લખનઉઃ પ્રખ્યાત હેર ડ્રેસર જાવેદ હબીબે એક શૉ દરમિયાન મહિલાના વાળ પર થૂક લગાવીને (Hair Dresser Jawed Habib spit on Womain Hair during Seminar) હેર કટ કર્યું હતું. આ વીડિયો વાઈરલ થયા પછી જાવેદ હબીબ વિવાદોમાં (Javed Habib trapped by Viral Video) ફસાયો છે. હવે આ વીડિયોમાં દેખાતી પીડિતા પણ સામે આવી છે. તેણે દાવો કર્યો હતો કે, જાવેદ હબીબે સ્ટેજ પર તેમને ડેમો (The Victim told the Incident) માટે બોલાવી હતી. શૉ દરમિયાન જાવેદ હબીબે અનેક વાર તેની સાથે દુર્વ્યવહાર કર્યો (Javed Habib abused the woman) હતો.
વીડિયો ઉત્તરપ્રદેશનો છે
છેલ્લા કેટલાક દિવસોથી હેર એક્સપર્ટ જાવેદ હબીબનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ (Viral video of hair expert Javed Habib) થઈ રહ્યો છે. તેમાં એ દેખાઈ રહ્યું છે કે, એક સેમિનારમાં જાવેદ હબીબ વાળ અંગે ટિપ્સ (Javed Habib's tips on hair) આપી રહ્યો છે. તો એક મહિલા સ્ટેજ પર બેઠી જોવા મળી રહી છે. તેને ડેમો માટે સ્ટેજ પર બોલાવવામાં આવી હતી. વીડિયોમાં હબીબ ટિપ્સ (Javed Habib's tips on hair) આપતા અને મહિલાના વાળોમાં થૂકતા (Hair Dresser Jawed Habib spit on Womain Hair during Seminar) જોવા મળી રહ્યો છે. આ વીડિયો ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાના એક ટ્રેનિંગ સેમિનારનો હોવાનું સામે આવ્યું છે. જોકે, અત્યાર સુધી આ વાઈરલ વીડિયોની પુષ્ટિ નથી થઈ।
વીડિયોમાં હબીબ મહિલાના વાળ પર થૂકતો જોવા મળી રહ્યો છે
વીડિયોમાં હબીબ થૂક્યા પછી એ કહેતા જોવા મળી રહ્યો છે કે, જો પાણીની અછત છે તો થૂકમાં પણ જીવ છે. તો આની ઉપર ત્યાં હાજર લોકોએ તાળી વગાડી હતી. સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ (Viral video of hair expert Javed Habib) થયા પછી પીડિત મહિલાએ પોતાનો ખરાબ અનુભવ શેર કરવા માટે સામે આવી હતી. મહિલાએ પોતાના વીડિયોમાં (The Victim told the Incident) જણાવ્યું હતું કે, તેનું નામ પૂજા ગુપ્તા છે અને તે વંશિકા બ્યૂટી પાર્લર નામથી એક પાર્લર ચલાવે છે. બડૌત (ઉત્તરપ્રદેશ)ની રહેવાસી પૂજા પણ જાવેદ હબીબના સેમિનારમાં જોડાઈ હતી.
સોશિયલ મીડિયા યુઝર્સે જાવેદ હબીબને બોયકોટ કરવાની માગ કરી
પૂજાનું કહેવું છે કે, હેર ડ્રેસર જાવેદ હબીબે સ્ટેજ પર વાળ કપાવવા માટે તેને બોલાવી હતી અને તેની સાથે દુર્વ્યવહાર કર્યો (Javed Habib abused the woman) હતો. હબીબ ત્યાં હાજર લોકોને એ બતાવી રહ્યો હતો કે, જો તમારી પાસે પાણી નથી. તો તમે થૂકથી પણ કામ ચલાવી શકો છો. આ ઘટનાથી તેઓ નિરાશ છે. આ ઘટના પછી મહિલાના સમર્થનમાં લોકો આવી રહ્યા છે અને જાવેદ હબીબ સામે કાર્યવાહીની માગ (Demand for action against Javed Habib) કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યૂઝર્સે તેમને બોયકોટ કરવાની પણ માગ કરી છે.