWA schools

    340,000 displaced Palestinians

    With no access to provide essential supplies, UN humanitarians warn that Gaza is on the brink of running out of food, water, electricity & critical supplies. https://t.co/PqFxuGi1K0 pic.twitter.com/XjGhau7bZA

    — United Nations (@UN) October 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

યુનાઈટેડ નેશન્સઃ સંયુક્ત રાષ્ટ્રએ ઈઝરાયલે કરેલા હવાઈ હુમલાને પરિણામે ગાઝામાં નાગરિકોની સ્થિતિ દયનીય થઈ ગઈ હોવાનું જણાવ્યું છે. જેમાં 3 લાખ 38 હજારથી વધુ લોકો બેઘર બની ચૂક્યા છે. ન્યૂઝ એજન્સી શિન્હુઆના રિપોર્ટ અનુસાર 2 લાખ 18 હજાર બેઘર લોકોને યુનાઈટેડ નેશને સ્કૂલોમાં શરણ આપી છે. સંયુક્ત રાષ્ટ્રએ દાનની પણ અપીલ કરી છે.

સ્કૂલોમાં શરણાર્થીઓઃ OCHA કાર્યાલયે જણાવ્યું છે કે 2,500થી વધુ ઘરો નષ્ટ થઈ ગયા છે. જ્યારે 23,000 વસાહતો આંશિક કે થોડી વધુ ક્ષતિગ્રસ્ત બની છે. ઓછામાં ઓછી 88 એજ્યુકેશનલ ઈન્સ્ટિટ્યૂટ્સને નુકસાન પહોંચ્યું છે. જેમાં 18 યુએનની સ્કૂલ પણ સામેલ છે. જેમાંથી કેટલીક સ્કૂલનો ઉપયોગ બેઘર બનેલા લોકોને શરણ આપવામાં કરવામાં આવ્યો છે. આ યુદ્ધને લીધે સતત છઠ્ઠા દિવસે પણ 6 લાખથી વધુ બાળકો ગાઝામાં સુરક્ષિત સ્થાન સુધી પહોંચી શક્યા નથી.

ઈંધણ ખતમઃ ગાઝામાં વીજળી પૂરી પાડતા એકમનું ઈંધણ ખતમ થઈ ગયું છે. તે અત્યારે કાર્યરત નથી. તેમજ શનિવારથી શરૂ થયેલા સંઘર્ષમં 10 લાખ લોકોને પાણી અને સુએજની સગવડ પૂરી પાડતી 7 વ્યવસ્થાઓ હુમલામાં નષ્ટ થઈ ગઈ છે. બેકરીઓમાં લોટની કમી વર્તાઈ રહી છે જ્યારે 70 ટકા દુકાનોમાં ખાદ્ય કટોકટી સર્જાઈ છે.

યુએનની મદદઃ હ્યુમન એજન્સીઓને હ્યુમન ફેસિલિટી પૂરી પાડવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. OCHA વધુમાં જણાવે છે કે અસુરક્ષિત વિસ્તારો અને ગોડાઉન સુધી પહોંચવામાં તકલીફ પડી રહી છે. પડકારજનક સ્થિતિ હોવા છતાં કેટલાક સેવાભાવી લોકો મદદ કરી રહ્યા છે. 1 લાખ 37 હજાર નિરાશ્રીત લોકો સુધી તાજી રોટલી, પાણી અને સ્વચ્છતા સુવિધા પહોંચાડવા માટે 70 હજાર લીટર ઈંધણની ડિલીવરી કરવામાં આવી છે. તેમજ મનોસામાજિક સહાયતા હેલ્પલાઈનનો પણ સમાવેશ થાય છે. યુનાઈટેડ નેશન્સે નિરાશ્રીતોની મદદ કરવા માટે કેન્દ્રીય આપાતકાલીન પ્રતિક્રિયા કોષમાંથી 9 મિલિટન ડોલરની સહાય કરી છે.

  1. War between Israel and Hamas : ઇઝરાયેલી સેનાએ હમાસના હુમલાને રોકવામાં નિષ્ફળતા સ્વીકારી
  2. Operation Ajay : 'ઓપરેશન અજય' હેઠળ ઈઝરાયેલથી ભારતીયો સાથેનું પહેલું વિમાન દિલ્હી પહોંચ્યું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.